રાજસ્થાન/ રાજસ્થાનમાં CM ભજનલાલ એકશનમાં,પેપર લીક રોકવા માટે SIT બનાવવાનો નિર્ણય કર્યો

રાજસ્થાનમાં નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્મા શપથ લેતાની સાથે જ એક્શનમાં જોવા મળી રહ્યા છે. તેમણે પેપર લીક કેસમાં વિશેષ તપાસ સમિતિ (SIT)ની રચના કરવાનો નિર્ણય લીધો છે

Top Stories India
ભજનલાલ

રાજસ્થાનમાં નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્મા શપથ લેતાની સાથે જ એક્શનમાં જોવા મળી રહ્યા છે. તેમણે પેપર લીક કેસમાં વિશેષ તપાસ સમિતિ (SIT)ની રચના કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે ભવિષ્યમાં પેપર લીક ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.ભજનલાલ શર્માએ કહ્યું કે આ કેસમાં ગુનેગારોને સખતમાં સખત સજા આપવામાં આવશે. આ સાથે સંગઠિત અપરાધ સામે કાર્યવાહી કરવા એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે. તેમણે કહ્યું કે અમે વડાપ્રધાન મોદીની ગેરંટી અને અમારા મેનિફેસ્ટોનું સંપૂર્ણ પાલન કરીને કામ કરીશું. અમે તે સમસ્યાઓ પર કામ કરીશું જેનાથી દેશની જનતા પીડાઈ રહી છે. અમે અંત્યોદય યોજના હેઠળ કામ કરીશું.

પેપર લીકને લઈને રાજસ્થાનમાં અવારનવાર રાજકારણ ગરમાય છે. એક અંદાજ મુજબ છેલ્લા સાડા ચાર વર્ષમાં રાજ્યમાં પેપર લીકના 10 થી વધુ કેસ નોંધાયા છે. ગયા મહિને જ રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશને પેપર લીક થવાને કારણે ગ્રુપ-એ અને ગ્રુપ-બીની વરિષ્ઠ શિક્ષકની ભરતીની પરીક્ષા રદ કરી હતી. તેનું જનરલ નોલેજ પેપર ડિસેમ્બર 2022 માં નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ પેપર લીકને કારણે કમિશને તેને રદ કરી દીધું. હવે આ પેપર 30મી જુલાઈએ લેવાશે

રાજસ્થાનમાં પેપર લીકના મામલા એટલા વધી રહ્યા છે કે કોંગ્રેસ અંદરથી પડકારોનો સામનો કરવા લાગી છે. પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલોટે ઘણી વખત મોટી માછલીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે.આ મામલે હવે એસઆઇટી સક્રીય થશે

આ પણ વાંચો:Yemen/“લાલ સમુદ્ર” માં “કાળો ધુમાડો” ઉઠ્યો, યમને આ દેશના વહાણ પર ભીષણ હુમલો કર્યો

આ પણ વાંચો:SOCIAL MEDIA/દાનપેટીમાં કોઈએ મૂક્યા આટલા લાખના જૂતા,કિંમત જાણી લોકો ચોંકી ગયા.