Education/ CM ભૂપેન્દ્ર પટેલે ન્યુઝીલેન્ડ સાથે ગુજરાતની એજ્યુકેશન કોલોબરેશનની સંભાવનાઓ પર કરી ચર્ચા

ગુજરાત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સહયોગનો સેતુ વધુ સુદ્રઢ કરવા સતત પરામર્શ માટે જોઈન્ટ કો. ઓપરેશન કમિટીની રચના માટે પણ આ બેઠકમાં વિચાર-પરામર્શ થયો હતો.

Gujarat Top Stories
Beginners guide to 2024 03 11T183412.601 CM ભૂપેન્દ્ર પટેલે ન્યુઝીલેન્ડ સાથે ગુજરાતની એજ્યુકેશન કોલોબરેશનની સંભાવનાઓ પર કરી ચર્ચા

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે ન્યુઝિલેન્ડના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર શ્રીયુત વિન્સ્ટન પીટર્સ

એગ્રી બિઝનેસ-સેન્‍ટર ઓફ એક્સલન્‍સ-ડેરી ફાર્મિંગ-એજ્યુકેશન-ગ્રીન હાઇડ્રોજન-રિન્યુએબલ એનર્જી તથા મેરિટાઇમ કો.ઓર્ડીનેશન-ટુરીઝમ જેવા ક્ષેત્રોમાં ગુજરાત સાથે સહભાગીતાની ઉત્સુકતા

ગિફ્ટસિટીમાં ડિજિટલ ઇકો સિસ્ટમનો લાભ ન્યુઝિલેન્ડ સ્થિત કંપનીઓ મેળવે તે માટે મુખ્યમંત્રીનું પ્રેરક સૂચન

પરસ્પર સહયોગને વધુ સુદ્રઢ બનાવવા સતત પરામર્શ માટે જોઈન્ટ કો. ઓપરેશન કમિટી રચવા અંગે બેઠકમાં પરામર્શ થયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત ન્યુઝિલેન્ડના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર શ્રીયુત વિન્સ્ટન પીટર્સ અને પ્રતિનિધિ મંડળે લીધી હતી.

WhatsApp Image 2024 03 11 at 6.32.37 PM CM ભૂપેન્દ્ર પટેલે ન્યુઝીલેન્ડ સાથે ગુજરાતની એજ્યુકેશન કોલોબરેશનની સંભાવનાઓ પર કરી ચર્ચા

ગુજરાત સાથે એગ્રી બિઝનેસ એન્ડ સેન્ટર ઓફ એક્સલન્સ, મેરિટાઈમ કો.ઓર્ડીનેશન, ફૂડ સિક્યુરિટી, ડેરી ફાર્મિંગ, રિન્યુએબલ એનર્જી તેમજ ગ્રીન હાઈડ્રોજન, ટુરીઝમ જેવા સેક્ટર્સમાં સહભાગીતાની ઉત્સુકતા ન્યૂઝિલેન્ડના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટરશ્રીએ દર્શાવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ન્યુઝિલેન્ડ સાથે ગુજરાતની એજ્યુકેશન કોલોબરેશનની સંભાવનાઓના સંદર્ભમાં વાતચીત કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બનેલી નેશનલ એજ્યુકેશન પોલિસીમાં હાયર એજ્યુકેશન સાથે સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એમ્પલોયેબિલિટી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ન્યુઝિલેન્ડની કંપનીઝ ગિફ્ટસિટીમાં ફિનટેક સહિતની જે ડિજિટલ ઇકો સિસ્ટમ વિકસી રહી છે તેનો લાભ લેવા આવે તે માટેનું પ્રેરક સૂચન પણ કર્યું હતું.

મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાથી ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે તેની પણ ભૂમિકા આ બેઠક દરમિયાન આપી હતી.

વડાપ્રધાન વિશ્વમિત્ર તરીકે દુનિયાના દેશો સાથે ભારતના સંબંધો વિકસે તે માટે સંકલ્પબદ્ધ છે. ભારત તેમના નેતૃત્વમાં વિશ્વની પાંચમી મોટી આર્થિક મહાસત્તા બન્યું છે અને હવે તેમાં ત્રીજા સ્થાને પહોંચવાનો સંકલ્પ છે તે દિશામાં આ વાઇબ્રન્ટ સમિટ માઇલસ્ટોન બનશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

ગુજરાત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સહયોગનો સેતુ વધુ સુદ્રઢ કરવા સતત પરામર્શ માટે જોઈન્ટ કો. ઓપરેશન કમિટીની રચના માટે પણ આ બેઠકમાં વિચાર-પરામર્શ થયો હતો.

મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદર તથા વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા. મુખ્યમંત્રીએ ન્યુઝીલેન્ડના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટરને કચ્છી ભરતનો વોલપીસ અને શૉલ સ્મૃતિભેટ રૂપે અર્પણ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃLUCKNOW/ હિન્દુ યુવા સભાના રાષ્ટ્રીય અધ્યક્ષનો આપઘાત