Lovemarriage-CM/ લવમેરેજમાં માબાપની સંમતિનો કાયદો લાવવાના સંકેત આપતા સીએમ ભુપેન્દ્ર પટેલ

ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પ્રેમલગ્નમાં માતાપિતાની મંજૂરી ફરજિયાત કરવા માટેના સંકેત પાઠવ્યા છે. તેમણે કહ્યું હતું કે આ અંગે જરૂરી અભ્યાસ કરીને નિર્ણય કરવામાં આવશે.

Top Stories Gujarat
Lovemarriage લવમેરેજમાં માબાપની સંમતિનો કાયદો લાવવાના સંકેત આપતા સીએમ ભુપેન્દ્ર પટેલ

મહેસાણાઃ ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પ્રેમલગ્નમાં માતાપિતાની મંજૂરી ફરજિયાત કરવા માટેના સંકેત પાઠવ્યા છે. તેમણે કહ્યું હતું કે આ અંગે જરૂરી અભ્યાસ કરીને નિર્ણય કરવામાં આવશે. પાટીદાર સમાજની માંગ અંગે સરકાર વિચારણા કરશે. પાટીદાર સમાજનો સ્નેહમિલન સમારંભ યોજાયો હતો તેમા મુખ્યમંત્રીએ આ વાતના સંકેત આપ્યા હતા.
ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ સીએમ ભુપેન્દ્ર પટેલની વાતને અનુમોદન આપ્યું છે. પ્રેમલગ્નની નોંધણીમાં કુટુંબની મંજૂરી મુદ્દે વિચારણાને આવકાર હોવાનું તેમણે જણાવ્યું છે. સીએમના આ નિવેદનને જબરજસ્ત સમર્થન મળવા માંડ્યુ છે.

કોંગ્રેસના આગેવાન ઇમરાન ખેડાવાલાએ પણ સીએમની આ વાતને સમર્થન આપ્યું છે. વિધાનસભ્ય ઇમરાન ખેડાવાલાએ ટ્વિટરના માધ્યમથી સીએમના વિચારને આવકાર્યો છે. તેમણે લખ્યું છે કે મુખ્યમંત્રી જો તેમના વચન પર રહે અને સરકાર આ કાયદો વિધાનસભા સત્રમાં લાવે તો તેને મારું સમર્થન છે.

સીએમ ભુપેન્દ્ર પટેલે મહેસાણા ખાતે એસપીજી દ્વારા યોજવામાં આવેલા પાટીદાર સ્નેહમિલન કાર્યક્રમમાં જણાવ્યું હતું કે યુવાનો માતાપિતાની મંજૂરી વગર પ્રેમલગ્ન કરી લેતા હોય છે. આ સંજોગોમાં હવે પ્રેમલગ્નમાં માતાપિતાની મંજૂરી ફરજિયાત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે પાટીદાર સમાજમાં એવી માંગ કરવામાં આવી હતી કે લવમેરેજમાં વાલીની મંજૂરી ફરજિયાત હોવી જોઈએ. તેના પર સીએમે જણાવ્યું હતું કે પ્રેમલગ્નમાં માબાપની સહી ફરજિયાત કરવા માટે જરૂરી અભ્યાસ કરવામાં આવશે. દીકરીઓ પ્રેમલગ્ન પ્રેમલગ્ન પણ કરે અને બંધારણ પણ ન નડે તે અંગે ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવશે.

 

આ પણ વાંચોઃ Dharoi dam/ધરોઈ ડેમ સંપૂર્ણપણે ભરાવવામાં ફક્ત ચાર ફૂટ બાકી, સાત જિલ્લાઓમાં એલર્ટ

આ પણ વાંચોઃ University common act/રાજ્યની આઠ જૂની યુનિવર્સિટી માટે કોમન એક્ટનો ડ્રાફ્ટ જાહેર, ઇલેકશન જ બંધ થઈ જશે

આ પણ વાંચોઃ Youth bike slip/વડોદરામાં ડભોઈ ખાતે યુવકનું બાઇક સ્લીપ થયા બાદ આઇશર નીચે કચડાતા મોત

આ પણ વાંચોઃ સ્મરણ શક્તિ/હિંમતનગરનો મંત્ર પટેલ બોલી રહ્યો છે વૈદિક એ બી સી ડી,તમે નથી સાંભળી, તો બધા કામ બાજુ પર મુકી પહેલા સાંભળી લેજો

આ પણ વાંચોઃ જોખમી મુસાફરી/છોટાઉદેપુરમાં બ્રિજની હાલત કફોડી, વાહન ચાલકો જીવના જોખમે બ્રિજ પરથી થવુ પડે છે પસાર