ગુજરાત/ CM ભુપેન્દ્ર પટેલના હસ્તે ગઢડામાં 20 કરોડના ખર્ચે નવ નિર્મિત લિંબતરું યાત્રી ભવનનું લોકાર્પણ કરાયું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર ગઢડામાં 20 કરોડ રૂપિયાના ખર્ચે નવ નિર્મિત લિંબતરું યાત્રી ભવનનું લોકાર્પણ કર્યું અને શ્રીજીના પૂજન અર્ચન કર્યા હતા.

Gujarat
Untitled 330 CM ભુપેન્દ્ર પટેલના હસ્તે ગઢડામાં 20 કરોડના ખર્ચે નવ નિર્મિત લિંબતરું યાત્રી ભવનનું લોકાર્પણ કરાયું

ગુજરાતના નવા ગાદીપતિ બન્યા બાદ ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકાસને વધારે વેગ મળ્યો છે. ભુપેન્દ્ર સરકારે ખુબ ટૂંકા સમયમાં ઘણા મહત્વના ફેંસલા લીધા છે. આ સાથે ઘણા નવા પ્રોજેક્ટની પણ શરૂઆત કરી છે. નવા મંત્રી મંડળ સાથે ભુપેન્દ્ર પટેલની સરકારે યોજનાઓ, પ્રોજેક્ટને વેગ આપ્યો છે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તીર્થ ક્ષેત્ર ગઢડામાં નવ નિર્મિત લિંબતરું યાત્રી ભવનનું લોકાર્પણ કર્યું હતું.

આ પણ વાંચો ; Tips / ચહેરાના આ ઓપન પોર્સની સમસ્યામાંથી મેળવો 7 જ દિવસમાં છુટકારો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર ગઢડામાં 20 કરોડ રૂપિયાના ખર્ચે નવ નિર્મિત લિંબતરું યાત્રી ભવનનું લોકાર્પણ કર્યું અને શ્રીજીના પૂજન અર્ચન કર્યા હતા. આ મંગળ અવસર પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે
નવસારીના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય સૌરભ પટેલ,આત્મારામ  પરમાર હાજર રહ્યા હતા.

આ પણ વાંચો ;ભાવ વધારો / દશેરાનાં દિવસે પેટ્રોલ-ડીઝલનાં ભાવે લગાવી છલાંગ, જાણો તમારા શહેરમાં શું છે નવા રેટ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે સવારે સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર ગઢડામાં નવ નિર્મિત લિંબતરું યાત્રી ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ લોકાપર્ણમાં ગોપીનાથજી મંદિરના ટ્રસ્ટીઓ,રાકેશ પ્રસાદજી મહારાજ તેમજ ટ્રસ્ટ અને સમાજના અગ્રણીઓ અને ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. આ ભવનની શરૂઆતથી તીર્થ ક્ષેત્ર ગઢડામાં આવતા યાત્રીઓને ખુબ રાહત થશે.