બોર્ડની પરીક્ષા/ ગુજરાતમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ,CM ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભકામનાઓ

રાજ્યમાં ધોરણ 10માં 9 લાખ 64 હજાર 529  વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 95 હજાર 982 રેગ્યુલર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં રીપીટર 11 હજાર 984 પરીક્ષાર્થીઓ છે.

Ahmedabad Top Stories Gujarat
ધોરણ 10 અને 12ની બોર્ડ
  • આજથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ
  • રાજ્યમાં 14લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાયાં
  • ધોરણ-10ના 9 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ
  • ધોરણ-12ના 5 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ
  • પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા બોર્ડનો એક્શન પ્લાન
  • તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા

આજથી ગુજરાત રાજ્ય ધોરણ 10 અને 12ની બોર્ડ ની વાર્ષિક પરીક્ષા શરૂ થશે.રાજ્યમાં કુલ 15 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. કોરોનાકાળ બાદ પહેલીવાર ધો.10 અને 12ના 14 લાખ 98 હજાર 430 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સવારે 10થી બપોરે સવા વાગ્યા દરમિયાન ધોરણ 10 ની પરીક્ષા યોજાશે. તો, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા સવારે અને બપોરે એમ બે તબક્કામાં લેવાશે.

રાજ્યમાં ધોરણ 10માં 9 લાખ 64 હજાર 529  વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 95 હજાર 982 રેગ્યુલર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં રીપીટર 11 હજાર 984 પરીક્ષાર્થીઓ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4 લાખ 25 હજાર 834 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટવિટ કરીને કહ્યું કે, રાજ્યમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે.આ પરીક્ષામાં ગુજરાતના અંદાજે 14 લાખ જેટલા વિદ્યાર્થીઓ દીકરા દીકરીઓ બેસવા જઈ રહ્યા છે.આ તમામ વિદ્યાર્થીઓને સફળતાની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું

રાજ્યભરમાંથી ધોરણ 10ની પરીક્ષા 9,64,529 વિદ્યાર્થીઓ આપશે. અમદાવાદમાં ધોરણ 10 ની 1,07,694 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10 બોર્ડની પરીક્ષાનો સમય સવારે 10 વાગ્યાથી બપોરે 1.15 સુધીનો રહેશે. અમદાવાદ શહેરમાં ધોરણ 10 ની 59,285 વિદ્યાર્થીઓ 7 ઝોનમાં, 34 કેન્દ્રો પર, 205 પરીક્ષા સ્થળમાં, 1,995 બ્લોકમાં પરીક્ષા આપશે. સમગ્ર રાજ્યમાંથી વિજ્ઞાન પ્રવાહની 1,08,067 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.અમદાવાદમાં વિજ્ઞાન પ્રવાહની 12,912 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા બપોરે 3 વાગ્યાથી સાંજે 6.30 દરમિયાન યોજાશે. અમદાવાદ શહેરમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની 7,652 વિદ્યાર્થીઓ 5 ઝોનમાં, 10 કેન્દ્રો પર, 39 પરીક્ષા સ્થળોમાં, 390 બ્લોકમાં પરીક્ષા આપશે. રાજ્યભરમાંથી સામાન્ય પ્રવાહના 4,25,834 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે અમદાવાદમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની 52,537 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સામાન્ય પ્રવાહના કેટલાક વિષયોની પરીક્ષા સવારે 10.30 થી બપોરે 1.45 સુધી તો કેટલાક વિષયોની પરીક્ષા બપોરે 3 વાગ્યાથી સાંજે 6.15 કલાક સુધી યોજાશે.

ગુજરાતના તમામ પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવીની વ્યવસ્થા છે અને સાથે દરેક કેન્દ્રમાં સીસીટીવી રેકોર્ડિંગનું સુપરવિઝન પણ કરવામા આવશે. સંવેદનશીલ અને અતિસંવેદનશીલ કેન્દ્રો પર જિલ્લા લેવલે સ્કવોડ મોકલાશે અને દરેક જિલ્લામાં કલેકટર દ્વારા વર્ગ 1-2 ના અધિકારીઓને પરીક્ષા સ્થળનું મોનિટરિંગ સોંપવામા આવ્યુ છે.

આ પણ વાંચો :રાહુલ ગાંધી અમદાવાદમાં આયોજિત કોંગ્રેસના વિશાળ રોડ શોમાં ભાગ લઈ શકે છે..!!

આ પણ વાંચો :આરોગ્ય સુવિધાઓ પરવડે તેવી અને બધા માટે સુલભ હોવી જોઈએઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રી માંડવિયા

આ પણ વાંચો :CBIએ 9 વર્ષ બાદ બેંક ફ્રોડના આરોપીની કરી ધરપકડ, કેન્યાથી ભારત પરત ફર્યો હતો

આ પણ વાંચો :  ચૂંટણી પહેલા કોંગ્રેસે સોશિયલ મીડિયા ટીમમાં કર્યો મોટો ફેરફાર, શું પરિણામ બદલી શકશે ?