development work/ કચ્છને એક હજાર કરોડના વિકાસ કાર્યક્રમની ભેટ આપશે સીએમ ભુપેન્દ્ર પટેલ

સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ કચ્છમાં એક હજાર કરોડના વિકાસ કાર્યક્રમનું લોકાર્પણ કરી રહ્યા છે. તેમણે ચાર વાગે ભુજ ભચાઉ હાઇવે શિકરા ખાતે આયોજિત કાર્યક્રમમાં 996 કરોડના કુલ 12 કામનું ઇ-ખાતમુહૂર્ત કર્યુ હતુ.

Top Stories Gandhinagar Gujarat
YouTube Thumbnail 2024 03 05T161301.865 કચ્છને એક હજાર કરોડના વિકાસ કાર્યક્રમની ભેટ આપશે સીએમ ભુપેન્દ્ર પટેલ

ભુજઃ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ કચ્છમાં એક હજાર કરોડના વિકાસ કાર્યક્રમનું લોકાર્પણ કરી રહ્યા છે. તેમણે ચાર વાગે ભુજ ભચાઉ હાઇવે શિકરા ખાતે આયોજિત કાર્યક્રમમાં 996 કરોડના કુલ 12 કામનું ઇ-ખાતમુહૂર્ત કર્યુ હતુ. આ ઉપરાંત બીજા 11 કરોડના આઠ કામનું ઇ-લોકાર્પણ કરીને કચ્છને હજાર કરોડથી પણ વધુ રકમના વિકાસ કાર્યક્રમોની ભેટ આપવાના છે.

GSRDC ગાંધીનગર દ્વારા 740 કરોડ રૂપિયાના ખર્ચે ભુજથી ભચાઉ સેકશન રોડનું ખાતમૂહુર્ત કર્યુ હતુ. આ ઉપરાંત ભુજ પંચાયત દ્વારા માર્ગ અને મકાન વિભાગના 138,30 કરોડના ખર્ચે સામખીયાળી-એકલ-બાંભણકા જનાણ રોડનું ખાતમૂહુર્ત કર્યુ હતું.

આ ઉપરાંત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા 51.50 કરોડ રૂપિયાના ખર્ચે મુંદ્રા બારોઈ નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજનાના કામનું ખાતમૂહુર્ત કર્યુ હતું. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના અંજાર જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાના 42.01 કરોડના કામનું ખાતમૂહુર્ત કર્યું હતું.

શિક્ષણ વિભાગ દ્વારા ભચાઉ તાલુકાના સામખિયાળી ખાતે 13.04 કરોડના ખર્ચે મોડેલ ડે શાળાનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. તેની સાથે માર્ગ અને મકાન વિભાગ દ્વારા 4.25 કરોડના ખર્ચે બનેલા લુણી-ગુંદાલા પત્રી ટપ્પર રસ્તાને મજબૂત કરવાના કામનું ખાતમૂહુર્ત કરાયું હતું. રાપર, લખપત, માંડવી, ભુજ તાલુકાના કુલ લગભગ સાત કરોડ રૂપિયાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભુજમાં 1.21 કરોડના ખર્ચે વેક્સિન સ્ટોરના 1000 કરોડના કામનું ખાતમૂહુર્ત કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ