Gujarat/ વાવાઝોડાની આપત્તિ સામેના ગુજરાતના સહિયાર પ્રયાસ માટે CM મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને પ્રજાજેગ સંદેશ પાઠવ્યો

બિપરજોય વાવાઝોડાની આપત્તિ સામે સમગ્ર ગુજરાતે કરેલા આયોજનબદ્ધ, મક્કમ અને સહિયારા પ્રયાસો માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકો ને પ્રજાજોગ સંદેશ પાઠવ્યો છે

Top Stories Gujarat
1 1 વાવાઝોડાની આપત્તિ સામેના ગુજરાતના સહિયાર પ્રયાસ માટે CM મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને પ્રજાજેગ સંદેશ પાઠવ્યો

બિપરજોય વાવાઝોડાની આપત્તિ સામે સમગ્ર ગુજરાતે કરેલા આયોજનબદ્ધ, મક્કમ અને સહિયારા પ્રયાસો માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકો ને પ્રજાજોગ સંદેશ પાઠવ્યો છે.

 

ઉલ્લેખનીય છે કે બિપરજોય વાવાઝોડાના લીધે ભારે તારાજી ગુજરાતમાં જોવા મળી છે અનેક વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે. અને ભારે નુકશાન થયા હોવાના સમાચાર છે, પણ આ વાવાઝોડા સામે ગુજરાતના લોકો સરહાનીય કામગીરી કરીને ખુબ સારી રીતે કરી છે તે અંગે મુખ્યમંત્રીએ સરહાનીય પ્રયાસ અંગે નાગરિક જોગ સંદેશો પાઠવ્યો છે.ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડું લેન્‍ડ ફોલ Biperjoy કરી ચુક્‍યું હતું. મોડી રાત્રે લગભગ 12 વાગ્‍યાની આસપાસ કચ્‍છમાં જખૌથી ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાએ પ્રવેશ કર્યો અને આખી રાત વાવાઝોડાએ કહેર વરસાવ્‍યો. વાત અહીં પૂરી નથી થતી.હવે આ વાવાઝોડું આજે સાંજથી રાજસ્થાનને ધમરોળે તેમ માનવામાં આવે છે. આજે 16 જુને પવનની ગતિ તો ગઈ કાલ કરતાં ઘટી ગઈ છે. પરંતુ આજે ગુજરાતના 17 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.