BANASHKANTHA/ બનાસકાંઠામાં રૂ.241.34 કરોડની સિપુ જૂથ યોજનાનું મુખ્યમંત્રીએ કર્યું ખાતમૂર્હત

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે બનાસકાંઠાના ધાનેરા ખાતે સિપુ જૂથ યોજના આધારિત પાણી પુરવઠાની રૂ.૨૪૧.૩૪ કરોડના ખર્ચે નિર્માણ પામનાર યોજનાનું ખાતમૂર્હત રવિવારે કરવામાં આવ્યું હતું.

Gujarat Others
a 85 બનાસકાંઠામાં રૂ.241.34 કરોડની સિપુ જૂથ યોજનાનું મુખ્યમંત્રીએ કર્યું ખાતમૂર્હત

@ભરત સુંદેશા, મંતવ્ય ન્યૂઝ – બનાસકાંઠા

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે બનાસકાંઠાના ધાનેરા ખાતે સિપુ જૂથ યોજના આધારિત પાણી પુરવઠાની રૂ.૨૪૧.૩૪ કરોડના ખર્ચે નિર્માણ પામનાર યોજનાનું ખાતમૂર્હત રવિવારે કરવામાં આવ્યું હતું. આ યોજના આકાર પામતા ધાનેરા અને દાંતીવાડા વિસ્તારના 119 ગામોની પીવાના પાણીની કાયમી સમસ્યા દૂર થશે.

આ પણ વાંચો : વિકાસ: નામ તો છે અરજનસુખ પણ સુખ સુવિધાથી આજે પણ વંછિત…

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા, દાંતીવાડા અને ડીસા તાલુકાના ૧૧૯ ગામો અને ધાનેરા શહેર માટે નર્મદા મુખ્ય નહેરમાંથી ભાપી ઓફટેક આધારિત સીપુ જુથ સુધારણા પાણી પુરવઠા યોજના અંતર્ગત ફેઝ- ૧, ફેઝ- ૨ અને ફેઝ -૩ હેઠળના કામોનું ખાતમુર્હૂત તા. ૬ ડિસેમ્બર-૨૦૨૦, રવિવારના રોજ સવારે-૧૧.૦૦ કલાકે ધાનેરા મુકામે કે. આર. આંજણા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કેમ્પસ ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ યોજનાથી આ વિસ્તારની કુલ-૩,૯૧,૦૦૦ વસ્તીને શુધ્ધ પીવાના પાણીનો લાભ મળશે.આ પાણીદાર આયોજનના લીધે બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા વિસ્તારને પીવાના પાણીની સમસ્યામાંથી કાયમી છૂટકારો મળશે.

આ ઉપરાંત સરકારની નલ સે જલ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારની પીવાના પાણીની આંતરીક માળખાકીય સુવિધા પુરી પાડવા તથા દરેક ઘરને ઘર આંગણે નળ કનેકશન મારફતે પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરવાની નેમ સાથે બનાસકાંઠા જિલ્લાના ૩૧ ગામો માટે રૂપિયા રૂ. ૧.૮૩ કરોડના ખર્ચે પણ યોજના આકાર લઇ રહી છે. આ કામો પૂર્ણ થયેથી જુદા જુદા નવ તાલુકાના ૩૧ ગામોની કુલ- ૬પ,૩૫૯ વસ્તીને પીવાના પાણીનો લાભ મળશે તથા બનાસકાંઠા જિલ્લાના ૭૮ ગામો માટે રૂપિયા રૂ.૨.૮૯ કરોડના ખર્ચે પૂર્ણ થયેલ યોજનાનું પણ લોકર્પણ કરાયુ હતું. આ સંપૂર્ણ આયોજનથી જિલ્લાના તમામ ૧૪ તાલુકાના ૭૮ ગામોની ૨,૩૮,૦૪૬ વસ્તીને પીવાના પાણીનો લાભ ઘર આંગણે નળ કનેકશન મારફતે મળશે.મુખ્યમંત્રી હેલિકોપટરથી આવતા તેમનું સ્વાગત કરાયું હતું.

આ પણ વાંચો :ahmedabad: AMCની સંચાલિત આ લાઈબ્રેરીની ઘોર બેદરકારી આવી સામે…

કાર્યક્રમમાં બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલ,ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા,કાંકરેજના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા,જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ વાઘેલાને ભરત સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…