મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની માતૃશક્તિને આત્મનિર્ભરના માર્ગે વાળવા શરૂ કરેલી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની સંપૂર્ણ માહિતી-વિગતો પારદર્શી રીતે મળી રહે તેવા ઉદાત્ત ઉદ્દેશ્યથી આ યોજનાનું વેબ પોર્ટલ લોંચ કર્યુ હતું. રાજ્ય મંત્રીમંડળની મળેલી બેઠકમાં આ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની પ્રગતિ, લાભાર્થીઓની તેમજ સહભાગી બેંકો-નાણાંકીય સંસ્થાઓની વિસ્તૃત માહિતી સાથેનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રીએ આ વેબ પોર્ટલ www.mmuy.gujarat.gov.in નું લોન્ચીંગ કર્યુ હતું. રાજ્યમાં આ બહુહેતુક મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં પ૦ હજાર અને શહેરી ક્ષેત્રોમાં પ૦ હજાર એમ ૧ લાખ મહિલા જૂથોની ૧૦ લાખ માતા-બહેનોને જૂથ દીઠ રૂ. ૧ લાખની સહાય પોતાના ગૃહ ઊદ્યોગ-નાના વ્યવસાય શરૂ કરવા માટે આપવામાં આવે છે.
જોઇન્ટ લાયાબીલીટી અર્નિગ એન્ડ સેવીંગ જૂથની રચના કરીને આવા મહિલા ગૃપને નેશનલાઇઝડ બેન્ક, ખાનગી બેંકો, સહકારી બેંકો અને વિવિધ ધિરાણ સંસ્થાઓ મારફત રૂ. ૧ લાખનું ધિરાણ અપાશે.
લોંચ કરેલા વેબ પોર્ટલ www.mmuy.gujarat.gov.in પરથી યોજનાની સંપૂર્ણ વિગતો, લાભાર્થીની પાત્રતા તેમજ જૂથની રચના થતાં જ ગ્રામીણસ્તરેથી તેની વિગતો પોર્ટલ પર ઉપલબ્ધ બનશે. આના પરિણામે યોજનામાં સહભાગી બેંકોને તેમના કાર્યક્ષેત્રના મહિલાજૂથોની વિગતો સીધી જ મળતી થવાથી લોન-સહાય એપ્રૂવલની પ્રક્રિયા ઝડપી બનશે અને પેપરલેસ ગર્વનન્સનો અભિગમ સાકાર થતાં બેંકો આ પોર્ટલ પરના સ્ટેટસના આધારે મહિલા જૂથોની લોન-ધિરાણ અંગેની પોતાની પ્રોસેસ શરૂ કરી દેશે. એટલું જ નહિ, જે-તે મહિલા જૂથના લાભાર્થી કે નોંધણીકારને પણ વેબ પોર્ટલ પરથી તેમની લોન-ધિરાણની સ્થિતીની જાણકારી મળી રહેશે. પેપરલેસ અને લેસ હ્યુમન ઇન્ટરફેઇસ કાર્ય વ્યવસ્થા વિકસાવવાની જે નેમ રાખી છે તેમાં આ પોર્ટલ નવું સિમાચિન્હ બનશે.
શિષ્યવૃત્તિ / અનુ.જા. બાળકોના ભવિષ્યને લઇ સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, શિષ્ય…
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, મુખ્યમંત્રી રૂપાણીએ તા.૧૭મી સપ્ટેમ્બર-ર૦ર૦ના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસની રાજ્યની મહિલાશક્તિની આર્થિક ઉન્નતિની ભેટ રૂપે આ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવેલો છે. આ યોજનાના સફળ અમલીકરણ માટે રાજ્ય સરકારે ૬પ અર્બન કો-ઓપરેટીવ બેન્ક તથા કુલ ૧ર૪ જેટલી સહકારી તેમજ અન્ય બેંક મળી ૧૮૯ સંસ્થાઓ સાથે MoU અત્યાર સુધી કરેલા છે.
Political / ભાજપ અને સંઘ બંનેના સુપ્રીમો ગુજરાતમાં, શું હોઈ શકે છે રણનીત…
મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અન્વયે રાજ્યભરમાં ૪૪૮પ૪ જેટલા જોઇન્ટ લાયાબિલીટી અર્નિગ એન્ડ સેવિંગ જૂથોની રચના થઇ ગઇ છે. આના પરિણામે રાજ્યની આવી ૪ લાખ ૪૮ હજાર માતા-બહેનોને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ મળશે.
Gandhinagar: સરકારના નિર્ણયનો વાલીઓએ કર્યો વિરોધ, કમલમ ખાતે કરી આ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…