ચૂંટણી પરિણામ/ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લહેરાયો ભગવો, કોંગ્રેસ વિપક્ષને પણ લાયક નથી : CM રુપાણી

કમલમ ખાતે સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે, રાજ્યના શહેરો કરતા પણ સારુ પરિણામ ગામડામાં મળ્યું છે.

Top Stories Gujarat Others
A 39 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લહેરાયો ભગવો, કોંગ્રેસ વિપક્ષને પણ લાયક નથી : CM રુપાણી

રવિવારે યોજાયેલી જીલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી બાદ આજે મતગણતરી હાથ ધરવામાં આવી છે, જેમાં અત્યારસુધીમાં મળેલા પરિણામો મુજબ ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારબાદ હવે ભાજપના કાર્યાલય ભાજપ ખાતે ઉજવણી શરુ કરી દેવામાં આવી છે, જેમાં મુખ્યમંત્રી રુપાણી પણ શામેલ થયા હતા.

કમલમ ખાતે સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે, રાજ્યના શહેરો કરતા પણ સારુ પરિણામ ગામડામાં મળ્યું છે. કોંગ્રેસના પણ અનેક દિગ્ગજો અને ધારાસભ્ય હારી ગયા છે. નિરંજન ભટ્ટ હારી ગયા છે. કોંગ્રેસી નેતાઓના કુટુંબીજનો હારી ગયા છે. ગુજરાતમાં જે રીતે કોંગ્રેસનો સફાયો થયો છે તે બતાવે છે કે ગુજરાત ભાજપનો ગઢ છે.

આ પણ વાંચો : દેશમાં વેક્સીનેશનના બીજા તબક્કાનો પ્રારંભ, CM રુપાણી 15 દિવસ બાદ લેશે રસી

વધુમાં સીએમએ કહ્યું કે, ભૂતકાળમાં કોઈ પણ પાર્ટીને આટલી બધી બેઠકો મળી નથી, આ પાર્ટીના કાર્યકર્તાઓના પરિશ્રમ બદલ અભિનંદન પાઠવું છું. 2017માં અમે જીત્યા, 2019માં પણ જીત્યા અને 2021માં પણ જીત્યા છે અને 2022માં પણ ફરીવાર ભાજપની સરકાર માટે પાયો નંખાયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ પર નિશાન સાધતાં સીએમ રૂપાણીએ કહ્યું કે, કોંગ્રેસ સત્તા જ નહીં વિપક્ષને પણ લાયક નથી  અને પ્રજાએ શોધી-શોધીને કોંગ્રેસને હરાવી છે.

આ પણ વાંચો : હાર્દિક પટેલનાં હોમટાઉન વિરમગામમાં કોંગ્રેસનું કંગાળ પ્રદર્શન

આપને જણાવી દઈએ કે, ગુજરાતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પહેલા રાજ્યના ૬ મહાનગરો અને ત્યારબાદ જીલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં પણ કોંગ્રેસનો રકાસ નીકળી ગયો છે, જયારે ભાજપનો એકતરફી વિજય થયો છે.