Not Set/ રાજ્યમાં આગામી બે દિવસ કોલ્ડવેવની આગાહી, 5.0 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર

કેલેન્ડર પ્રમાણે શિયાળાની શરુઆત તો ગુજરાતમાં ક્યારની થઇ ગઇ છે, પરંતુ લાબો સમય વીતી ગયા બાદ પણ હજુ કહી શકાય કે જે શિયાળો જામવો જોઇએ તેવુ લાગી રહ્યું નથી.

Gujarat Others
winter રાજ્યમાં આગામી બે દિવસ કોલ્ડવેવની આગાહી, 5.0 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર
  • રાજ્યમાં આગામી બે દિવસ કોલ્ડવેવની આગાહી
  • રાજકોટ અને કચ્છમાં જોવા મળશે મહત્તમ અસર
  • 48 કલાક કચ્છ-રાજકોટમાં કોલ્ડવેવની આગાહી
  • હવામાન વિભાગ દ્વારા કરાઇ આગાહી
  • 48 કલાક કચ્છ-રાજકોટમાં કોલ્ડવેવની આગાહી

Gujarat winters: Second cold spell commences in Gujarat, Naliya records  lowest minimum of the season | Skymet Weather Services

કેલેન્ડર પ્રમાણે શિયાળાની શરુઆત તો ગુજરાતમાં ક્યારની થઇ ગઇ છે, પરંતુ લાબો સમય વીતી ગયા બાદ પણ હજુ કહી શકાય કે જે શિયાળો જામવો જોઇએ તેવુ લાગી રહ્યું નથી. વેસ્ટર્ન ડિસ્ટર્બ્નસનાં કારણે ભર શિયાળે બે દિવસ પહેલા ગુજરાતનાં અનેક ભાગોમાં વરસાદ પણ જોવામાં આવ્યો અને પછી વાદળ છાયા વાતાવરણનાં કારણે ગુજરાત ઢંકાયેલું જોવામાં આવી રહ્યું હતું. જો કે, હવે વાદળે વિખેરાય ગયા છે અને માટે જ રાજ્યમાં આગામી બે દિવસ કોલ્ડવેવની આગાહી પણ કરવામાં આવી છે.

Bengol Election / ઓવૈસીના કારણે બંગાળમાં બિહારવાળીનો ડર, ભાજપથી મોટો ચોર કોઇ ન…

રાજકોટ અને કચ્છમાં જોવા મળશે મહત્તમ અસર

Gujarat winter 2020 weather forecast Ambalal patel– News18 Gujarati

આગામી બે દિવસનાં કોલ્ડવેવની મહત્તમ અસરો સૌરાષ્ટ્રનાં રાજકોટ અને કચ્છમાં વધુ જોવા મળશે. આગામી 48 કલાક કચ્છ-રાજકોટમાં કોલ્ડવેવની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત સહિત આગામી 48 કલાક માટે અને ખાસ કરીને કચ્છ-રાજકોટમાં કોલ્ડવેવ જોવામાં આવશે અને ઠંડીનું પ્રમાણ મહત્મ જોવામાં આવશે.

 

  • આગામી સમયમાં ઠંડીનું પ્રમાણ વધશે
    હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
    16 થી 18 વાદળછાયા સાથે ઠંડીનું જોર વધશે
    ડીસે. 22 બાદ ઉ.ગુજ.માં તાપમાન નીચું રહેશે
    ઉત્તર ગુજરાતમાં 9 ડિ.ગ્રી સેલ્સિ. તાપમાન જશે

Amid cold-wave and cold-day conditions Naliya records minimum of 5.8°C,  Ahmedabad at 8.1°C | DeshGujarat

આગલા બે દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે, આગામી 16 થી 18 વાદળછાયા સાથે ઠંડીનું જોર વધશે અને ડીસે. 22 બાદ ઉત્તર ગુજરાતમાં તાપમાન નીચું રહેશે. ઉત્તર ગુજરાતમાં 9 ડિ.ગ્રી સેલ્સિયસ તાપમાન જશે તેવુ ભવિષ્ય કથન પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવ્યું છે.

  • ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ
  • 5.0 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર
  • અમદાવાદમાં લઘુત્તમ 17.1 ડિગ્રી તાપમાન
  • વડોદરામાં 17.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન
  • સુરતમાં લઘુત્તમ 18.8 ડિગ્રી તાપમાન
  • રાજકોટમાં 13.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન
  • ગાંધીનગરમાં 16.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન
  • આગામી બે દિવસ કૉલ્ડવેવની રહેશે અસર 

Gujarat monsoon to set in by 15th : IMD – GSTV

હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહીની અસરો જોવામાં પણ આવી રહી હોવાનું કહેવુ અતિશયોક્તિ નહી કહેવાય કારણે કે, ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ શરુ થઇ ગયો છે. 5.0 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર રહ્યું હોવાનું હવામાન વિભાગ દ્વાર નોંધવામાં આવે છે. રાજ્યના મહાનગરોમાં પણ ઠંડીનો અહેસાસ વર્તાઇ રહ્યો છે. અમદાવાદમાં લઘુત્તમ 17.1 ડિગ્રી તાપમાન, વડોદરામાં 17.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં લઘુત્તમ 18.8 ડિગ્રી તાપમાન અને રાજકોટમાં 13.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધવામાં આવ્યું છે. સાથે સાથે ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં 16.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ છે.

આપણ જુઓ – ગુજરાતમાં કોલ્ડવેવની આગાહી…Watch 7 AM News

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…