Tellywood/ કપિલ શર્માને મુંબઈ પોલીસે પાઠવ્યું સમન્સ, આ કેસમાં થશે પૂછપરછ

મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર કપિલ શર્માએ કાર ડિઝાઇનર દિલીપ છાબરીયા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. હવે તેમને સાક્ષી તરીકે પોતાનું નિવેદન રેકોર્ડ કરવા માટે કહેવામાં આવ્યું છે.

Entertainment
a 95 કપિલ શર્માને મુંબઈ પોલીસે પાઠવ્યું સમન્સ, આ કેસમાં થશે પૂછપરછ

કોમેડિયન કપિલ શર્માને મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે નિવેદન નોંધવા માટે સમન્સ પાઠવ્યું છે. આ કાર ડિઝાઇનર દિલીપ છાબરીયાની કથિત છેતરપિંડી અને બનાવટીનો કેસ છે.

મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર કપિલ શર્માએ કાર ડિઝાઇનર દિલીપ છાબરીયા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. હવે તેમને સાક્ષી તરીકે પોતાનું નિવેદન રેકોર્ડ કરવા માટે કહેવામાં આવ્યું છે.

આપને જણાવી દઈએ કે 29 ડિસેમ્બરની સાંજે ડીસી ડિઝાઇન પ્રાઈવેટ લિમિટેડના સ્થાપક, દિલીપ છાબરીયાને ક્રાઇમ બ્રાંચના ક્રાઈમ ઇન્ટેલિજન્સ યુનિટ (સીઆઈયુ) દ્વારા અંધેરીના એમઆઈડીસીમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

મુંબઈ ક્રાઈમ બ્રાંચ અનુસાર, 18 ડિસેમ્બરે તેમની ટીમને એક ગુપ્ત માહિતી મળી હતી કે એક જ એન્જિન અને ચેસીસ નંબરના બે કે તેથી વધુ વાહનો છે અને તેમાંથી એક કુલાબામાં તાજ હોટલ નજીક આવવાનું છે. આ પછી ક્રાઇમ બ્રાંચની ટીમ ઘટના સ્થળે પહોંચી ડીસી કારને અટકાવી હતી અને તે સન્માન સાથે તે કારના કાગળો તપાસ્યા હતા.

જાણવા મળ્યું હતું કે આ વાહન 2016 માં તામિલનાડુ રાજ્યમાં નોંધાયેલું હતું. જ્યારે ક્રાઈમ બ્રાંચે ભારત સરકારના વાહન પોર્ટલ પર તે વાહનના એન્જિન અને ચેસીસ નંબરની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે સમાન એન્જિન અને ચેસીસ નંબરનું બીજું વાહન છે જે 2017 માં હરિયાણા રાજ્યમાં નોંધાયેલું હતું.

કપિલ શર્માની વેનિટી વાનનો મામલો સામે આવી રહ્યો છે. કપિલ શર્માએ દિલીપ છાબરીયા પાસે શાહરૂખ ખાનની જેમ વેનિટી બનાવવા માટે સંપર્ક કર્યો હતો. અડધા પૈસા આપ્યા પણ વેનિટી આપી નહીં. આ અંગે પુછપરછ થઇ શકે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો