Not Set/ દાહોદ/ આદિવાસી બાહુલ્ય જીલ્લામાં બાળ મૃત્યુદર વિકસિત જીલ્લાની સરખામણી એ ….

હાલમાં ગુજરતમાં અને તેમાય ખાસ કરીને મુખ્યમંત્રીના શહેર એટલેકે રાજકોટ માં બાળ મૃત્યુનો દર અંગે આવેલા ચોકાવનારા છે. તે સાથે ગુજરાતમાં પણ વિવિધ હોસ્પિટલોમાં બાળ મૃત્યુ અંગેના આંકડા ચોકાવનારા આવ્યા છે.  ત્યારે અચરજ પમાડે તેવી વાત સામે આવી છે. ગુજરાતમાં જેની ગણના આદીવાસી વિસ્તાર તરીકે થાય છે, તેવા દાહોદમાં બાળ મરણના આંકડા જોઈ આશ્ચર્ય ઉપજે […]

Gujarat Others
વડોદરા 2 દાહોદ/ આદિવાસી બાહુલ્ય જીલ્લામાં બાળ મૃત્યુદર વિકસિત જીલ્લાની સરખામણી એ ....

હાલમાં ગુજરતમાં અને તેમાય ખાસ કરીને મુખ્યમંત્રીના શહેર એટલેકે રાજકોટ માં બાળ મૃત્યુનો દર અંગે આવેલા ચોકાવનારા છે. તે સાથે ગુજરાતમાં પણ વિવિધ હોસ્પિટલોમાં બાળ મૃત્યુ અંગેના આંકડા ચોકાવનારા આવ્યા છે.  ત્યારે અચરજ પમાડે તેવી વાત સામે આવી છે. ગુજરાતમાં જેની ગણના આદીવાસી વિસ્તાર તરીકે થાય છે, તેવા દાહોદમાં બાળ મરણના આંકડા જોઈ આશ્ચર્ય ઉપજે છે.

દાહોદ જિલ્લો આદિવાસી બહુલ જિલ્લો છે અને વર્ષોથી પછાત ગણાતો આ જિલ્લો છેલ્લા કેટલાક વર્ષોથી પ્રગતિ કરી રહ્યો છે. સરકાર આ જિલ્લા માટે તમામ ક્ષેત્રે ખાસ કરીને આરોગ્ય ને લઈને ખૂબ વધુ ફોક્સ આ જિલ્લા ઉપર આપે છે. અને એટલેજ દેશમાં 117 જિલ્લાઓમાં (Aspirational) એસપીરેશનલ એટલેકે મહ્ત્વકાંશી જિલ્લાઓમાં દાહોદનો ગુજરાતમાંથી બે જિલ્લાઓ પૈકી સમાવેશ છે.

દાહોદમાં છેલ્લા 15 વર્ષોમાં ઘણા નવા phc અને chc સેન્ટરસ ખુલ્યા છે જેનાથી આરોગ્ય ક્ષેત્રે પરિણામો સુધાર્યા છે. દાહોદ જિલમાં મુખ્યત્વે જો દાહોદ ના જિલ્લા હોસ્પિટલ zydus ની આંકડાકીય માહિતી પર એક નજર કરીએ તો છેલ્લા વર્ષની 2019 જાન્યુઆરી થી 2019 ડિસેમ્બર સુધીમાં એવરેજ જેને કહીએ તો તે દર મહિને ચાર બાળક મૃત્યુ પામ્યા છે. અને છેલ્લા વર્ષમાં કુલ 4551 નોર્મલ ડિલિવરી અને 810 સિઝેરિયન ડિલિવરી ના કેસ થયા છે એટલે બંને ને મળી કુલ 5361 ડિલિવરી થઈ છે આખા વરસમાં અને તેમાં 51 બાળકો બાર મહીનામાં કુલ મૃત્યુ પામ્યા છે.

જેમાં અમુક બાળકો Premature ડિલિવરી, Birth Extesiya, Born Heart dieases અને રેસ્પિરેટરી પ્રોબ્લેમ જેવી ગંભીર બીમારીઓ અને સમસ્યાઓ ના કારણે મૃત્યુ થયા  છે. દાહોદ ની જિલ્લા હોસ્પિટલની સ્થિતિની જો વાત કરીએ તો દાહોદમાં ભૂતકાળમાં નહોતી તેવી સુવિધાઓ આજે ઉપલબ્ધ છે.

દાહોદ સિવિલ હોસ્પિટલમાં હાલમાં પીડિયાટ્રિક વિભાગમાં 20 થી 25 બાળકો વિવિધ ટ્રીટમેન્ટ માટે એડમિટ હતા. જેમાં વહેલી થયેલ ડિલિવરી ના કારણે જે ઓછા વજન ના બાળકોનો જન્મ થયો હોય તેવા બાળકોને ઈંક્યુબ્લેટર ફેસિલિટી સાથે હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા અને ટ્રીટમેન્ટ ચાલતી હતી. જનરલ ડીપાર્ટમેન્ટમાં જોવા જઈએ તો પેટ ની તકલીફ અશક્તિ અને વાયરલ તેમજ ઠંડી ના લીધે ખાંસી શરદી ના કેસો હતા.

મંતવ્ય ન્યૂઝ ની ટીમે આ તમામ વાલીઓ ને પૂછતાં તેઓએ કહ્યું કે ટ્રીટમેન્ટ સારી મળી રહે છે. અને સાથે સાથે જમવાનું પણ ચોખ્ખું મળી રહે છે.દાહોદ સિવિલમાં આમતો મુખ્ય સુવિધાઓ જેમકે oxygen, ઈંક્યુબીલેટર , કર્ડીઓ મેઝરમેન્ટ ડિવાઇસ, ઇમેરજેનસી સ્ટાફ તેમજ બોટલો અને દવાઓ ઉપલબ્ધતા છે.  અને પેશન્ટ ને સમયસર મળી પણ રહે છે.

ગુજરાત સરકારના મોરટાલિટી રેટ 1000 બાળકોએ 30 નો છે . એટલે કે દર 1000 બાળકમાંથી એવરેજ ત્રીસ બાળકો મૃત્યુ પામે છે. જેની સાથે જો દાહોદજિલ્લાનો આંકડો જોઈએ તો તે 1000બાળકે માત્ર 23 જેટલો છે. જે રાજ્ય ની સ્થિતિ કરતા ઓછો છે. અને દાહોદ જિલ્લા મુખ્ય હોસ્પિટલમાં તો 5361 બાળકોએ માત્ર 51 બાળકોનો મૃત્યુ દર છે જે 1000 ઉપર ગણિયે તો એવરેજ માત્ર 10 બાળકનું મૃત્યુ થાય છે,  જે રાજ્ય ના 30 કરતા ત્રીજા ભાગનું છે અને જિલ્લાના કરતા 50% થી પણ ઓછું છે. એટલે પછાત જિલ્લો હોવા છતાં રાજ્યના અકડાની દ્રષ્ટિએ આ મોરટાલિટી સારી ગણાય.

જિલ્લા આરોગ્ય અધિકારી નું કહેવું છે કે આ 23 બાળકો નું મૃત્યુ પણ વધુજ ગણાય. હજી પણ આ માત્રા ઘટાડવા માટે દાહોદ જિલ્લા કલેકટર વિજય ખરાડી અને જિલ્લા વિકાસ અધિકારી ની સૂચના અને માર્ગદર્શન હેઠળ વધુ ને વધુ સારી કામગીરી કરી મોરટાલિટી ઘટાડવા માટે મહેનત કરી રહ્યા છે અને કરીશું.

નેહલ શાહ મંતવ્ય ન્યૂઝ દાહોદ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.