FIR/ સુરેન્દ્રનગરના કુડલા ગામે બે પક્ષો વચ્ચે ખેલાયેલા ધિંગાણામાં 21 શખ્સો સામે ફરિયાદ 

ચુડા તાલુકા કુડલા ગામે પશુ ચરાવવા બાબતે ગીગાભાઈ શિયાળિયાના અને હરીભાઈ શિયાળિયાના કુટુંબીજનો વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલીએ ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બન્ને પક્ષોના સભ્યો લાકડી, લોખંડના પાઈપ, ફરસી, ધારિયા સહિત હથિયારો લઈ સામસામે આવી ગયા એકબીજા ઉપર હુમલો કર્યો હતો.

Gujarat Trending
dhingana 1 સુરેન્દ્રનગરના કુડલા ગામે બે પક્ષો વચ્ચે ખેલાયેલા ધિંગાણામાં 21 શખ્સો સામે ફરિયાદ 

સચિન પીઠવા, સુરેન્દ્રનગર@મંતવ્ય ન્યૂઝ

ચુડા તાલુકાના કુડલા ગામે પશુઓ ચારવા બાબતે બે પક્ષો વચ્ચે ધિંગાણું ખેલાયું હતું. બન્ને પક્ષોના સભ્યો લાકડી, ધારિયા, ફરસી સહિતના હથિયારો લઈ એકબીજા ઉપર તૂટી પડ્યા હતા. જેમાં બન્ને પક્ષોના 9 લોકોને ઈજા પહોંચી હતી. બન્ને પક્ષોના 21 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

dhingana 2 સુરેન્દ્રનગરના કુડલા ગામે બે પક્ષો વચ્ચે ખેલાયેલા ધિંગાણામાં 21 શખ્સો સામે ફરિયાદ 

ચુડા તાલુકા કુડલા ગામે પશુ ચરાવવા બાબતે ગીગાભાઈ શિયાળિયાના અને હરીભાઈ શિયાળિયાના કુટુંબીજનો વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલીએ ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બન્ને પક્ષોના સભ્યો લાકડી, લોખંડના પાઈપ, ફરસી, ધારિયા સહિત હથિયારો લઈ સામસામે આવી ગયા એકબીજા ઉપર હુમલો કર્યો હતો.હુમલામાં એક પક્ષના ભુરાભાઈ શિયાળીયા, દાનાભાઈ શિયાળીયા, રામાભાઇ શિયાળીયા, ગીગાભાઈ શિયાળીયા, મયુરભાઈ શિયાળીયા, વાલાભાઈ શિયાળીયાને ઈજા પહોંચી હતી. જયારે સામે પક્ષે હરીભાઈ શિયાળીયા, ગગજીભાઈ શિયાળીયા અને સગરામભાઈ શિયાળીયાને ઈજા પહોંચી હતી.

બન્ને પક્ષોના 21 શખ્સો સામે ચુડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

સગરામ ગેલા શિયાળીયા, દેવકરણ વિહા શિયાળીયા, મહેશ ગગજી શિયાળીયા, હરી મુળુ શિયાળીયા, હરી ગગજી શિયાળીયા, ગગજી વિહા શિયાળીયા, મુળુ વામા શિયાળીયા, હિરા મુળુ શિયાળીયા, ખીમા વામા શિયાળીયા, મુન્ના ખીમા શિયાળીયા, રામા ખીમા શિયાળીયા, રમેશ દેવકરણ શિયાળીયા, વિપુલ સગરામ શિયાળીયા, જાગા ગગજી શિયાળીયા, રાજુ જાગા શિયાળીયા, ભુરા ગોવિંદ શિયાળીયા, રામા ભુરા શિયાળીયા, વાલા ગોવિંદ શિયાળીયા, દાના ગોવિંદ શિયાળીયા, મયુર જાગા શિયાળીયા, જાગા ગોવિંદ શિયાળીયા.

majboor str 19 સુરેન્દ્રનગરના કુડલા ગામે બે પક્ષો વચ્ચે ખેલાયેલા ધિંગાણામાં 21 શખ્સો સામે ફરિયાદ