વિવાદ/ ‘અશ્લીલ કન્ટેન્ટ’ને લઈને ઉર્ફી જાવેદ સામે ફરિયાદ, ‘હાય હાય યે મજબૂરી’ ગીતમાં આવો ડ્રેસ પહેરીને આવી વિવાદમાં

ઉર્ફી જાવેદનું ગીત ‘હાય હાય યે મજબૂરી’ 11 ઓક્ટોબરે રિલીઝ થયું હતું અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યુબ પર તેને 8 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.

Trending Entertainment
ઉર્ફી જાવેદ

પોતાની વિચિત્ર ફેશન સેન્સને કારણે ચર્ચામાં રહેતી ઉર્ફી જાવેદ આ વખતે તેના ડ્રેસને કારણે મુશ્કેલીમાં છે. દિલ્હીમાં એક અજાણ્યા વ્યક્તિએ ઉર્ફી જાવેદ વિરુદ્ધ ‘ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં અશ્લીલ સામગ્રી પ્રકાશિત કરવા અથવા પ્રસારિત કરવા’ માટે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદીએ આ ફરિયાદ ઉર્ફી જાવેદના નવા મ્યુઝિક વીડિયો ‘હાય હાય યે મજબૂરી’ને લઈને કરી છે. જોકે, ઉર્ફીએ 23 ઓક્ટોબરે નોંધાવેલી ફરિયાદનો જવાબ આપ્યો નથી. ઉર્ફી જાવેદનું ગીત ‘હાય હાય યે મજબૂરી’ 11 ઓક્ટોબરે રિલીઝ થયું હતું અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યુબ પર તેને 8 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. ‘હાય હાય…’નું રિપ્રાઇઝ્ડ વર્ઝન શ્રુતિ રાણેએ ગાયું છે અને સંગીત ગૌરવ દાસગુપ્તાએ આપ્યું છે.

પીઢ અભિનેત્રી ઝીનત અમાન હાય હાય યે મજબૂરીના મૂળ સંસ્કરણમાં જોવા મળી હતી. આ ગીત 1974માં આવેલી ફિલ્મ ‘રોટી કપડા ઔર મકાન’માં ફિલ્માવવામાં આવ્યું હતું. જોકે, આ પહેલીવાર નથી જ્યારે ઉર્ફી તેના કપડાના કારણે મુશ્કેલીમાં આવી હોય. ક્યારેક તેને આ કારણે ટ્રોલનો પણ સામનો કરવો પડે છે. આપને જણાવી દઈએ કે, ઉર્ફી જાવેદ હાલમાં જ લોકપ્રિય ઝીનત અમાનના ગીત ‘હાય હાય યે મજબૂરી’ના રિમેક મ્યુઝિક વીડિયોમાં જોવા મળી હતી. આ ગીતમાં ઉર્ફીના લુકને કારણે સોશિયલ મીડિયા પર પણ ભારે ખળભળાટ મચી ગયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

ઉર્ફી જાવેદ બિગ બોસ ઓટીટીને લઈને ચર્ચામાં આવી હતી. તે બડે ભૈયા કી દુલ્હનિયા, મેરી દુર્ગા, બેપન્નાહ અને પંચ બીચ સીઝન 2 માં જોવા મળી છે. સોશિયલ મીડિયા પર ઉર્ફીના નવા લુક્સનો દબદબો રહે છે. તે તેના ડ્રેસ સાથે નવા નવા પ્રયોગ કરતી રહે છે.

આ પણ વાંચો:અમદાવાદની આ બેઠકમાં ભાજપના ચાલુ ઘારાસભ્ય સામે કાર્યકરોએ નિરિક્ષકને પત્ર લખતા ખળભળાટ

આ પણ વાંચો:  શું છે યુનિફોર્મ સિવિલ કોડ, ગુજરાત ચૂંટણી પહેલા જેના પર માસ્ટરસ્ટ્રોક દાવ લગાવી શકે છે BJP

આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનને ફરી નડ્યો અકસ્માત, વલસાડમાં ગાય અથડાતાં ટ્રેનને મોટું નુકસાન