Crime/ મેટ્રો કોર્ટની મહિલા વકીલ સાથે છેડતી, મેસેજ કરી યુવકે હેરાન કરતા કારંજમાં નોંધાઈ ફરિયાદ

અમદાવાદનાં કારંજ પોલીસ સ્ટેશનમાં મહિલા વકિલે એક યુવક સામે છેડતી તેમજ ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે.

Ahmedabad Gujarat
PICTURE 4 159 મેટ્રો કોર્ટની મહિલા વકીલ સાથે છેડતી, મેસેજ કરી યુવકે હેરાન કરતા કારંજમાં નોંધાઈ ફરિયાદ

અમદાવાદનાં કારંજ પોલીસ સ્ટેશનમાં મહિલા વકિલે એક યુવક સામે છેડતી તેમજ ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે. મહિલા ઘી કાંટા મેટ્રો કોર્ટમાં છેલ્લાં ઘણાં સમયથી વકિલાત કરે છે અને તેઓની બેઠક ભદ્ર કોર્ટમાં છે.

15 વર્ષ પહેલા 2005માં મહિલા વકિલે ડિસ્ટ્રીક્ટ કોર્ટની સામે આવેલી એક વકીલની ઓફિસમાં ટાઈપીસ્ટ તરીકે કામ કરતા રંકીત ભાનુપ્રસાદ રાવલ પાસે કોર્ટની મેટર ટાઈપ કરાવી હતી. અને છેલ્લી વાર વર્ષ 2014 માં આ શખ્સ પાસે ટાઈપીંગનું કામ કરાવ્યુ હતુ. છેલ્લાં 2 મહિનાથી રંકિત રાવલ મહિલા વકિલને વારંવાર ફોન કરીને ખોટી ખોટી માંગણીઓ કરતો હતો. જોકે મહિલાએ સમાજમાં આબરૂ જવાના ડરથી પોલીસ કેસ નહોતો કર્યો.

21 ડિસેમ્બરનાં દિવસે મહિલા વકિલનાં ફોન પર યુવકે ટેક્સ મેસેજ મોકલવાનુ શરૂ કર્યુ હતુ. જે મેસેજમાં લખાણ લખાયુ હતુ કે “ તમારી ડોટર સાથે લવ મેરેજ કર્યા છે, મારી પાસે એવિડન્સ છે, મારા ઘરે મોકલી આપો, મારા ઘરે તમે કન્ફર્મ કર્યુ છે કે નહિ. મારી પાસે મોબાઈલ રેકોર્ડિંગ છે. મારી વાઈફને મારા ઘરે ક્યારે મોકલો છો. મારી વાઈફને મળવા કેમ દેતા નથી, આ મેટર કોર્ટમાં બધાને ખબર છે, તે પ્રકારનાં મેસેજ કરી મહિલા વકિલને ઘમકીઓ આપી હેરાન કરતો હોવાથી અંતે મહિલાએ આ મામલે કારંજ પોલીસ સ્ટેશનમાં રંકિત રાવલ નામના યુવક સામે છેડતી અને ઘમકી આપવા બાબતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.

આ સમગ્ર મામલે મહિલા વકિલે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે જોવાનુ રહ્યુ કે આરોપી પોલીની ગીરફ્તમાં ક્યારે આવે છે.

Crime: બનાસકાંઠા માં CA ની પત્ની હત્યા કેશમાં આરોપીને સબજેલ ધકેલાયો

Crime: પાંચ વર્ષની બાળકી સાથે શારિરીક અડપલા કરનારાની પોલીસે કરી ધરપકડ

Crime: ચૂંટણી પહેલા અમદાવાદમાં લાખોની નકલી નોટો ઘૂસાડવાનો કૌભાંડ, સરખેજ પોલીસે ઝડપ્યા બે શખ્સો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ