Not Set/ બાપુનગરની હોટલમાં “હની”ને ટ્રેપ કરી બળાત્કાર ગુજાર્યની ફરિયાદ!!

ફરિયાદ પાછળ નો ભેદ ઉકેલવા પોલીસ સક્રિય

Ahmedabad Gujarat
WhatsApp Image 2021 03 26 at 10.11.27 PM બાપુનગરની હોટલમાં "હની"ને ટ્રેપ કરી બળાત્કાર ગુજાર્યની ફરિયાદ!!

વિશાલ મહેતા, મંતવ્ય ન્યુઝ-અમદાવાદ

શહેરના બાપુનગર વિસ્તારમાં બળાત્કારનો ગુનો નોંધાતા ચકચાર મચી છે. એક યુવતીએ આરોપ લગાવ્યો છે કે તેને નોકરી આપવાની લાલચ આપી ગેસ્ટ હાઉસમાં લઈ જઈ આરોપીએ શારીરિક શોષણ કર્યું અને ત્યારબાદ તરછોડી દીધી. સાથે આરોપીઓ ધમકી આપી છે કે જો આ બાબતે ફરિયાદ કરશે તો તેને જાનથી મારી નાખશે. જેથી પોલીસે ગુનો નોંધી હકીકત ના મૂળ સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે.

બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે કે વોટ્સએપ અને ફોન ના માધ્યમથી મનસુખ કેકાણીમના એક વ્યક્તિ સાથે તેનો સંપર્ક થયો અને તેણે યુવતીને નોકરી આપવાની લાલચ આપી નોકરીના બહાને એકવાર બોલાવ્યા બાદ તેને બાપુનગર માં આવેલા એક ગેસ્ટ હાઉસમાં લઈ ગયો. અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું.એટલું જ નહીં જોયું નથી કોઈને આ બાબતે ક્યા છે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આરોપી દ્વારા આપવામાં આવી હોવાનું ફરિયાદી પોલીસ સમક્ષ જણાવવામાં આવ્યું છે.

યુવતીની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ બીજી તરફ પોલીસને હ્યુમન સર્વેલન્સ થી મળેલી માહિતી અનુસાર બળાત્કારના કેસમાં પડદા પાછળની હકીકત અલગ હોવાની પણ માહિતી મળી રહી છે. એટલે કે ફરિયાદ પાછળ નો ઈરાદો હજુ સ્પષ્ટ થતું નથી જેથી પોલીસે આ ઘટના સંદર્ભે તમામ હકીકતોને ધ્યાનમાં રાખી ઘનિષ્ઠ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે હવે જોવાનું રહેશે કે તપાસ બાદ બળાત્કારની ફરિયાદ માં શું હકીકત બહાર આવે છે.