Not Set/ ભાઈ ના હાથે ભાઈની હત્યા હોળી બની ખૂનની હોળી, આરોપી કરાઈ ઘરપકડ

જેતપુરમાં હોળીના તહેવાર પર જ સરા જાહેરમાં લોહીની હોળી ખેલાય હતી, દુસ્મની ભૂલીને દોસ્તી બનાવવાનો તહેવાર એટલે હોળી ત્યારે જ જેતપુરના સ્ટેન્ડ ચોક વિસ્તારમાં એક ભાઈએ પોતના સગા ભાઈની હત્યા કરી નાખી

Gujarat Others
A 332 ભાઈ ના હાથે ભાઈની હત્યા હોળી બની ખૂનની હોળી, આરોપી કરાઈ ઘરપકડ

જેતપુરમાં હોળીના તહેવાર પર જ સરા જાહેરમાં લોહીની હોળી ખેલાય હતી, દુસ્મની ભૂલીને દોસ્તી બનાવવાનો તહેવાર એટલે હોળી ત્યારે જ જેતપુરના સ્ટેન્ડ ચોક વિસ્તારમાં એક ભાઈએ પોતના સગા ભાઈની હત્યા કરી નાખી અને હાલ હત્યારો ભાઈ જેતપુર પોલીસની કેદ માં છે અને સજાની રાહ જોઈ રહ્યો છે.

બે દિવસ પહેઅલ હોળીના દિવસે જેતપુર સીટી પોલીસ સ્ટેશન થી માત્ર 100 મીટર ના અંતરે આવેલ સ્ટેન્ડ ચોક વિસ્તાર માં સરાજાહેર એક યુવક ની હત્યા કરવા મા આવી હતી અને જેતપુર પોલીસે ગણતરી સમય માં જ આરોપી એ પકડી ને કાયદેસર ની કાર્યવાહી શરૂ કરી હતી

શું હતો બનાવ કોણે કોની હત્યા કરી

જેતપુર પોલીસ સ્ટેશન થી માત્ર 100 મીટર ના અંતરે જેતપુર નો હાર્ડ સમાન અને 24 કલાક ધમધમતો સ્ટેન્ડ ચોક આવેલ છે અને અહીં શહેર ના ફૂલ ના વેપારી ઓ પણ ફૂલ નો વેપાર કરાવા માટે રેંકડી અને થેલા લગાવે છે, જેમાં વર્ષો થી અહીં ફૂલનો વેપાર કરતા કાસમ શેખ અને તેનો પરિવાર પણ ફૂલ ની હાટ લગાવી ને ફૂલ ધો ધંધો કરે છે જેમાં તેના બે પુત્રો હારુન શેખ અને સિકંદર શેખ બને પણ ફૂલ નો ધંધો કરે છે.

આ પણ વાંચો :અફવા બજારમાં ગરમાવો, સોશિયલ ગપ્પુ દાસે લોકોને ગેરમાર્ગે દોરવા ફેંક્યા પુડિકા

હોળી ના દિવસે હારુન પોતાની ફૂલ ની હાટ ઉપર બેઠો હતો ત્યારે તેનો મોટો ભાઈ સિકંદર આવ્યો અને દારૂ પીવો છે મારે તો તું માટે પૈસા આપ એમ કહી ને પૈસા માંગ્યા ત્યારે હારુને પૈસા આપવા ની ના કહી જેના હિસાબે સિકંદર ઉકેરાયો અને જેમ તેમ બોલવા લાગ્યો હતો જેને હિસાબે હારુન ગુસ્સે ભરાયો હતો અને થોડી હાથપાઈ થઇ હતી જે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા હારુને તે જે ફુલ ના થડા ઉપર બેઠો હતો ત્યાં ફૂલ ના કામ માં વપરાતી કાતર લઇ ને સિકંદર પોતના નાના ભાઈ હારુન ઉપર ચડી બેઠો અને છાતી ના ભાગ માં કાતર થી જીવલેણ ઘા મારતા હારુન ત્યાં ને ત્યાં ઢળી પડ્યો હતો અને હોસ્પિટલે પોહોંચેં તે પહેલા જ મોત ને ભેટ્યો હતો

હારુન ની હત્યા થતા જેતપુર પોલીસે તાત્કાલિક તેના હત્યારા અને હારુન ના મોટા ભાઈ સિકંદર ને પકડી પડ્યો હતો અને કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો :ભૂમાફિયા જયેશ પટેલ સામે વધુ એક ફરિયાદ, જામનગર ગ્રામ્ય DYSP બન્યા ફરિયાદી

કોણ છે આ બંને ભાઈ ઓ શું છે બંને નો ગુનાહિત ઇતિહાસ

જેતપુર ના સ્ટેન્ડ ચોક વિસ્તાર માં બેસી ને ફૂલ નો ધંધો કરતા કાસમ શેખ ના બંને પુત્રો છે મોટો સિકંદર અને નાનો હારુન
બંને પુત્રો પણ સ્ટેન્ડ ચોક વિસ્તાર માં જ બેસી ને ફૂલ નો ધંધો કરે છે, બંને રોજેજે દારૂ પીવાની આદત વાળા છે અને મોજ શોખ ધરાવે છે, અને છાસ વારે દારૂ પી ને આ ચોક માંજ ધમાલ કરવી તે રોજ ની બાબત હતી

થોડા દિવસો પહેલા બંને ભાઈ ઓ સિકંદર અને હારુન અને તેના પરિવાર વચ્ચે થેયલ ઝગડા ના હિસાબે તેના પિતા કાસમ શેખે નાના ભાઈ હારુન ને બહારગામ રહેવા માટે મોકલી દીધો હતો અને તેને પરિવાર અને ધંધો અલગ કરી દીધો હતો
બનાવના 2 થી 4 દિવસ પહેલા જે તે જેતપુર માં આવી ને ફરી થી સ્ટેન્ડ ચોક માં ફૂલ નો ધંધો શરૂ કરેલ હતો અને હોળી ના દિવસે મોટા ભાઈ સિકંદર ને દારૂના પૈસા આપવા ની ના કહેતા હારુન નું મોત થયેલ હતું.

આ પણ વાંચો :વલસાડ પાસે ટ્રેનની અડફેટે રાષ્ટ્રીય પક્ષીનું મોત

શું છે ગુના હિત ઇતિહાસ

કાસમ ના બંને પુત્રો કાંઈ દુધે ધોયેલ ના હતા બંને 2015 થી ગુના ખોરી ની દુનિયા માં ધીમે ધીમે પગલાં મૂકી રહ્યાં હતા અને અત્યાર સુધી માં હત્યારા સિકંદર ઉપર જેતપુર પોલીસ સ્ટેશન માં 9 જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે, જેમાં મારામારી દારૂ પીને ધમાલ કરવી દારૂ વેચવો વગેરે છે, અને નહિ નોંધાયેલ ગુના તો અનેક હશે જયારે નાનો ભાઈ અને જેની હત્યા થઇ તે હારુન પણ મોટા ભિંત થી ઉતારતો નથી તેની ઉપર પણ જેતપુર પોલીસ સ્ટેશન માં 8 જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે અને નહિ નોંધાયેલ અલગ ગુના જેમાં મારામારી દારૂ પીને ધમાલ કરવી દારૂ વેચવો વગેરે છે, અને નહિ નોંધાયેલ ગુના તો અનેક હશે

જેતપુર માં હારુન નું ખૂન થતા અને તેના ખૂન ના ગુના માં સિકંદર જેલ માં જતા શહેર અને ખાસ તો જેતપુરના સ્ટેન્ડ ચોક વિસ્તાર માં શાંતિ નો માહોલ છવાઈ ગયો છે. શહેર માં કાયમ શાંતિ માટે પોલીસ કાયદો અને વ્યસ્થા મજબૂત કરે તે જરૂરી છે