Not Set/ સૌની મનોકામના પૂર્ણ કરતાં..!! કચ્છ કુળદેવી, મા આશાપુરા… જાણો સંપૂર્ણ ઇતિહાસ

ક્ચ્છ ધણીયાણી આશાપુરા માં નો મહિમા અપરંપાર છે.નવરાત્રી નજીક આવતા માઇભક્તો કચ્છમાં પગપાળા માતાજીના દર્શન કરવા ક્ચ્છ ભણી આવી રહ્યા છે માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે છે તેથી આશાપુરા માં કહેવાય છે આશાપુરા માં અહીં સ્વંયભુ પ્રગટ થયા છે ત્યારે જોઈએ ક્ચ્છ કુળદેવી માતાજીના પ્રાગટય થી માંડીને ભવ્ય રોચક ઇતિહાસ. કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી […]

Gujarat Videos
આશાપુરા 7 સૌની મનોકામના પૂર્ણ કરતાં..!! કચ્છ કુળદેવી, મા આશાપુરા... જાણો સંપૂર્ણ ઇતિહાસ

ક્ચ્છ ધણીયાણી આશાપુરા માં નો મહિમા અપરંપાર છે.નવરાત્રી નજીક આવતા માઇભક્તો કચ્છમાં પગપાળા માતાજીના દર્શન કરવા ક્ચ્છ ભણી આવી રહ્યા છે માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે છે તેથી આશાપુરા માં કહેવાય છે આશાપુરા માં અહીં સ્વંયભુ પ્રગટ થયા છે ત્યારે જોઈએ ક્ચ્છ કુળદેવી માતાજીના પ્રાગટય થી માંડીને ભવ્ય રોચક ઇતિહાસ.

આશાપુરા સૌની મનોકામના પૂર્ણ કરતાં..!! કચ્છ કુળદેવી, મા આશાપુરા... જાણો સંપૂર્ણ ઇતિહાસ

કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી લગભગ ૯૦ થી ૧૦૦ કિ.મી.ના અંતરે માતાના મઢ ક્ચ્છ કુળદેવી આશાપુરા માં નું મંદિર આવેલું છે.  મંદિરની ચારેબાજુ નાની નાની ટેકરીઓ અને પર્વતો પર એક મંદિર આવેલું છે.  મંદિરનાં ગર્ભગૃહમાં આશાપુરા માતાજીની છ ફુટ ઉંચી મૂર્તિ બિરાજમાન છે.  મનુષ્યનાં શરીર કરતાં પણ ઉંચી મૂર્તિ છે. આશરે 550 વર્ષ પહેલાં એટલે કે ૧૪મી સદીની આસપાસ મંદિરનું નિર્માણ થયુ હોવાનું માનવામાં આવે છે.

ashapura1 સૌની મનોકામના પૂર્ણ કરતાં..!! કચ્છ કુળદેવી, મા આશાપુરા... જાણો સંપૂર્ણ ઇતિહાસ

રાજાશાહી સમય દરમિયાન આ મંદિર બનાવવામાં આવ્યું હતુ. કચ્છનો રાજ પરિવાર માતાજીનાં પ્રથમ સેવક માનવામાં આવે છે. આ મંદિરનાં ગર્ભગૃહમાં અને માતાનાં અલૌકિક સ્વરૂપનાં દર્શન કરી ભાવિકો ધન્ય બને છે. આશાપુરાનું દિવ્ય સ્વરૂપ સૌ કોઈને આકર્ષિત કરે છે.  નીજ મંદિર તેમજ મંદિર ને ફરતે કોતરણી કામ તેમ જ  અફાટ ઝૂમર તેમજ મંદિરનાં  ગુમટમાં માતાજીઓની દૈવી શક્તિનાં દર્શન કરાવતી પ્રતિમાઓનાં દર્શન કરી ભાવિકો ધન્ય બને છે.

આશાપુરા3 સૌની મનોકામના પૂર્ણ કરતાં..!! કચ્છ કુળદેવી, મા આશાપુરા... જાણો સંપૂર્ણ ઇતિહાસ

આશાપુરા માં ની મૂર્તિમાં સાત તેજસ્વી નેત્રો આવેલા છે માનવામાં આવે છે કે જે કોઈને આંખોની રોશનીનાં  હોય એ અહીંયા આવીને માતાજીની માનતા રાખે તો આશાપુરા માં જીવનમાં છવાયેલો અંધકાર દૂર કરી દે છે.  તેમજ અન્ય કોઈપણ ઈચ્છા હોય તો સાચા મનથી માનેલી મનોકામના આશાપુરા માં પૂર્ણ કરે છે માં આશાપુરા તેમના દ્વારે આવતા સૌ ભક્તોની આશા પૂરી કરે છે તેથી જ આશાપુરા નામ કહેવાય છે. કચ્છમાં સાક્ષાત આશાપુરાનાં  બેસણા છે.

મા આશાપુરાનાં પ્રાગટ્યની અનોખી કથા છે એવું કહેવાય છે કે ,આજથી લગભગ ત્રણ હજાર વર્ષ પહેલા દેવચંદ વાણિયા નામનો વ્યક્તિ કચ્છમાં હતો તે દરમિયાન તેણે નવરાત્રિમાં અહીં માતાજીની સ્થાપના કરીને ભક્તિપૂર્વક આરાધના કરી હતી  જે જોઈને માતાજી પ્રસન્ન થયા અને વાણીયાને સ્વપ્નમાં આવી જણાવ્યું કે જે જગ્યાએ મારૂ સ્થાપન કર્યું છે તે જગ્યાએ મારુ મંદિર બનાવજે પરંતુ સાથે જ એવી ચેતવણી આપી હતી કે, મંદિરનાં દરવાજા છ મહિના સુધી ખોલવા નહિ,  વાણિયો ખૂબ રાજી થઈ ગયો અને તેણે મંદિર બંધાવ્યું અને મંદિરની રખેવાડી કરવા માટે તે અહીં જ રહેવા લાગ્યો એક પછી એક એમ પાંચ મહિના પસાર થઇ ગયા અચાનક   મંદિરની પાછળથી ઝાલર અને ઘૂંઘરૂ સાથે મધુર અવાજનો રણકાર સંભળાયો જે સાંભળીને દેવચંદની અધીરાઈ ખૂટી ગઈ અને તેણે મંદિરનાં  દ્વાર ખોલી નાખ્યા અને મંદિરમાં પ્રવેશતા જ જીવન ધન્ય થાય તેવી દેવીની ભવ્ય મૂર્તિના દર્શન થયા પરંતુ વાણિયાએ એક મહિના પહેલા મંદિરના દ્વાર ખોલી નાખ્યા હોવાથી માં   અર્ધસ્વરૂપમાં પ્રગટ થયા હતા તેણે માતાજીની માફી પણ માંગી. માતાજી તેની ભક્તિથી પ્રસન્ન હોવાથી તેને માફ કરી વરદાન માગવાનું કહ્યું , કહેવાય છે કે દેવચંદએ પુત્ર રત્નની માંગણી કરી અને માં એ આશા પૂર્ણ કરી હતી.  માતાજી આશા પૂર્ણ કરતા  હોવાથી ત્યારથી આશાપુરાનાં  નામે ઓળખાય છે.

આશાપુરા 4 સૌની મનોકામના પૂર્ણ કરતાં..!! કચ્છ કુળદેવી, મા આશાપુરા... જાણો સંપૂર્ણ ઇતિહાસ

માતાના મઢમાં નવરાત્રિ દરમિયાનમાં પતરી વિધિનું મુખ્ય આકર્ષણ હોય છે નવરાત્રિમાં છેલ્લા દિવસે આશાપુરા મા ની મૂર્તિ પર રાખેલી પત્રી (ફૂલ) ડમરુનાં તાલે રાજપરિવારનાં પ્રતિનિધિનાં  ખોળામાં આવી જાય છે ગત વર્ષે કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજાએ પત્રી ઝીલી હતી.માતાજીની ક્ચ્છ પર અસીમ કૃપા હોવાથી જિલ્લામાં સારો વરસાદ થયો છે.

આશાપુરા 5 સૌની મનોકામના પૂર્ણ કરતાં..!! કચ્છ કુળદેવી, મા આશાપુરા... જાણો સંપૂર્ણ ઇતિહાસ

ક્ચ્છ કુળદેવી આશાપુરા માં જાડેજા વંશને સહાય થયા છે અને ચૌહાણ કુળની કુળદેવી છે ગત વર્ષ 2016માં નાસા દ્વારા જાહેર કરવામાં આવ્યું કે, માતાનાં  મઢ એ વિશ્વની એકમાત્ર એવી જગ્યા છે કે જ્યાંથી મંગળ ગ્રહનાં પથ્થર જેવા અવશેષો મળી આવ્યા છે.  માતાનાં મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા મંદિરનું સંચાલન થાય છે. અહીં ગાદીપતિ તરીકે રાજાબાવા યોગેન્દ્રસિંહજી સેવા આપી રહ્યા છે. અહીં ભાવિકોને રહેવા જમવાની સુવિધા સાથે રહેવા માટે ૭૦ થી વધારે રૂમો આવેલા છે.  મંદિરની બહાર ભરચક બજાર આવેલી છે. જ્યાં માતાજીનાં  શણગાર ચૂંદડી, કંકુ, શ્રી ફળ તેમજ પ્રસાદી મળે છે.

આશાપુરા6 સૌની મનોકામના પૂર્ણ કરતાં..!! કચ્છ કુળદેવી, મા આશાપુરા... જાણો સંપૂર્ણ ઇતિહાસ

આશાપુરા માતાજી પર કચ્છવાસીઓની અસીમ શ્રધ્ધા છે. લાખો લોકો દર વર્ષે માતાજીનાં ચરણોમાં શીશ ઝૂકાવવા આવે છે. વડાપ્રધાન મોદી પણ માતાનાં મઢ આશાપુરા માતાજીમાં અપાર શ્રદ્ધા ધરાવે છે.  તારક મહેતા સિરિયલનાં  કલાકારો પણ અહીં દર્શન કરી ચુક્યા છે.  તો મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ અહીં દર્શન કરી ધન્યતા અનુભવે છે.  સાથે જ કચ્છમાં આવતા પોલીસ અધિકારીઓ, બીએસએફ, વહીવટીતંત્રનાં  અધિકારીઓ પણ કચ્છમાં ફરજ બજાવતા પૂર્વે માતાજીનાં  આશીર્વાદ મેળવે છે. આસો નવરાત્રી દરમિયાન ક્ચ્છ તેમજ ક્ચ્છ બહારનાં  મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર  સહિત રાજ્ય તેમજ મુંબઇથી પણ ભાવિકો પગપાળા ચાલતા ચાલતા માતાજીનાં  ચરણોમાં શીશ ઝુકાવવા આવે છે. અમુક ભક્તો સાયકલ થી પણ આવે છે પદયાત્રીઓની સેવા માટે કચ્છમાં સેવા કેમ્પોનો સેવા અપરંપાર છે. સો – સો મીટરનાં  અંતે સેવા કેમ્પો જોવા મળે છે,  જ્યાં આસ્થા અને સેવાની ભાવનાથી પદયાત્રીઓની સેવા કરવામાં આવે છે. દર વર્ષે લાખો માઇભક્તો નવરાત્રીમાં આશાપુરા માં નાં દર્શન કરી ધન્યતા અનુભવે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.