Rajkot CP/ રાજકોટ ગેમઝોનમાં લાગેલી આગની ઘટનામાં તપાસ માટે ક્રાઈમ બ્રાંચની ખાસ ટીમ

રાજકોટના પોલીસ કમિશનરે મંતવ્ય ન્યુઝ સાથે કરી ખાસ વાતચીત, બે આરોપીની ધરપકડ

Gujarat Rajkot
Beginners guide to 2024 05 26T133757.803 રાજકોટ ગેમઝોનમાં લાગેલી આગની ઘટનામાં તપાસ માટે ક્રાઈમ બ્રાંચની ખાસ ટીમ

Rajkot News : રાજકોટના TRP મોલમાં ગેમઝોનમાં લાગેલી ભીષણ આગની ઘટનામાં મોટા સમાચાચ સામે આવ્યા છે. પોલીસે આ દરિદનાક દુર્ઘટનાની વિસ્તુત તપાસ માટે ક્રાઈમ બ્ચના ચાર અધિકારીઓની ખાસ ટીમ બનાવી છે. હાલમાં પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે.આ અંગે રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી.
રાજકોટમાં ગેમઝોનમાં લાગેલી ભીષણ આગને પગલે ખળભળાય મચ્યો છે.

મૃતકોના પરિવારજનો આક્રંદ સાથે શોકમાં ડુબેલા છે. આ અંગે મંતવ્ય ન્યુઝની ટીમે રાજકોટના પોલીસ કમિશનર રાદુ ભાર્ગવ સાથે વાતચીત કરી હતી.
પોલીસ કમિશનરે કહ્યું હતું કે ગેમઝોનની આગ મામલે જે પણ લોકો કસુરવાર છે જેની પણ સંડોવણી સામે આવશે તેની વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે આ સંદર્ભે બે શખ્સોની ધરપકડ કરી છે.બીજીતરફ રાજકોટ પોલીસ કમિશનરે ગેમઝોનની આગમાં મૃત્યુ પામેલાઓને શ્રધ્ધાજલી અર્પી હતી.
રાજકોટ પોલીસે આ કેસમાં બે આરોપીઓ યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈનની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. તે સિવાય પોલીસે અનેક સંકાસ્પદોની અટકાયત કરી છે.
આ કેસમાં સંડોવણી ધરાવતા તમામ લોકોની પુછપરછ કરવામાં આવશે. જેમાં કોની કેવી બેદરકારી હતી તેની વિસ્તૃત તપાસ કરવામાં આવશે, એમ પોલીસે કહ્યું હતું.
આ કેસની તપાસ માટે ક્રાઈમ બ્રાંચના ચાર અધિકારીઓની ખાસ ટીમ પણ બનાવવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચની આ સ્પેશિયલ ટીમની તપાસમાં અનેક મોટા ઘટસ્ફોટ થશે. કેટલાય મોટા માથાની સંડોવણી પણ બહાર આવશે. હવે તમામ લોકો આરોપીઓ સામે પોલીસ કેવી કાર્યવાહી કરે છે તેની તરફ મીટ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં સયાજી હોટેલ પાસે બનેલા ટીઆરપી ગેમઝોનનમાં લાગેલી આગમાં બાળકો સહિત 28 જણા ભડથું થી ગયા હતા. મૃતદેહો એટલી હદે બળી ગયા છે કે હાલમાં તેમના ડીએનએ દ્વારા ઓળખ સ્થાપિત કરવાનો પ્રયા કરવામાં આવી રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરામાં શબવાહીનીઓની માગમાં ચિંતાજનક વધારો

આ પણ વાંચો: હૈયાફાટ રૂદનથી કંપી ઉઠી રાજકોટ સિવિલ હોસ્પિટલ

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ એ માનવસર્જીત દુર્ઘટના: ગુજરાત હાઈકોર્ટ