Murder/ ભાવનગરમાં ખેલાયો ખૂની ખેલ, વરલ ગામે અજાણ્યા શખ્સોએ કમ્પાઉન્ડરની કરી હત્યા

સિહોર તાલુકાના વરલ ગામે રહેતા એક યુવાન દવાખાનામાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો, આ સમયે યુવાન ગત રાત્રે વરલથી ટાણા ગામે નોકરીએ જતો હતો ત્યારે રસ્તામાં તેને આંતરી કોઇ અજાણ્યા શખ્સોએ છરીના ઉપરા-છાપરી ઘા ઝીંકી હત્યા કરી નાસી છુટયા હતા.

Gujarat Others
a 265 ભાવનગરમાં ખેલાયો ખૂની ખેલ, વરલ ગામે અજાણ્યા શખ્સોએ કમ્પાઉન્ડરની કરી હત્યા

રાજ્યભરમાં હત્યા, અપહરણ સહિતની ઘટનાઓ ખુબ વધી રહી છે, ત્યારે આ વચ્ચે ભાવનગરમાં પણ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. ભાવનગર જીલ્લાના સિહોર તાલુકાના વરલ ગામમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે, જેને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

આ મામલે મળેલી જાણકારી મુજબ, સિહોર તાલુકાના વરલ ગામે રહેતા એક યુવાન દવાખાનામાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો, આ સમયે યુવાન ગત રાત્રે વરલથી ટાણા ગામે નોકરીએ જતો હતો ત્યારે રસ્તામાં તેને આંતરી કોઇ અજાણ્યા શખ્સોએ છરીના ઉપરા-છાપરી ઘા ઝીંકી હત્યા કરી નાસી છુટયા હતા.

બનાવની જાણ થતાં સિહોર પોલીસનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે મૃતકના ભાઇ કાળુભાઇ સવજીભાઇ વાળાએ સિહોર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.મૃતક યુવાનના પત્ની ચાર વર્ષ પહેલા અવસાન પામ્યા છે અને તેને એક પુત્ર છે. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો