લોકસભા ચૂંટણી/ પોરબંદરમાં ભાજપના મનસુખ માંડવીયા સામે કોંગ્રેસે લલિત વસોયાને મેદાનમાં ઉતાર્યા, ફોન પર ચૂંટણી લડવાના આદેશ અપાયા

બીજી યાદી માટે ચૂંટણી સમિતિની બેઠકમાં મંથન ચાલી રહ્યું છે,ત્યારે કોંગ્રેસે ગુજરાતના પોરબંદરમાંથી લલિત વસોયાને ચૂંટણી લડવાના આદેશ ફોન પર આપ્યા છે

Top Stories Gujarat
10 3 પોરબંદરમાં ભાજપના મનસુખ માંડવીયા સામે કોંગ્રેસે લલિત વસોયાને મેદાનમાં ઉતાર્યા, ફોન પર ચૂંટણી લડવાના આદેશ અપાયા

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે તમામ રાજકિય પાર્ટી ઉમેદવારોના નામની જાહેરાત કરવાના કામે લાગી ગયા છે, કોંગ્રેસે પહેલા 39 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી છે, બીજી યાદી માટે ચૂંટણી સમિતિની બેઠકમાં મંથન ચાલી રહ્યું છે,ત્યારે કોંગ્રેસે ગુજરાતના પોરબંદરમાંથી લલિત વસોયાને ચૂંટણી લડવાના આદેશ ફોન પર આપ્યા છે. હાલ સત્તાવાર જાહેરત કરવામાં આવી નથી પરતું તેમને નિર્દેશ હાઇકમાન્ડ તરફથી આપી દેવામાં આવ્યા છે,  દિલ્લીમાં કોંગ્રેસની ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં ગુજરાત અને મધ્યપ્રદેશની બેઠકોને લઇ થઇ ચર્ચા કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે લલિત વસોયાને ચૂંટણી લડવાને લઈ દિલ્હીથી હાઇકમાન્ડનો ફોન આવ્યો  છે. લલિત વસોયાને ફોનમાં પોરબંદરથી ચૂંટણી લડવા નિર્દેશ અપાયા છે. છે. પોરબંદર બેઠક પર ભાજપના મનસુખ માંડવીયા સામે લલિત વસોયા કોંગ્રેસ તરફથી ચૂંટણી લડશે.