Congress/ કોંગ્રેસે અલકા લાંબાને સોંપી મોટી જવાબદારી,NSUIના પ્રમુખની પણ કરાઇ જાહેરાત

કોંગ્રેસ પ્રમુખે અખિલ ભારતીય મહિલા કોંગ્રેસ અને નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) ના પ્રમુખોની નિમણૂકની જાહેરાત કરી છે

Top Stories India
5 3 કોંગ્રેસે અલકા લાંબાને સોંપી મોટી જવાબદારી,NSUIના પ્રમુખની પણ કરાઇ જાહેરાત

દેશમાં લોકસભાની ચૂંટણીને ગણતરીના મહિના  બાકી છે ત્યારે કોંગ્રેસે પદાઅધિકારીઓની નિમણૂક કરી છે.કોંગ્રેસ પ્રમુખે અખિલ ભારતીય મહિલા કોંગ્રેસ અને નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) ના પ્રમુખોની નિમણૂકની જાહેરાત કરી છે. કોંગ્રેસે અલકા લાંબાને મહત્વની જવાબદારી સોપી છે. તેમને કોંગ્રેસ મહિલા પ્રમુખ તરીકે નિમણૂક કરાયા છે.

 

5 2 કોંગ્રેસે અલકા લાંબાને સોંપી મોટી જવાબદારી,NSUIના પ્રમુખની પણ કરાઇ જાહેરાત

કોંગ્રેસે અલકા લાંબાને મોટી જવાબદારી સોંપી છે. પાર્ટીએ તેમને મહિલા કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. વરુણ ચૌધરીને NSUIના પ્રમુખ બનાવવામાં આવ્યા છે.  તાજેતરમાં જ રાહુલ ગાંધીએ NSUIના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે 5 વિદ્યાર્થી નેતાઓના ઈન્ટરવ્યુ લીધા હતા. જેમાં રાજસ્થાનના વિનોદ જાખડ, તેલંગાણાના વેંકટ અને અનુલેખા, દિલ્હીના વરુણ ચૌધરી, હરિયાણાના વિશાલ ચૌધરીનું નામ સામેલ છે. જ્યારે રાહુલ ગાંધીએ NSUI પ્રમુખ પદ માટે ઈન્ટરવ્યુ લીધો ત્યારે પ્રભારી કન્હૈયા કુમાર પણ હાજર હતા. આ રેસમાં વરુણ ચૌધરી આગળ નીકળી ગયો છે. તેઓ NSUIના વર્તમાન પ્રમુખ નીરજ કુંદનનું સ્થાન લઈ રહ્યા છે.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

 

આ પણ વાંચો:hijacked ship/અરબી સમુદ્રમાં જહાજનું અપહરણ, ભારતીય નૌકાદળે INS મોકલી કરી મદદ

આ પણ વાંચો:NAGPUR/પ્રથમ વખત આ રાજદ્વારીઓએ RSS હેડક્વાર્ટરની લીધી મુલાકાત! જાણો કેમ…