Election/ મતગણતરીની તારીખ મામલે કોંગ્રેસનો હાઇકોર્ટમાં ઘા, કરી છે આવી માંગ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચૂંટણીપંચના પરિપત્રને ગુજરાત કોંગ્રેસ દ્વારા હાઈકોર્ટમાં પડકારાયો છે. ચૂંટણીમાં મતગણતરીની તારીખને લઇને ગુજરાત કોંગ્રેસે

Gujarat Others
GujaratElection મતગણતરીની તારીખ મામલે કોંગ્રેસનો હાઇકોર્ટમાં ઘા, કરી છે આવી માંગ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચૂંટણીપંચના પરિપત્રને ગુજરાત કોંગ્રેસ દ્વારા હાઈકોર્ટમાં પડકારાયો છે. ચૂંટણીમાં મતગણતરીની તારીખને લઇને ગુજરાત કોંગ્રેસે ચૂંટણીપંચ દ્વારા તારીખો જાહેર કરવામા આવતાની સાથે જ વાંધો ઉઠાવી પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો. કોંગ્રેસે આ વિરોધને હવે કાનુની સ્વરુપે પડકાર્યો છે અને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર સાથે અરજી કરી છે.

કોંગ્રેસ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં મતગણતરીની તારીખ એક જ રાખવા રજૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસ દ્રારા હાઇકોર્ટમા અરજી કરવામાં આવી છે કે, બધા ચૂંટણી પરિણામ એક દિવસે આપવામાં આવે એટલે કે, મનપા અને પંચાયતની મતગણતરી સાથે કરવામાં આવે. જો કે આ મામલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે.

આપને જણાવી દઇએ કે ગુજરાત ચૂંટણી પંચ દ્વારા આગામી 21 ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કાની ચૂંટણીની સંભાવના હતી તે પ્રમાણે જ 21મી ફેબ્રુઆરીએ 6 મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં 6 કોર્પોરેશન અને 81 નગર પાલિકાની ચૂંટણી યોજાશે. સાથે સાથે જ 28 ફેબ્રુઆરીએ બીજા તબક્કાની ચૂંટણીઓ યોજવામાં આવશે. બીજા તબક્કામાં 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવમાં આવશે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચની જાહેરાત પ્રમાણે પ્રથમ તબકાકની એટલે કે 6 કોર્પોરેશન અને 81 નગર પાલિકાની ચૂંટણીની મતગણતરી 23 ફેબ્રુઆરીએ યોજવામાં આવશે. જ્યારે બીજા તબક્કાની ચૂંટણીની મત ગણતરી 2 માર્ચના રોજ યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…