Bhuj/ નખત્રાણા પંથકમાં એક તરફી ધાર્મિક દબાણ દૂર કરવા મુદ્દે તંત્રનું પૂછાણું…

જેમાં ગરીબ પ્રજાને સતત પરેશાન કરાતા દબાણોના નામે ત્રાસ આપતા અધિકારીઓ સામે કોંગ્રેસ પક્ષે ઉગ્ર લડત સાથે પૂછાણું લીધું હતું અને કોઈપણ રાજકીય પક્ષનું વાજિંત્ર બનવાને બદલે વહીવટી તંત્ર તટસ્થ કામગીરી કરે અને કચ્છની કોમી એકતામાં ખલેલ ન પહોંચાડે….

Top Stories Gujarat
Beginners guide to 2024 03 14T185539.568 નખત્રાણા પંથકમાં એક તરફી ધાર્મિક દબાણ દૂર કરવા મુદ્દે તંત્રનું પૂછાણું...

@ મહેન્દ્ર મારૂ

Bhuj News: હાલ લોકસભાની ચૂંટણી આવી રહી છે તેવા સમયમાં ચોક્કસ સમુદાયના ધાર્મિક દબાણો દૂર કરવાના નામે તથા ગરીબોના દબાણ દૂર કરવા મુદ્દે કચ્છની પ્રજાને સતત હેરાન કરવામાં વહીવટીતંત્ર સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે અને ભાજપ સરકારની વાહવાહી કરવા અધિકારી વર્ગ ગળાડૂબ છે તેવા સંજોગોમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા નખત્રાણા પ્રાંત અધિકારી કક્ષાએ ઉગ્ર રજૂઆતો કરાઈ હતી.

જેમાં ગરીબ પ્રજાને સતત પરેશાન કરાતા દબાણોના નામે ત્રાસ આપતા અધિકારીઓ સામે કોંગ્રેસ પક્ષે ઉગ્ર લડત સાથે પૂછાણું લીધું હતું અને કોઈપણ રાજકીય પક્ષનું વાજિંત્ર બનવાને બદલે વહીવટી તંત્ર તટસ્થ કામગીરી કરે અને કચ્છની કોમી એકતામાં ખલેલ ન પહોંચાડે તેવી રજૂઆત કોંગ્રેસના આગેવાનોએ કરી હતી.

આ દરમિયાન કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, કચ્છ લોકસભાના ઉમેદવાર નિતેશ લાલન સહિતના આગેવાનો જોડાયા હતા. જેમાં વહીવટીતંત્ર નહીં સુધરે તો આંકરા પરિણામો ભોગવવાની ચીમકી પણ કોંગ્રેસપક્ષે આપી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભારતીય સેનામાં સામેલ થવા જઈ રહ્યું છે ALH-ધ્રુવ હેલિકોપ્ટર, જાણો તેની વિશેષતા

આ પણ વાંચો:લોકસભા ચૂંટણી માટે બીજેપીની બીજી યાદી જાહેર, જાણો ગુજરાતમાં કોને મળી તક