Not Set/ કૉગ્રેસની ‘જનવેદના’ સભામાં જનમેદની ઉમટી, પ્રદેશ નેતૃત્વએ કર્યા બીજેપી સરકાર પર પ્રહાર

અમદાવાદઃ આણંદ ખાતે યોજાયેલા કૉંગ્રેસના જનવેદના સભામાં કૉંગ્રેસના પ્રદેશ નેતૃત્વએ રાજ્યની બીજેપી સરકાર પર વિવિધ મુદ્દે પ્રહારો કહ્યા હતા. નોટબંધી બાદ કેટલું કાળુ નાણું બેન્કોમાં જમા થયું , નોટબંધીથી દેશનો શું ફાયદો થયો ,નોટબંધીનો નિર્ણય કોણે લીધો આવા પ્રશ્નો સાથે પ્રજાની વેદનાને વાચા આપવા આણંદમાં કોંગ્રેસ દ્વારા જનવેદના સમેલન આયોજીત કરાયું હતું જેમાં સંબોધન કરતાં […]

Gujarat
ahmed કૉગ્રેસની 'જનવેદના' સભામાં જનમેદની ઉમટી, પ્રદેશ નેતૃત્વએ કર્યા બીજેપી સરકાર પર પ્રહાર

અમદાવાદઃ આણંદ ખાતે યોજાયેલા કૉંગ્રેસના જનવેદના સભામાં કૉંગ્રેસના પ્રદેશ નેતૃત્વએ રાજ્યની બીજેપી સરકાર પર વિવિધ મુદ્દે પ્રહારો કહ્યા હતા. નોટબંધી બાદ કેટલું કાળુ નાણું બેન્કોમાં જમા થયું , નોટબંધીથી દેશનો શું ફાયદો થયો ,નોટબંધીનો નિર્ણય કોણે લીધો આવા પ્રશ્નો સાથે પ્રજાની વેદનાને વાચા આપવા આણંદમાં કોંગ્રેસ દ્વારા જનવેદના સમેલન આયોજીત કરાયું હતું જેમાં સંબોધન કરતાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલે મોદી સરકાર સામે એવો આક્ષેપ કર્યો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપે માત્ર વચનોની લ્હાણી કરીને દેશની જનતાને ગુમરાહ કરી છે. નોટબંધીને લીધે ગરીબ-મધ્યમ વર્ગના લોકોને ભારે નુકશાન વ્હોરવુ પડયું છે ત્યારે હવે મોદી -ભાજપ સરકારની ખોટી જાહેરાતોનો પર્દાફાશ કરવાનો સમય પાકી ચૂક્યો છે.

મનરેગા હોય કે,જંગલ અધિકાર, અન્ન સુરક્ષા અધિકાર હોય કે,રાઇટ ટુ એજ્યુકેશન. કોંગ્રેસે પ્રજાલક્ષી નિર્ણયો કર્યાં છે જ્યારે ભાજપે સત્તા પર આવતાં જ જનકલ્યાણની યોજનાઓમાં નાણાંનો ઘટાડો કર્યો છે તેવો આક્ષેપ કરતાં અહેમદ પટેલે જણાવ્યું કે, દેશની જનતાની હાલાકીમાં વધારો થયો છે. ડીજીટલ ઇન્ડિયા,સ્ટાર્ટ અપ ઇન્ડિયા સહિતની તમામ યોજનાઓ આજે નિષ્ફળ રહી છે ત્યારે મોદી સરકારને પૂછવાની તક આવી પહોંચી છે. નોટબંધી પર આકરા પ્રહારો કરતાં તેમણે કહ્યું કે, ઉર્જિત પટેલે પણ દેશની જનતા સાથે વિશ્વાઘાત કર્યો છે. આજે ૭૦ દિવસ બાદ પણ કેટલુ કાળુ નાણું બેન્કોમાં જમા છે તેનો જવાબ નથી. આજે આરબીઆઇ પણ સરકારનો હાથો બની છે.તેમણે નોટબંધીને દેશનું સૌથી મોટુ કૌભાંડ ગણાવતા કહ્યું કે, મોદીના ૧૩ વર્ષના શાસનમાં ગુજરાત દેવાદાર બન્યું છે.ઉત્સવો-તાયફા કરી કરોડોનો ખર્ચ કરી સરકારી તિજોરીના નાણાં વેડફાય છે.વાઇબ્રન્ટ ગુજરાત એ માત્ર જાહેરાત છે તેનાથી ગુજરાતની જનતાનું ભલુ થયું નથી .તેમણે નોટબંધીને દેશનું સૌથી મોટુ કૌભાંડ ગણાવ્યુ હતું .

ગુજરાતના પ્રભારી ગુરૃદાસ કામતે એવો આક્ષેપ કર્યો કે,નોટબંધીને લીધે દેશની પ્રગતિ પર રોક લાગી છે. ત્રણ વર્ષથી ભાજપ સરકાર જનતાને વેદના આપી રહી છે ત્યારે જનતાએ જવાબ માંગવાનો સમય આવી પહોંચ્યો છે.મનમોહનસિંહની સરકાર વખતે મંદીના દોરમાં પણ દેશે પ્રગતિ કરી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ-મુખ્યમંત્રીના સંમેલનમાં ખુરશીઓ બાંધી રાખવી પડે તેવી સ્થિતી આજે ગુજરાતમાં સર્જાઇ હતી. એઆઇસીસીના ઇન્ચાર્જ દિપેન્દરસિંહ હુડ્ડાએ ભારતીય અર્થતંત્રને મજબૂત કરવામાં મોદી સરકાર નિષ્ફળ નિવડી છે તેવો આક્ષેપ કરી જણાવ્યું કે, ખોટા આંકડા રજૂ કરી સરકારના પ્રયાસો છતાંયે આજે ભારતીય અર્થતંત્રની સ્થિતી વધુ ગંભીર બની છે.

પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ નોટબંધીના વિરોધ દર્શાવી એવુ કહ્યું કે, ભારતીય અર્થતંત્ર રોકડ વ્યવહાર પર નભે છે.પગાર,આવક બંન્ને લેવડદેવડ રોકડમા થાય છે ત્યારે ભારતીય અર્થતંત્ર જાણે કાળાનાણાં પર આધારિત હોય તેવી છાપ ઉભી કરી ભાજપે ભારતની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે . વિધાનસભા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ નોટબંધીને ભાજપના નેતાઓ અને કાળાબજારિયાઓની સાથે સાથે બેન્કના અધિકારીઓની મિલીભગત ગણાવી હતી. તેમણે કાર્યકરોને આગામી ચૂંટણમીમાં પ્રતિબધ્ધતા સાથે ચડવા જણાવ્યુ હતું.

કોંગ્રેસે આગામી દિવસોમાં વિધાનસભા મત વિસ્તારમાં નોટબંધીના વિરોધમા ંકાર્યક્રમ આપવા નક્કી કર્યું હતું. આ ઉપરાંત દુધ ઉત્પાદકોને દૂધ મંડળીએ નાણાં મળે , ખેડૂતોને બેંકના ખાતામાંથી પૈસા ઉપાડવાની છૂટ મળે  અને બેન્કો-એટીએમમાંથી નાણાંની અછત દૂર થાય તેવી માંગ કરી હતી.