પ્રતિક્રિયા/ યુવરાજસિંહની સામે ખંડણીનો કેસ નોંધાતા કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આપી આ પ્રતિક્રિયા

યુવરાજસિંહ વિરુદ્ધ ભાવનગર પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે અને આવતીકાલે યુવરાજસિંહને કોર્ટમાં રજૂ કરાશે

Top Stories Gujarat
14 1 5 યુવરાજસિંહની સામે ખંડણીનો કેસ નોંધાતા કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આપી આ પ્રતિક્રિયા

 યુવરાજસિંહ વિરુદ્ધ ભાવનગર પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે અને આવતીકાલે યુવરાજસિંહને કોર્ટમાં રજૂ કરાશે. મળતી વિગતો મુજબ વીડિયો, ચેટના સ્ક્રીન શોટના પૂરાવાને આધારે કાર્યવાહી થઈ છે. ઉલ્લેખનીય છે કે ભાવનગર એસઓજીએ યુવરાજસિંહને બે વખતે સમન્સ પાઠવ્યું હતું ત્યારે આજ રોજ ભાવનગર પોલીસ સ્ટેશને પહોંચ્યાં હતાં જ્યાં તેમની લાંબી પૂછપરછ બાદ ધરપકડ કરાઈ છે. યુવરાજ સિંહની ધરપકડ બાદ કોગ્રેસ તરફથી પ્રતિક્રિયા આપવામાં આવી હતી.

કોગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ યુવરાજસિંહની ધરપકડ મામલે તીખી પ્રતિક્રિયા આપી હતી તેમણે જણાવ્યું હતું કે 156 વાળી સરકારે 56ની છાતી પેપર ફોડનાર સામે કરવાની હતી,આ તાનાશાહ સરકાર સામે કોઇ ફરિયાદ કરે છે તેની જ ધરપકડ કરવામાં આવે છે. જે લોકો સરકારના પ્રશ્નો બહાર લાવે છે તેમ ની જ ધરપકડ કરવામાં આવે છે ,પરીક્ષા વગર જ પૈસા આપીને સીધા પીએસઆઇની ભર્તીમાં આવી જતા હોય.જે પેપરકાંડ અંગે ખુલાસો કરતા હોય તેવા યુનરાજ સિંહ સામે જ કેસ કરવામાં આવ્યો છે. શું કામ ભાજપના નેતા સામે ફરિયાદ નથી કરતા, મુખ્યમંત્રીએ સત્વરે આ અંગે કોઇપણ સત્યતાને ઉજાગર કરીને કાર્યવાહી કરવી જોઇએ.

ઉલ્લેખનીય છે કે ભાવનગર ડમીકાંડમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સામે ગંભીર આરોપ લાગ્યા હતા. ડમી કાંડમાં નામ છુપાવવા માટે પૈસા લીધા હોવાનો યુવરાજસિંહ પર આરોપ લાગ્યો છે. બિપિન ત્રિવેદી નામના વ્યક્તિએ યુવરાજસિંહ પર આરોપ લગાવ્યો હતા ત્યાર બાદ  યુવરાજસિંહ જાડેજાએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. બિપિન ત્રિવેદીએ જણાવ્યું છે કે, નામ ન લેવા માટે યુવરાજસિંહે કરોડો રૂપિયા લીધા છે.