Congress leader/ કોંગ્રેસ નેતા જયરામ રમેશે સંસદમાં વીજળી ના હોવા પર ટ્વીટ કરી રજૂઆત

કોંગ્રેસ નેતા જયરામ રમેશે જૂના સંસદ ભવનમાં વીજળી ના હોવાને લઈને ટવીટ કર્યું. ટ્વીટ પોસ્ટમાં તેમણે લખ્યું કે આજે સવારે બંધારણ ગૃહ એટલે કે જૂના સંસદ ભવનમાં વીજળી નથી.

Top Stories India
Beginners guide to 2024 06 28T135151.267 કોંગ્રેસ નેતા જયરામ રમેશે સંસદમાં વીજળી ના હોવા પર ટ્વીટ કરી રજૂઆત

કોંગ્રેસ નેતા જયરામ રમેશે જૂના સંસદ ભવનમાં વીજળી ના હોવાને લઈને ટવીટ કર્યું. ટ્વીટ પોસ્ટમાં તેમણે લખ્યું કે આજે સવારે બંધારણ ગૃહ એટલે કે જૂના સંસદ ભવનમાં વીજળી નથી. આ ચોક્કસપણે બંધારણને શોર્ટ સર્કિટ કરવાનો માર્ગ છે!  લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસના નેતાઓ નાનામાં નાની વાતની સમસ્યાને લઈને રજૂઆત કરી રહ્યા છે. તમામ નેતાઓ ટ્વીટ દ્વારા કયારેક NDA ગઠબંધનના નેતાઓ કયારેક સરકારની યોજના તો નીટ પેપર લીક જેવી સમસ્યા ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી રહ્યા છે.

 

આજે ફરી એક વખત કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વીટ પોસ્ટ કરી સમસ્યાની રજૂઆત કરી. કહી શકાય કે ટ્વીટ પર પોસ્ટ કરી મુદ્દાઓનું વિવરણ, વિવેચન અને આલોચના કરી રહ્યા છે. લોકસભામાં આજે જ્યારે ગૃહની કાર્યવાહી શરૂ થઈ, ત્યારે  અધ્યક્ષ ઓમ બિરલાએ 13 ભૂતપૂર્વ સભ્યોના નિધનની માહિતી આપી અને ગૃહે થોડી ક્ષણો માટે મૌન પાળીને મૃત સભ્યોને શ્રદ્ધાંજલિ આપી. આ પછી કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળોના સભ્યોએ ગૃહમાં NEETના મુદ્દે ચર્ચાની માગણી શરૂ કરી.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી સભ્યોની ‘NEET-UG’ પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિઓ અંગે ચર્ચા કરવાની માંગને લઈને લોકસભામાં થયેલા હોબાળાને કારણે ગૃહની બેઠક 15 મિનિટ પછી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:CBI દ્વારા કેજરીવાલની ધરપકડ, બેવડા કેસમાંથી બચવું મુશ્કેલ…

આ પણ વાંચો:ભારતના ઇતિહાસમાં આજે મહત્વનો દિવસ, સ્પીકર પદ માટે થશે ચૂંટણી, ઓમ બિરલા Vs. કે. સુરેશ

આ પણ વાંચો:રાહુલ ગાંધીએ હાથમાં બંધારણની કોપી હાથમાં લઈ શપથ લીધા, ખુરશીની પાછળ ઉભેલા માર્શલ સાથે મિલાવ્યો હાથ