Not Set/ CM કમલનાથે ભાજપ નેતાનાં નંબર 1 અને 2નો આપ્યો જડબાતોડ જવાબ

કર્ણાટકમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા રાજનીતિક નાટકનો અંત મંગળવારે આવી ગયો. કોંગ્રેસ-જેડીએસની ગઢબંધન સરકાર વિધાનસભામાં પોતાના બહુમત રજૂ કરવામાં અસફળ રહ્યા અને મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીને પોતાની ખુર્સીને ગુમાવી પડી. ત્યારબાદ હવે રાજ્યમાં ભાજપ સરકાર બનાવશે. આ વચ્ચે મધ્ય પ્રદેશમાં પણ કોંગ્રેસની સરકારને લઇને સવાલો ઉભા થઇ રહ્યા છે. મધ્ય પ્રદેશ વિધાનસભામાં ભાજપનાં નેતા અને […]

India
kamalanataha CM કમલનાથે ભાજપ નેતાનાં નંબર 1 અને 2નો આપ્યો જડબાતોડ જવાબ

કર્ણાટકમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા રાજનીતિક નાટકનો અંત મંગળવારે આવી ગયો. કોંગ્રેસ-જેડીએસની ગઢબંધન સરકાર વિધાનસભામાં પોતાના બહુમત રજૂ કરવામાં અસફળ રહ્યા અને મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીને પોતાની ખુર્સીને ગુમાવી પડી. ત્યારબાદ હવે રાજ્યમાં ભાજપ સરકાર બનાવશે. આ વચ્ચે મધ્ય પ્રદેશમાં પણ કોંગ્રેસની સરકારને લઇને સવાલો ઉભા થઇ રહ્યા છે.

મધ્ય પ્રદેશ વિધાનસભામાં ભાજપનાં નેતા અને વિરોધ પક્ષનાં નેતા ગોપાલ ભાર્ગવએ જણાવ્યું છે કે, જેવુ પાર્ટીનાં ટોચનાં નેતાએ તરફથી આદેશ મળશે, તેવી જ રાજ્યની સરકાર પાડી દેવામાં આવશે. વિધાનસભામાં બોલતા વિપક્ષ નેતા ગોપાલ ભાર્ગવએ કહ્યુ કે, અમારી ઉપર વાળા નંબર 1 અને નંબર 2નો આદેશ થશે તો24 કલાકમાં જ તમારી સરકાર બચશે નહી.

મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી કમલનાથે ભાજપનાં નેતા ગોપાલ ભાર્ગવનાં નિવેદનનો જવાબ આપતા કહ્યુ કે, નંબર 1 અને2 સમજે છે એટલે આદેશ નથી આપી રહ્યા. તમે ચાહો તો અવિશ્વાસ પ્રસ્તાવ લઇને આવો. મુખ્યમંત્રી કમલનાથે વિધાનસભામાં કહ્યુ કે, રાજ્યમાં કોંગ્રેસ સરકાર પોતાનો કાર્યકાળ પાંચ વર્ષ પૂરો કરશે. તેમણે વધુમાં કહ્યુ કે, અહીનાં કોંગ્રેસ ધારાસભ્ય વેચાય તેમ નથી. સીએમ એ કહ્યુ કે, તેમની સરકાર પૂરી તાકત અને લગનની સાથે મળીને રાજ્યની જનતાની સેવા કરશે.

શિવરાજ સિંહે ચૌહાણે એમ.પી.ની સરકાર પાડવા વિશે આપ્યુ હતુ આ નિવેદન

679903 chauhan CM કમલનાથે ભાજપ નેતાનાં નંબર 1 અને 2નો આપ્યો જડબાતોડ જવાબ

આપને જણાવી દઇએ કે, ભાજપાનં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને મધ્યપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મંગળવારે કહ્યુ હતુ કે, અમે રાજ્યમાં સરકારને પાડવાનું કારણ નહી બનીએ. તેમણે કહ્યુ હતુ કે, કોંગ્રેસનાં નેતાઓ જ કોંગ્રેસની સરકાર પાડવાનું કારણ બનતા રહેશે. વધુમાં કહ્યુ હતુ કે, અંતરવિરોધ છે અને તેમને બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટીનું સમર્થન છે, જો તેમા કઇક થાય છે તો અમે કઇ જ નથી કરી શકતા. સાથે તેમણે કર્ણાટકમાં ભાજપે સરકાર પાડી નથી તે પણ કહ્યુ હતુ.

શું છે વિધાનસભાનું ગણિત

Kamal Nath 2 CM કમલનાથે ભાજપ નેતાનાં નંબર 1 અને 2નો આપ્યો જડબાતોડ જવાબ

આપને જણાવી દઇએ કે, મધ્યપ્રદેશમાં વિધાનસભાની 230 બેઠકો છે. રાજ્યમાં 2018માં થયેલા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ-114, ભાજપ-109, બીએસપી-2, સપા-1 અને અન્ય-4 બેઠકો જીતવામાં સફળ રહી હતી. ચૂંટણી બાદ કોંગ્રેસએ સપા, બસપા અને અન્યની સાથે મળી સરકાર બનાવી લીધી હતી. જણાવી દઇએ કે, રાજ્યમાં કોઇ પણ પાર્ટીને સરકાર બનાવવા માટે 116 બેઠકોની જરૂર હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.