Politics/ ગુજરાતમાં AIMIMની એન્ટ્રીને લઈ ગ્યાસુદ્દીન શેખે સાધ્યું નિશાન, કહ્યું-ઓવૈસીની પાર્ટી ભાજપની છે બી ટીમ

કોંગી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કહ્યું કે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલનું રાજ્યમાં 182 બેઠકો પર જીતવાનું સ્વપ્ન છે. આથી ઓવૈસીને ગુજરાત લાવવામાં આવ્યા છે. ગુજરાતે ક્યારેય ત્રીજા પક્ષને સ્વીકાર્યો નથી.

Ahmedabad Gujarat
a 312 ગુજરાતમાં AIMIMની એન્ટ્રીને લઈ ગ્યાસુદ્દીન શેખે સાધ્યું નિશાન, કહ્યું-ઓવૈસીની પાર્ટી ભાજપની છે બી ટીમ

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટી એન્ટ્રી કરી રહી છે,ત્યારે અમદાવાદના દરિયાપુરના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે આરોપ લગાવ્યો કે ભાજપે ગુજરાતમાં મતોને વિભાજન કરવા માટે તેમની બી ટીમને ઓવૈસીની પાર્ટીમાં ઉતારી છે. ભાજપ રાજ્યની 182 બેઠકો જીતવા માંગે છે, જેના માટે ઓવૈસી મોહરાને ગુજરાતમાં બોલાવવામાં આવ્યા છે.

કોંગી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કહ્યું કે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલનું રાજ્યમાં 182 બેઠકો પર જીતવાનું સ્વપ્ન છે. આથી ઓવૈસીને ગુજરાત લાવવામાં આવ્યા છે. ગુજરાતે ક્યારેય ત્રીજા પક્ષને સ્વીકાર્યો નથી. આ પાર્ટીને ગુજરાતમાં લાવવામાં પાછળ કોનો હાથ છે તેનો પ્રજા સારી રીતે જાણે છે.

જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ કહ્યું કે, એઆઈએમઆઈએમ પ્રમુખ સાબીર કાબલીવાલા 10 વર્ષથી કોંગ્રેસના ધારાસભ્ય છે પરંતુ તેમણે સમાજ માટે કોઈ કામ કર્યું નથી. 2012 ની ચૂંટણીમાં કાબલીવાલાની ભૂમિકાને કારણે 70૦ વર્ષમાં પહેલી વાર કોંગ્રેસ જમાલપુર બેઠક ગુમાવી હતી.

કોંગ્રેસના જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કહ્યું હતું કે, જો એઆઈએમઆઈએમ પ્રમુખ કાબલીવાલા જો જમાલપુર વોર્ડમાંથી કોર્પોરેશનની ચૂંટણી લડે છે, તો તે પોતે પણ તેમની સામે ઉભા રહેશે અને તેને જીતી લેશે.

કાબલીવાલા 2007માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જમાલપુર વિધાનસભા બેઠક પરથી જીત્યા હતા. છીપા સમાજના અગ્રણી કાબલીવાલાને કોંગ્રેસ ટિકિટ ના આપતાં  2012માં અપક્ષ તરીકે ઝંપલાવ્યું હતું પણ હારી ગયા હતા. જો કે કાબલીવાલાએ 30 હજાર કરતાં વધારે મત મેળવીને કોંગ્રેસના ઉમેદવારને હરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કાબલીવાલા સતત તેમને મળતા રહેતા હોવાથી કાબલીવાલા ભાજપમાં જોડાઈ જશે એવી અટકળો ચાલી હતી પણ છેવટે કાબલીવાલા ભાજપમાં નહોતા જોડાયા. કાબલીવાલા મોદીની નિકટ હોવાની ચર્ચા પણ ચાલી હતી.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને આવતા અઠવાડિયે તેની જાહેરાત થવાની શક્યતા છે. ગુજરાતમાં અસદુદ્દીન ઓવૈસીની ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન AIMIM પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી રહી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ કરવા માટે AIMIM પાર્ટીના પ્રતિનિધિઓ હાલમાં જ બે દિવસીય મુલાકાત માટે અમદાવાદ આવ્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો