Politics/ ડિફેન્સ કમિટીની બેઠકથી રાહુલ સહિત કોંગ્રેસનાં સાંસદોએ કર્યુ Walk Out

સંસદનું મોનસૂન સત્ર આગામી સપ્તાહથી શરૂ થશે. આ પહેલા ગુરુવારે ડિફેન્સ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં રાહુલ ગાંધી સહિત કોંગ્રેસનાં ઘણા સાંસદો હાજર રહ્યા હતા

Top Stories India
Rahul Gandhi jan vedna PTI3 ડિફેન્સ કમિટીની બેઠકથી રાહુલ સહિત કોંગ્રેસનાં સાંસદોએ કર્યુ Walk Out

સંસદનું મોનસૂન સત્ર આગામી સપ્તાહથી શરૂ થશે. આ પહેલા ગુરુવારે ડિફેન્સ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં રાહુલ ગાંધી સહિત કોંગ્રેસનાં ઘણા સાંસદો હાજર રહ્યા હતા, પરંતુ બેઠક શરૂ થવાનાં થોડા ક્ષણો બાદ તેઓ બહાર નીકળી ગયા હતા. સૂત્રોનાં જણાવ્યા મુજબ કોંગ્રેસે ડોકલામ સહિત સરહદ સંબંધિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવાની માંગ કરી હતી, પરંતુ તે સ્વીકારવામાં આવી ન હોતી. જેના કારણે તેમણે બેઠક છોડવાનો નિર્ણય કર્યો હતો.

રાજકારણ / જનસંખ્યા નિયંત્રણ પર દિગ્વિજય સિંહ અને બાબા રામદેવ આ શું કહી ગયા?

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીનાં સાંસદો બુધવારે ડિફેન્સ કમિટીની બેઠકમાંથી નીકળી ગયા હતા. મળતી માહિતી મુજબ રાહુલ ગાંધીએ મીટિંગમાં ડોકલામ સહિતનાં સરહદનાં મુદ્દાઓ પર ચર્ચા કરવાની માંગ ઉઠાવી હતી, પરંતુ તેમનો મુદ્દો સ્વીકારવાામાં આવ્યો ન હતો. જે બાદ રાહુલ ગાંધી અને કોંગ્રેસનાં અન્ય સાંસદો ડિફેન્સ કમિટીની બેઠકમાંથી નીકળી ગયા હતા. સૂત્રોનાં જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી અને કોંગ્રેસનાં અન્ય સાંસદોએ ડિફેન્સ કમિટીની સામે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર ચર્ચાની માંગ કરવામાં આવી હતી, પરંતુ ભાજપનાં કમિટીનાં અધ્યક્ષ જુઆલ ઓરામે તેમની માંગને ફગાવી દીધી હતી. જે બાદ રાહુલ કોંગ્રેસ પાર્ટીનાં સાંસદો સાથે બેઠક પરથી ઉભા થયા અને ત્યાંથી ચાલ્યા ગયા. રાહુલ ગાંધીએ ચીન સાથે સરહદ વિવાદનાં મુદ્દે સરકારની ટીકા કરી છે અને તેમના પર પરિસ્થિતિને ખોટી રીતે સંભાળવાનો આરોપ લગાવ્યો છે.

રાજકારણ / રાષ્ટ્રપતિ ચૂંટણી લડવાની બાબત અફવા, પ્રસાદ કિશોર સાથેની મુલાકાત બિનરાજકીય : શરદ પવાર

આ અગાઉ, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગાલવાન સંઘર્ષની વર્ષગાંઠ પર નિવેદન જારી કર્યું હતું, જેમાં 20 ભારતીય સૈનિકો તેમજ ઘણા ચીની સૈનિકો શહીદ થયા હતા. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે, એક વર્ષ વીતી ગયા હોવા છતાં પણ આ ઘટના સાથે સંકળાયેલી પરિસ્થિતિ અંગે કોઈ સ્પષ્ટતા નથી. જ્યારે સરકારે દેશને વિશ્વાસમાં લેવો જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે તેના પગલા દેશનાં સૈનિકોની પ્રતિબદ્ધતાને અનુરૂપ છે. સૈનિકોનાં બલિદાનને યાદ કરતાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે, 14-15 જૂન, 2020 ની રાત્રે, પીએલએ સાથે ચીનની અથડામણને એક વર્ષ પૂર્ણ થયું છે. આમાં બિહાર રેજિમેન્ટનાં અમારા 20 સૈનિકોએ જીવ ગુમાવ્યો. કોંગ્રેસ આપણા જવાનોનાં સર્વોચ્ચ બલિદાનને યાદ કરવા રાષ્ટ્રની સાથે સામેલ છે. આ સાથે તેમણે દાવો કર્યો હતો કે સૈનિકોને હટાવવા માટે ચીન સાથે કરાર થયા હોવાને કારણે ભારતને મુશ્કેલી વેઠવી પડી હતી.