ઝારખંડ/ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઝારખંડ ટ્રેન દુર્ઘટના મામલે દુ:ખ વ્યક્ત કર્યું

તેમણે ઝારખંડમાં બનેલી મોટી દુર્ઘટના અંગે સંવેદના વ્યક્ત કરતા કહ્યું હતું કે  ઝારખંડના જામતારામાં જે ટ્રેન દુર્ઘટના સર્જાઈ તે અત્યંત હૃદયદ્રાવક છે.

Top Stories India
14 2 કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઝારખંડ ટ્રેન દુર્ઘટના મામલે દુ:ખ વ્યક્ત કર્યું

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઝારખંડ ટ્રેન દુર્ઘટના મામલે દુ:ખ વ્યક્ત કર્યું હતું, તેમણે ઝારખંડમાં બનેલી મોટી દુર્ઘટના અંગે સંવેદના વ્યક્ત કરતા કહ્યું હતું કે  ઝારખંડના જામતારામાં જે ટ્રેન દુર્ઘટના સર્જાઈ તે અત્યંત હૃદયદ્રાવક છે. અનેક લોકોના મોતના સમાચાર અત્યંત દુઃખદ છે. મૃતકોના પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના છે અને અમે ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરીએ છીએ. રેલ્વે અને સરકારી વહીવટીતંત્રે તાત્કાલિક રાહત કાર્ય કરવું જોઈએ અને કોંગ્રેસના કાર્યકરોએ શક્ય તમામ મદદ કરવી જોઈએ. રેલ્વે મંત્રાલયે આ દુ:ખદ અકસ્માતની જવાબદારી લેવી જોઈએ અને નિષ્પક્ષ તપાસ હાથ ધરવી જોઈએ જેથી સુરક્ષામાં ભૂલ કરનારાઓની જવાબદારી નિશ્ચિત થઈ શકે.

ઉલ્લેખનીય છે કે ઝારખંડના જામતારાથી મોટા સમાચાર આવી રહ્યા છે. જામતારા અને વિદ્યાસાગર સ્ટેશન વચ્ચે ઘણા મુસાફરો ટ્રેનની અડફેટે આવી ગયા હતા. આ દુર્ઘટનામાં 12 લોકો ટ્રેનની અડફેટે આવી ગયા હોવાનું કહેવાય છે. અત્યાર સુધીમાં 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. અંધારાના કારણે કેટલા લોકોએ જીવ ગુમાવ્યા તેનો ચોક્કસ અંદાજ હજુ સામે આવ્યો નથી. અંધારાના કારણે બચાવ કામગીરીમાં પણ વિલંબ થઈ રહ્યો છે,10 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા