Not Set/ ટીમ ઈંન્ડિયાની ભગવા રંગની જર્સી પર કોંગ્રેસ-સપાએ દર્શાવી આપત્તિ, જાણો શું કહે છે

વિશ્વકપની ઈંગ્લેન્ડ સામેની આગામી મેચમાં ટીમ ઈંન્ડિયા એક નવી જર્સીમાં જોવા મળી શકે છે. ઈંગ્લેન્ડ સામે 30 જૂનનાં રોજ ટીમ ઈંન્ડિયાનો મુકાબલો થવાનો છે, જેમા તે આ ભગવા રંગની જર્સી પહેરી શકે તેવી પૂરી સંભાવનોઓ છે. જેને લઇને હવે ભારતીય રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીનાં નેતાઓએ સરકાર પર ક્રિકેટને ભગવાકરણનો આરોપ લગાવ્યો […]

Top Stories India
team india in jersey ટીમ ઈંન્ડિયાની ભગવા રંગની જર્સી પર કોંગ્રેસ-સપાએ દર્શાવી આપત્તિ, જાણો શું કહે છે

વિશ્વકપની ઈંગ્લેન્ડ સામેની આગામી મેચમાં ટીમ ઈંન્ડિયા એક નવી જર્સીમાં જોવા મળી શકે છે. ઈંગ્લેન્ડ સામે 30 જૂનનાં રોજ ટીમ ઈંન્ડિયાનો મુકાબલો થવાનો છે, જેમા તે આ ભગવા રંગની જર્સી પહેરી શકે તેવી પૂરી સંભાવનોઓ છે. જેને લઇને હવે ભારતીય રાજનીતિમાં ગરમાવો આવ્યો છે.

કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીનાં નેતાઓએ સરકાર પર ક્રિકેટને ભગવાકરણનો આરોપ લગાવ્યો છે. જો કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદનાં નવા નિયમ તે માટે જવાબદાર છે. જે મુજબ વિશ્વકપમાં હોસ્ટ ઈંગ્લેન્ડ દેશને છોડી બાકી બચેલ પ્રતિભાગી દેશ બે રંગની જર્સીમાં મેચ રમી શકે છે. વળી ભારતીય ટીમનાં બોલિંગ કોચ ભરત અરૂણે કહ્યુ કે, અમે આ વિશે કોઇ જાણકારી છે કે અમે કયા રંગની જર્સી પહેરીશું અને અમે તેના પર કોઇ વિચાર પણ કર્યો નથી. અમારો ફોકસ માત્ર આગામી મેચ પર જ છે.

ટીમ ઈંન્ડિયાની ભગવા જર્સી પર સવાલ ઉઠાવતા મહારાષ્ટ્રનાં કોંગ્રેસ ધારાસભ્ય એમએ ખાને બુધવારે કહ્યુ કે, આ સરકાર છેલ્લા 5 વર્ષથી દરેક ચીજને અલગ નજરથી દેખવા અને દેખાડવાનો પ્રયત્ન કરી રહી છે. આ સરકાર ભગવાકરણની તરફ આ દેશને લઇ જવાનું કામ કરી રહી છે. બીજી તરફ સમાજવાદી પાર્ટીનાં ધારાસભ્ય અબૂ આજમીએ કહ્યુ કે, ‘મોદીજી સમગ્ર દેશને ભગવા રંગમાં રંગવા માગે છે, મોદીજી ઝંડ્ડાને કલર આપનાર મુસ્લિમ હતા, તિરંગામાં ઘણા અન્ય રંગ પણ છે માત્ર ભગવો જ કે… તિરંગાનાં રૂપમાં તેમની જર્સી હોય તે સારુ રહેશે.’

શું કહે છે આઈસીસીનો નિયમ

બે રંગની જર્સીને લઇને આઈસીસી વિશ્વકપથી પહેલા જ નવા નિયમોને સ્પષ્ટ કરી ચુક્યુ હતુ. તે મુજબ ટીવી પર પ્રસારિત થતા આઈસીસીનાં દરેક ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર ટીમોને બે રંગની જર્સી રાખવાની રહેશે. જો કે હોસ્ટ દેશ ઇચ્છે તો દરેક મેચોમાં એક જ રંગની જર્સીમાં મેદાનમાં ઉતરી શકે છે.

ભગવા જર્સીનો રંગ હશે બ્લ્યૂ

ઉલ્લેખનીય છે કે, ભારતની જેમ ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનનાં ખેલાડી પણ બ્લ્યૂ રંગની જર્સી પહેરી મેદાનમાં ઉતરે છે.  તેવામાં ટીવી પર લાઈવ પ્રસારણને જોતા સંબંધિત ટીમ કોઇ અન્ય રંગની જર્સીમાં મેદાનમાં ઉતરી શકે છે. એવામાં ટીમ ઈંન્ડિયાએ ભગવા રંગને પસંદ કર્યો છે. જો કે આ જર્સીનો કોલરનો રંગ બ્લ્યૂ જ રહેશે. અફઘાનિસ્તાન વિશ્વકપ પહેલા જ પોતાની નવી જર્સીને સ્વીકારી ચુકી હતી, તો બની શકે છે કે ભારત તેના વિરુદ્ધ બ્લ્યૂ જર્સીમાં જ મેદાનમાં ઉતરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.