રાજકીય/ પક્ષ સામે નારાજગી દર્શાવનારા કૉંગ્રેસના પ્રવક્તાઓની વધી શકે છે મુશ્કેલી

પક્ષ સામે જ નારાજગી દર્શાવનારા કૉંગ્રેસના પ્રવક્તાઓની મુશ્કેલી વધી શકે છે. પ્રભારી રઘુ શર્માએ પ્રવક્તાઓ સામે કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે.

Top Stories Gujarat Others
elephant 1 4 પક્ષ સામે નારાજગી દર્શાવનારા કૉંગ્રેસના પ્રવક્તાઓની વધી શકે છે મુશ્કેલી

પક્ષ સામે જ નારાજગી દર્શાવનારા કૉંગ્રેસના પ્રવક્તાઓની મુશ્કેલી વધી શકે છે. પ્રભારી રઘુ શર્માએ પ્રવક્તાઓ સામે કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે. રઘુ શર્માએ પ્રવક્તાઓ પાસે ખુલાસો માગ્યો છે. જો ખુલાસો સંતોષકારક નહીં હોય તો કડક કાર્યવાહી કરાશે. સાથે જ પ્રવક્તાઓને શૉ કોઝ નોટિસ પણ મોકલાશે. જયરાજસિંહ પરમાર અને મનહર પટેલે પક્ષ સામે નારાજગી દર્શાવતા કૉંગ્રેસનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે.

  • કોંગ્રેસ પ્રભારી ડો.રઘુ શર્માનું નિવેદન
  • પ્રવક્તાઓની નારાજગી મામલે નિવેદન
  • નારાજગી મામલે માગ્યા ખુલાસા
  • સંતોષકારક ખુલાસા માંગ્યા
  • નારાજગી વ્યક્ત કરનાર સામે નોટિસ

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરી હતું કે કોંગ્રેસ પાર્ટી હંમેશા એમ.એલ.એ. અને એમ.પી. સેન્ટ્રીક પાર્ટી છે. કોંગ્રેસમાં સંગઠનના લોકો ક્યાંય હોતા જ નથી, પછી સંગઠનનું મહત્વ ક્યાંથી વધે? આ ટ્વિટ પોસ્ટ થતા જ અન્ય કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ દ્વારા જયરાજસિંહ પરમારના ટ્વિટનું સમર્થન કરવામાં આવ્યું હતું.

જયરાજસિંહ પરમારના ટ્વિટ પર કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે રિટ્વિટ કરી લખ્યું હતુ કે મને ભયંકર ડર લાગી રહ્યો કે કઇ એવુ ન બને કે ખરા સમયે સાચા કોંગ્રેસી યોદ્ધાઓ ઘરે ન બેસી જાય. બોટાદની જીલ્લા પંચાયતની ચુંટણીમા તમામ ફોર્મ રદ થયા કોણ જવાબદાર ? તેમ છતા પક્ષમાં કોઇ ગંભીર ચર્ચા જ નહી કોઇ ચિંતન નહીં, માનનીય પ્રમુખશ્રી/ પ્રભારી સહીતને કાગળ પર ધ્યાન દોર્યું છે.

elephant 1 3 પક્ષ સામે નારાજગી દર્શાવનારા કૉંગ્રેસના પ્રવક્તાઓની વધી શકે છે મુશ્કેલી