National/ પંડિતિ જસરાજ કલ્ચરલ ફાઉન્ડેશનનો શુભારંભ, પીએમ મોદીએ જાણો શું કહ્યું?

પીએમ મોદીએ કહ્યું કે મને ખુશી છે કે તેમની શાસ્ત્રીય વિરાસતને આપ આગળ વધારી રહ્યા છો.

India
Untitled 92 પંડિતિ જસરાજ કલ્ચરલ ફાઉન્ડેશનનો શુભારંભ, પીએમ મોદીએ જાણો શું કહ્યું?

પંડિત જસરાજ કલ્ચરલ ફાઉન્ડેશનના શુભારંભ પર પ્રધાનમંત્રી મોદીએ કહ્યું પંડિત જસરાજ કલ્ચરલ ફાઉન્ડેશનનો પ્રાથમિક ઉદ્દેશ્ય ભારતની રાષ્ટ્રીય વિરાસત કલા અને સંસ્કૃતિની રક્ષા કરવાનો અને તેનો વિકાસ અને પ્રચાર કરવાનો છે. તેમણે કહ્યું કે મને એ વાત જાણીને આનંદ થયો કે ફાઉન્ડેશન ઉભરતા કલાકારોને સહયોગ કરશે, અને આ કલાકારોને આર્થિક રીતે સક્ષમ બનાવવા પ્રયાસ કરશે
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે સંગીત એક બહુ ગૂઢ વિષય છે..

આ પણ વાંચો:દાવો / સિદ્ધુની બહેને રડતાં રડતાં કહ્યું- સિદ્ધુએ પ્રોપર્ટી પર કબજો કરીને માતાને…

હું તેનો બહુ જાણકાર તો નથી, પરંતુ આપણા ઋષિઓએ સ્વર અને નાદને લઇને જે વ્યાપક જ્ઞાન આપ્યું છે તે અદભૂત છે. પીએમ મોદીએ કહ્યું કે મને ખુશી છે કે તેમની શાસ્ત્રીય વિરાસતને આપ આગળ વધારી રહ્યા છો.. આજે પંડિત જસરાજજીની જન્મજયંતિનો પુણ્ય અવસર પણ છે, આ દિવસે પંડિત જસરાજ કલ્ચરલ ફાઉન્ડેશનની સ્થાપનાના આ અભિનવ કાર્ય માટે હું આપ સૌને અભિનંદન પાઠવું છું..

આ પણ વાંચો:મોટા સમાચાર / રાફેલ નડાલ માટેઓ બેરેટિનીને હરાવીને છઠ્ઠી વખત ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં પહોંચ્યા

તેમણે વધુમાં કહ્યું કે જ્યારે ટેક્નોલોજીનો પ્રભાવ દરેક ક્ષેત્રમાં છે, તો સંગીતના ક્ષેત્રમાં પણ ટેક્નોલોજી અને આઇટીનું રિવોલ્યુશન થવું જોઇએ.. ભારતમાં એવા સ્ટાર્ટ અપ તૈયાર થાય જે સંપુર્ણપણે સંગીતને ડેડીકેટેડ હોય..ભારતીય વાદ્યો યંત્રો પર આધારિત હોય અને ભારતના સંગીતની પરંપરાઓ પર આધારિત હોય….પીએમ મોદીએ કહ્યું કે આજે આપણે કાશી જેવા પોતાની કળા અને સંસ્કૃતિના કેન્દ્રોનું પુનર્જાગરણ કરી રહ્યા છે. પર્યાવરણ સંરક્ષણ અને પ્રકૃતિ પ્રેમને લઇને આપણી જે આસ્થા રહી છે , આજે ભારત તેના માધ્યમથી વિશ્વને સુરક્ષિત ભવિષ્યનો રસ્તો બતાવી રહ્યું છે