Not Set/ ખનીજચોરીના મામલે તાલાલાના MLA ભગવાન બારડને કરાયા સસ્પેન્ડ

અમદાવાદ, વિધાનસભા અધ્યક્ષ રાજેંન્દ્ર ત્રિવેદીએ ખનીજ ચોરી મામલે તાલાલાના કોંગ્રેસનાં ધારાસભ્ય ભગવાન બારડને ધારાસભ્યપદેથી સસ્પેન્ડ કર્યાં છે.  1 માર્ચના રોજ સુત્રાપાડા કોર્ટે ભગવાન બારડને 1995ના ખનીજ ચોરીના કેસમાં બે વર્ષ 9 માસની સજા ફટકારી હતી. લગભગ 24 વર્ષ પહેલા સુત્રાપાડાની ગૌચર જમીન મામલે બારડ સામે 2.83 કરોડની ખનીજ ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જાણો શું […]

Top Stories Gujarat Others
mantavya 100 ખનીજચોરીના મામલે તાલાલાના MLA ભગવાન બારડને કરાયા સસ્પેન્ડ

અમદાવાદ,

વિધાનસભા અધ્યક્ષ રાજેંન્દ્ર ત્રિવેદીએ ખનીજ ચોરી મામલે તાલાલાના કોંગ્રેસનાં ધારાસભ્ય ભગવાન બારડને ધારાસભ્યપદેથી સસ્પેન્ડ કર્યાં છે.  1 માર્ચના રોજ સુત્રાપાડા કોર્ટે ભગવાન બારડને 1995ના ખનીજ ચોરીના કેસમાં બે વર્ષ 9 માસની સજા ફટકારી હતી. લગભગ 24 વર્ષ પહેલા સુત્રાપાડાની ગૌચર જમીન મામલે બારડ સામે 2.83 કરોડની ખનીજ ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

જાણો શું છે સમગ્ર મામલો:

ગીર સોમનાથ જીલ્લાનાં તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડને સૂત્રાપાડા કોર્ટે સજા ફટકારી છે. 2 વર્ષ 9 મહિનાની સજા ફટકારી છે.કલમ 379 અને 420 મુજબ ગુનો નોંધાયો. ખનીજ ચોરીના કેસમાં સૂત્રાપાડા કોર્ટે ભગવાન બારડને સજા ફટકારી છે. ભગવાન બારડ પર 1995માં ગૌચરની જમીનમાંથી ખનીજ ચોરીનો આરોપ લાગ્યો હતો.

સમગ્ર અહેવાલ મુજબ, 1995માં તેમણે ગૌચરની જમીનમાંથી ખનીજ ચોરી કરી હતી. સુત્રાપાડાની સરકારી ગોચર જમીનમાંથી 2.83 કરોડની ખનીજ ચોરી કરી હતી. આ આરોપ મામલે ઘણા સમયથી સુત્રાપાડા કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો.

જેનો સુત્રાપાડા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફાર્સ્ટ કોર્ટે આજે ચુકાદો આપ્યો છે. જેમાં તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને ગૌચર જમીનમાંથી ખનીજ ચોરી માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે અને કોર્ટે બારડને ધારાસભ્યને 2 વર્ષ 9 મહિનાની સજા ફટકારી છે. આ ઉપરાંત 2500 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

કૉંગ્રેસે પોતાના પક્ષનાં ધારાસભ્યને સસ્પેન્ડ કરવા પર પ્રતિક્રિયા આપી છે કે, “ભગવાન બારડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો આ પહેલા બાબુ બોખિરિયાને શા માટે સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા?” બાબુ બોખિરિયાને 2013માં કૉંર્ટે 3 વર્ષની સજા અને 5 હજારનો દંડ ફટકાર્યો હતો.

તમને જણાવી દઇએ કે, વિધાનસભાની ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીએ પૂર્વ ધારાસભ્‍ય ગોવિંદભાઈ પરમારને મેદાનમાં ઉતાર્યા હતા. જ્‍યારે કોંગ્રેસ પક્ષે પોતાની બેઠક જાળવી રાખવા સ્‍વ.જશુભાઈ બારડના ભાઈ અને પૂર્વ ધારાસભ્‍ય ભગવાનભાઈ બારડને ટિકીટ આપી મેદાનમાં ઉતાર્યા હતા. જેમાં ભગવાન ભાઈ બારડનો વિજય થયો હતો.