Not Set/ કોંગ્રેસ વિરોધપક્ષના નેતા બદલશે,સોનિયા ગાંધીએ 14 જુલાઈએ બેઠક બોલાવી

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ નવા નેતાની પસંદગી માટે 14 જુલાઇએ સંસદ સ્ટ્રેટેજી ગ્રુપની બેઠક બોલાવી છે.

Top Stories
congress 1 કોંગ્રેસ વિરોધપક્ષના નેતા બદલશે,સોનિયા ગાંધીએ 14 જુલાઈએ બેઠક બોલાવી

કોંગ્રેસ સંસદના ચોમાસા સત્ર પહેલા અધિર રંજન ચૌધરીને લોકસભામાં વિરોધ નેતા પદેથી હટાવીને બીજા નેતાને આ તક આપવા માંગે છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ નવા નેતાની પસંદગી માટે 14 જુલાઇએ સંસદ સ્ટ્રેટેજી ગ્રુપની બેઠક બોલાવી છે. લોકસભામાં નવા નેતાના નામ પર મહોર લાગી જશે. આ રેસમાં ત્રણ નેતાઓના નામ સામે આવ્યા  છે. મનિષ તિવારી, શશી થરૂર અને ગૌરવ ગોગોઇ છે. જોકે પાર્ટીના કેટલાક નેતાઓ ઇચ્છે છે કે રાહુલ ગાંધીએ આ પદ સંભાળવું જોઇએ. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધીને આ પદ માટે રસ નથી.

સંસદના ચોમાસા સત્રમાં લોકસભાના નેતાની બદલી સાથે 14 જુલાઈએ બોલાવાયેલી આ બેઠકમાં, ઘણા  મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકે છે. પશ્ચિમ બંગાળમાં અધિર રંજનની ભૂમિકાથી પક્ષ નારાજ છે. કોંગ્રેસની તૃણમૂલ કોંગ્રેસ પ્રત્યેની સહાનુભૂતિ હોવા છતાં, અધિર રંજન સતત મમતા વિરુદ્ધ આક્રમક વલણ અપનાવતા હતા, જેને પક્ષને પસંદ ન હતું. બીજી તરફ, કોંગ્રેસના ઘણા નેતાઓએ રંજનના એકપક્ષીય નિર્ણય લેવા અને તેમની કામગીરીની વિવિધ પદ્ધતિઓ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. પશ્ચિમ બંગાળની ચૂંટણીઓનાં પરિણામો બહાર આવ્યા બાદથી અધિર રંજન ચૌધરીને આ પદ પરથી હટાવવાની અટકળો ચાલી રહી હતી.