ધરણા/ કોંગ્રેસ આવતીકાલે રાહુલ ગાંધીના સમર્થનમાં દેશભરમાં ‘સત્યાગ્રહ’ કરશે,અમદાવાદના આ સ્થળ પર કોંગ્રેસ કરશે ધરણા

રાહુલ ગાંધીની નિર્ભય લડાઈના અડીખમ સમર્થનમાં તા.૨૬મી માર્ચ ૨૦૨૩ ને રવિવારના રોજ સવારે ૧૦ થી ૫ વાગ્યા સુધી સરદાર બાગ પાસે ધરણાનું કાર્યક્મ આયોજન કરવામાં આવ્યું છે

Top Stories India
Satyagraha

  ‘Satyagraha’:કોંગ્રેસ રાહુલ ગાંધીના સમર્થનમાં રવિવારે મહાત્મા ગાંધીની પ્રતિમા સામે એક દિવસીય સત્યાગ્રહનું આયોજન કરશે. રાહુલ ગાંધીને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવાના વિરોધમાં કોંગ્રેસ પાર્ટીના નેતાઓ દેશભરમાં જિલ્લા મુખ્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કરશે. આ સત્યાગ્રહ સવારે 10 વાગ્યે શરૂ થશે અને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા રાજધાની દિલ્હીના રાજઘાટ પર સત્યાગ્રહ કરશે. ગુજરાતમાં પણ પ્રદેશ કોગ્રેસ ધરણા કરશે. રાહુલ ગાંધીની નિર્ભય લડાઈના અડીખમ સમર્થનમાં તા.૨૬મી માર્ચ ૨૦૨૩ ને રવિવારના રોજ સવારે ૧૦ થી ૫ વાગ્યા સુધી સરદાર બાગ પાસે ધરણાનું કાર્યક્મ આયોજન કરવામાં આવ્યું છે.

કોંગ્રેસને લાગે છે કે (‘Satyagraha’) વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વચ્ચેના સંબંધો પર વારંવાર સવાલ ઉઠાવવા બદલ લોકસભામાંથી રાહુલ ગાંધીની હકાલપટ્ટી વિશ્વની સૌથી મોટી લોકશાહી માટે ગંભીર ખતરો છે. કોંગ્રેસે કહ્યું છે કે રાહુલ ગાંધી એકલા નથી અને લાખો કોંગ્રેસીઓ અને લોકો રાજકીય જોડાણને ધ્યાનમાં લીધા વિના સત્ય અને ન્યાયની આ લડાઈમાં તેમનું સમર્થન કરશે. આ માટે તમામ પ્રદેશ કોંગ્રેસ સમિતિઓને રવિવારે સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી તમામ રાજ્ય અને જિલ્લા મુખ્યાલયોમાં ગાંધી પ્રતિમાઓ સામે એક દિવસીય સત્યાગ્રહનું આયોજન કરવા જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (‘Satyagraha’) લોકસભામાંથી સાંસદનું પદ રદ્દ કર્યા બાદ કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. સભ્યપદ છોડ્યાના લગભગ 24 કલાક બાદ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. આ દરમિયાન તેમણે અદાણીના મુદ્દે કેન્દ્ર સરકારને પણ આડે હાથ લીધી હતી. માફી માંગીને આ મુદ્દો ઉકેલવા અંગે રાહુલે કહ્યું કે, મારું નામ સાવરકર નથી, મારું નામ ગાંધી છે. ગાંધીજી કોઈની માફી માંગતા નથી.

રાહુલે પોતાના સંબોધનની શરૂઆતમાં જ (‘Satyagraha’) અદાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘હું સવાલ પૂછવાનું બંધ નહીં કરું. નરેન્દ્ર મોદી સાથે અદાણીનો શું સંબંધ છે? હું આ લોકોથી ડરતો નથી. જો તેઓ વિચારે છે કે મારું સભ્યપદ રદ કરીને, ડરાવી-ધમકાવીને, મને જેલમાં મોકલીને, તેઓ મને તાળા મારી શકે છે. હું ભારતના લોકતંત્ર માટે લડી રહ્યો છું અને લડતો રહીશ. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, ‘હું સંસદની અંદર હોઉં કે બહાર તેનાથી મને કોઈ ફરક નથી પડતો. મારે મારી તપસ્યા કરવી છે, હું કરી બતાવીશ. તેઓ મને મારી નાખશે, મારશે અથવા મને જેલમાં ધકેલી દેશે, પરંતુ હું મારી તપસ્યા ચાલુ રાખીશ. આ એક આખું ડ્રામા છે જે વડાપ્રધાનને એક સાદા સવાલથી બચાવવા માટે કરવામાં આવ્યું છે. અદાણીની શેલ કંપનીઓમાં 20,000 કરોડ કોની પાસે ગયા? હું આ ધમકીઓ, ગેરલાયકાત અથવા જેલની સજાથી ડરવાનો નથી.

જાહેરાત/લોકસભા ચૂંટણીની તૈયારીમાં ભાજપ,ઉત્તરપ્રદેશમાં નવી ટીમની કરી જાહેરાત