Not Set/ જાણો કોંગ્રેસનાં મહિલા MLAએ કયા નેતાને સ્ટેજ પરથી કહ્યાં “ડોબા”-“આખલા”

વિવાદીત નિવેદન અને રાજકારણને પહેલેથી જ બહુ જૂનો અને ગાઢ સબંધ છે એ બધા હવે જાણે જ છે. અને આમા પણ ચૂંટણી કે ચૂંટણી સંદર્ભ હોય ત્યારે તો કોણ, કોને અને શું કહે છે તે કંઇક અલગ જ હોય છે. નેતાઓનાં આવા વિધાનો ક્યારેક હાસ્ય પ્રગટાવે છે તો ક્યારેક ખુબ મોટી બબાલ પણ ખડી કરી […]

Top Stories Gujarat Others
pjimage 15 જાણો કોંગ્રેસનાં મહિલા MLAએ કયા નેતાને સ્ટેજ પરથી કહ્યાં "ડોબા"-"આખલા"

વિવાદીત નિવેદન અને રાજકારણને પહેલેથી જ બહુ જૂનો અને ગાઢ સબંધ છે એ બધા હવે જાણે જ છે. અને આમા પણ ચૂંટણી કે ચૂંટણી સંદર્ભ હોય ત્યારે તો કોણ, કોને અને શું કહે છે તે કંઇક અલગ જ હોય છે. નેતાઓનાં આવા વિધાનો ક્યારેક હાસ્ય પ્રગટાવે છે તો ક્યારેક ખુબ મોટી બબાલ પણ ખડી કરી દે છે અને નિવેદન પુરૂ રાજકીય રંગમાં રંગાઇ જાય છે. કોંગ્રેસ હોય કે ભાજપ બનેં માં આવા નેતાની કોઇ કમી નથી. અને દૂર ક્યા જવાની જરૂર છે આજે જ કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ દ્વારા PM મોદી સંદર્ભનાં એક નિવેદન સબબ રાહુલ ગાંધીએ SCમાં માફી પત્ર પણ રજૂ કર્યો છે.

ગુજરાત કોંગ્રેસમાં પણ આવુ જ એક નિવેદન કોંગ્રેસનાં એક મહિલા નેતા અને ધારાસભ્ય દ્વારા પોતાના બે પૂર્વ સાથેઓ વિશે કરવામાં આવ્યું છે. કોંગ્રેસનાં મહિલા નેતાએ તો એવું કહી દીધું છે કે તેનું નિવેદન પૂરે પૂરી બબાલ મચાવે તેવું હાલ ચર્ચાઉ રહ્યું છે.

જી હા, રાધનપુરથી ચૂંટણી હાર્યા પછી ભાજપનાં નેતા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસનાં એક મહિલા નેતાનું “તું” કહીને અપમાન કર્યું હતુ.  સાથે જ ન વપરાય તેવા શબ્દો કહ્યાં હતા. હવે અલ્પેશ ઠાકોરને કોંગ્રેસના અન્ય મહિલા ધારાસભ્યએ “ડોબો” કહી દીધું છે, દાહોદમાં કોંગ્રેસના જનવેદના કાર્યક્રમમાં ગરબાડાના કોંગ્રેસી ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાએ કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં ગયેલા અલ્પેશ અને બાયડથી હારેલા ધવલ ઝાલાને ડોબા કહેતા વિવાદ ઉભો થયો છે.

મહત્વની વાતએ ચે કે, જ્યારે તેમને આવા શબ્દો વાપર્યા ત્યારે સ્ટેજ પર કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને પ્રભારી રાજીવ સાતવ જેવા નેતાઓ અહી ઉપસ્થિત હતા, તેમના આવા ભાષણથી અહી ઉપસ્થિત લોકો પણ ચોંકી ગયા હતા, કદાચ તેમને એટલા માટે આવા શબ્દો વાપર્યા હશે કે જ્યારે અલ્પેશ ઠાકોર અને ધવલ ઝાલા કોંગ્રેસમાં હતા ત્યારે ધારાસભ્ય હતા અને ભાજપમાં જઇને બંનેની હાર થતા તેમને ધારાસભ્ય પદ ગુમાવવું પડ્યું છે.

મહિલા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાએ અલ્પેશ ઠાકોર અને ધવલ ઝાલાને ડોબા કહ્યાં પછી પેટાચૂંટણીમાં ચૂંટાયેલા ધારાસભ્યોને આખલા કહ્યાં હતા, તેમના આ નિવેદન બાદ મોટો રાજકીય વિવાદ ઉભો થવાના એંધાણ દેખાઇ રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.