આક્રોશ/ સુરતમાં કોંગ્રેસની શરમજનક હારથી કાર્યકર્તાઓનો રોષ ભભૂક્યો, આ સિનિયર નેતાઓના પૂતળા સળગાવ્યા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે રાજ્યની છ મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજવામાં આવી હતી તેમાં આજે પરિણામ બાદ કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા હોવાનું જોવા મળ્યું હતું.સુરત કોંગ્રેસની શરમજનક હાર થતાની સાથે જ

Gujarat
surat congress 2 1 સુરતમાં કોંગ્રેસની શરમજનક હારથી કાર્યકર્તાઓનો રોષ ભભૂક્યો, આ સિનિયર નેતાઓના પૂતળા સળગાવ્યા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે રાજ્યની છ મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજવામાં આવી હતી તેમાં આજે પરિણામ બાદ કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા હોવાનું જોવા મળ્યું હતું.સુરત કોંગ્રેસની શરમજનક હાર થતાની સાથે જ કોંગ્રેસે કાર્યકર્તાઓ ભારે હતાશ અને રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે. કોંગ્રેસ કાર્યકર્તાઓએ સીધા આક્ષેપ કર્યો છે કે, સુરત કોંગ્રેસ-ભાજપના હાથે વેચાઈ ગઈ છે. 120 બેઠકો પર ઉમેદવારો ની ટિકિટ વેચી નાંખી હોવાની ફરિયાદો કરી રહ્યા છે. સુરત શહેર કોંગ્રેસની હાર પાછળ આ ત્રણેય નેતાઓને જવાબદાર ઠેરવ્યા છે.કોંગ્રેસ કાર્યાલય ખાતે જ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કદીર પીરજાદા,તુષાર ચૌધરી અને બાબુ રાયકાની વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને કોંગ્રેસની મોતી ભરેલી હારને માટે તેમને જવાબદાર ઠેરવ્યા હતાં. સાથે આ અગ્રણી નેતાઓ વિરૂધ્ધ કાર્યકરોએ અપશબ્દો પણ ઉચાર્યા હતાં.

કોંગ્રેસના કાર્યાલય સામે જ કાર્યકરોએ હતાશ થઈને રોષ પ્રગટ કર્યો હતો.

CM / ઐતિહાસિક જીત બદલ આવતીકાલે મુખ્યમંત્રી રાજકોટમાં, અભિવાદન સભામાં સજોડે રહેશે ઉપસ્થિત

કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમના નેતાગીરીથી ખૂબ જ નિરાશ થયા છે, વારંવાર ભારતીય જનતા પાર્ટી સામે નબળો દેખાવ છતાં પણ સંગઠનની દ્રષ્ટિએ નક્કર પગલાં કોંગ્રેસ પાર્ટી દ્વારા લેવામાં આવતા નથી જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે વિધાનસભામાં પણ પૈસા લઈને અયોગ્ય કેન્ડિડેટ કોને ટિકિટ આપી દેવામાં આવે છે, અથવા તો જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હોય તેની સાથે સેટીંગ કરીને નબળા ઉમેદવારને ટિકિટ આપી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવે છે તેવા પણ કાર્યકરોએ વધુમાં આક્ષેપ કર્યા છે.

કોંગ્રેસી નેતાઓ વિરૂધ્ધ નારેબાજી કરીને પૂતળાં સળગાવી રોષ વ્યક્ત કર્યો હતો.

Congress president / રાજકોટમાં કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે હાર કરી સ્વીકાર, સાથે ઈવીઅએમમાં ભાજપના સેટિંગના આક્ષેપ

કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા પોતાના જ નેતાઓ ભારતીય જનતા પાર્ટી સાથે સેટીંગ કરીને નબળા ઉમેદવારો ને જે તે વિસ્તારના ઉમેદવાર તરીકે પસંદ કરે છે. તો કેટલાક ઉમેદવારોને પાસેથી રૂપિયા ખંખેરી લઈને ગ્રાઉન્ડ લેવલના કાર્યકર્તાઓ ને ટિકિટ આપવાને બદલે તેમને ટિકિટ ફાળવી દેવામાં આવે છે. જેને કારણે આ પ્રકારે કોંગ્રેસ પક્ષની સતત હાર સુરત શહેરમાં થતી જોવા મળતા હોવાના નારા લગાવી કાર્યકરોએ રોષ ઠાલવ્યો છે.

Tweet / ગુજરાતે ફરી સાબિત કરી બતાવ્યું કે BJP નો ગઢ છે : મુખ્યમંત્રી રૂપાણી એ કર્યું ટ્વિટ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…