Statement/ મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં દારૂબંધી હળવી નહિ જ કરાય : CM રૂપાણીનું મોટું નિવેદન

CM રૂપાણીએ રાજ્યમાં દારૂબંધીને લઈને ચર્ચા દરમ્યાન નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે દારૂના વેચાણને ગુજરાતમાં છૂટ નહીં આપીએ. દારૂની છૂટને કારણે મહિલાઓની સુરક્ષા ખતરામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

Top Stories Gujarat
cm thursday મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં દારૂબંધી હળવી નહિ જ કરાય : CM રૂપાણીનું મોટું નિવેદન

વિશ્વભરમાં આજે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને જીવનમાં નારીનું શું મહત્વ છે તથા નારીના જીવનને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે તથા સોશ્યલ મીડિયામાં પણ નારીઓને પ્રોત્સાહન આપવા માટે યુવાનોમાં આજના દિવસનો ક્રેઝ છે ત્યારે ગુજરાત  સરકારે પણ આજે મહિલા દિવસને લઈને આયોજનો કર્યા હતા. આજે ગૃહમાં CM રૂપાણીએ રાજ્યમાં દારૂબંધીને લઈને ચર્ચા દરમ્યાન નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે દારૂના વેચાણને ગુજરાતમાં છૂટ નહીં આપીએ. દારૂની છૂટને કારણે મહિલાઓની સુરક્ષા ખતરામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. CM રૂપાણીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે આજે મહિલાઓ ગુજરાતમાં રાત્રે સ્કૂટર લઈને નીકળી શકે છે તે ગુજરાતમાં દારૂબંધીને કારણે છે. જો દારૂની છૂટ્ટી અપાશે તો રાજ્યમાં મહિલા સુરક્ષિત નહીં રહે.

Bustle / આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે બ્રિટનના શાહી પરિવારની વધુ એક પુત્રવધૂનો વિવાદિત ઇન્ટરવ્યૂ જાહેર, ખળભળાટ

આવામાં ફરી એક વખત રાજ્યમાં દારૂબંધી હટશે કે નહીં તેની અટકળો પર પૂર્ણવિરામ લાગી ગયું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાંક સમયથી રાજ્યમાં દારૂબંધી હટાવવા માટે કેટલાંક લોકોએ માંગ ઉઠાવી હતી. આ મુદ્દે હાઈકોર્ટમાં અરજી પણ થઈ ચૂકી છે. બીજી બાજુ રાજકીય નેતા શંકરસિંહ વાઘેલા પણ રાજ્યમાં દારૂની છૂટ આપવાની હિમાયત કરી ચૂક્યાં છે. બીજી તરફ સીએમ રૂપાણીએ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે સરકાર વહેલી ચૂંટણી ઈચ્છતી નથી. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી નહીં થાય.

west bengal elections / ચૂંટણી પહેલા મમતાને ફરી મોટો ઝટકો, 5 ધારાસભ્યો પાર્ટી છોડી ભાજપમાં જોડાયા

 આજે સવારે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે મહિલાઓને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. વ્હાલી દિકરી યોજના અંતર્ગત લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. પોર્ટલથી આંગણવાડી બહેનોને વેતન ચુકવણીનો શુભારંભ પણ કરવામાં આવ્યો તથા મહિલા-બાળ વિકાસ વિભાગની ડિજિટલ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…