Not Set/ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો,24 કલાકમાં 3 લોકોનાં મોત

કોરોનાના હાલ એકટિવ કેસો 3,687 છે,કોરોનાના કુલ કેસનો આંકડો 8,22,754 સુધી પહોચ્યો

Top Stories
corona 9 રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો,24 કલાકમાં 3 લોકોનાં મોત

કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે,કોરોનાની બીજી લહેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જે સારી વાત છે.ગુજરાતમાં કોરનાની બીજી લહેર મંદ પડી રહી છે. જેના લીધે રાજ્યમાં લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી છે અને રાજ્ય અનલોક થઇ રહ્યું છે .છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા કેસો 112 નોંધાયા છે.

કોરોનાની બીજી લહેર ઘાતક નીવડી રહી હતી પરતું છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસો અને મૃત્યુઆંક ક્રમશઘટી રહ્યા છેય છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા કેસો 112 નોંધાયા છે અને કોરોનાથી 3 લોકોના મોત થયાં છે. ગુજરાતમાં કુલ કેસનો આંકડો 8,22,754 સુધી પહોચ્યો છે. જયારે કોરોનાને માત આપીને સાજા થયેલા દર્દીઓની સંખ્યા 305 છે જયારે કોરોનાને હરાવી ને સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,09,506 છે.

ગુજરાતમાં કોરોનાના હાલ એકટિવ કેસો 3,687 છે. કોરોનાના કેસો પ્રતિદિન ઘટી રહ્યા છે પરતું લોકો હજીપણ માસ્ક અને સાેશિયલ ડિસ્ટીંગનો આભાવ જોવા મળી રહ્યો છે હજી ત્રીજી લહેર આવવાની બાકી છે. કોરનાના કેસો ઝડપથી ઘટી રહ્યા છે. જેના લીધે જનજીવન સામાન્ય બની રહ્યું છે પહેલાની સરખામણીમાં કોરોનાના કેસો તળીયે જોવા મળી રહ્યા છે. રાજ્ય સરકારે વેક્સિન માટે ઝડપી ઝુંબેશ હાથ ધર્યો છે.