Politics/ ઇમરાન ખેડાવાળાના ખાસ ગણાતા શહેઝાદને ટિકિટ ન મળતા સર્જાયો વિવાદ

જમાલપુરમાંથી શાહ નવાઝ શેખને ટિકિટ ન મળતા તેઓ પાર્ટીથી ખુબજ નારાજ થઇ ગયા હતા. શાહનવાઝની ટિકિટ કપાતા તેમના ચાહકોને પણ ભારે ધ્રાસ્કો લાગ્યો હતો.એટલુંજ નહિ શાહનવાઝના વિસ્તારમાં પણ ટિકિટ કપાયાના સમાચાર વહેતા થતા લોકોએ તેના વિશે ભારે ચર્ચા કરી હતી.

Ahmedabad Gujarat
a 67 ઇમરાન ખેડાવાળાના ખાસ ગણાતા શહેઝાદને ટિકિટ ન મળતા સર્જાયો વિવાદ

કોંગ્રસ અને ભાજપ એમ બંનેમાં રીસામણા અને મનામણાંની જાણે સીઝન ચાલી રહી હોય તેમ કાર્યકર્તાઓ પાર્ટીના નિર્ણયથી નારાજ થઇ રહ્યા છે. અને સૌથી વધારે નારાજગીનો માહોલ કોંગ્રેસ પક્ષમાંથી દેખાય રહ્યો છે. કારણકે ગુજરાતમાં AIMIM ની એન્ટ્રી થયા બાદ કૉંગેસ પોતાની સીટો બચાવવા માટે નવા ચહેરાને ટિકિટ આપવાની નીતિ અપનાવીને પાર્ટીના જૂના ચહેરાને નારાજ કરી રહી છે.

જમાલપુરમાંથી શાહ નવાઝ શેખને ટિકિટ ન મળતા તેઓ પાર્ટીથી ખુબજ નારાજ થઇ ગયા હતા. શાહનવાઝની ટિકિટ કપાતા તેમના ચાહકોને પણ ભારે ધ્રાસ્કો લાગ્યો હતો.એટલુંજ નહિ શાહનવાઝના વિસ્તારમાં પણ ટિકિટ કપાયાના સમાચાર વહેતા થતા લોકોએ તેના વિશે ભારે ચર્ચા કરી હતી.જોકે,હાઇકમાન્ડે તાત્કાલિક વચ્ચેનો રસ્તો કાઢીને શાહનવાઝને જમાલપુરની જગ્યાએ ખાડીયામાંથી ટિકિટ આપીને મામલાનો અંત લાવ્યો હતો.જમાલપુરમાં આવા એક નહિ પણ ઘણા વિવાદ સામને આવ્યા છે.

પૂર્વ કાઉન્સિલર યુસુફ સૈયદના પુત્ર શહેઝાદ સૈયદએ બહુ ટૂંકા સમયગાળામાં જમાલપુરમાં પોતાની સારી છબી બનાવી લીધી છે. તેમના પિતા જયારે જીવિત હતા ત્યારે તેમની જે કામગીરી જમાલપુરમાં બોલાતી હતી, તેવી જ કામગીરી હવે શહેઝાદ સૈયદના નામથી બોલાવા લાગી છે.એટલું જ નહીં સ્થાનિકોનું કહેવું છે કે શહેઝાદનું સ્થાન ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાના ખુબજ નજીક માનવામાં આવે છે. ઈમરાનના દરેક કાર્યક્રમથી લઈને વિસ્તારની દરેક કામગીરીમાં શહેઝાદની હાજરી જોવા મળતી જ હોય છે. તેથી જમાલપુરના સ્થાનિકો શહેઝાદ સૈયદથી ખુબજ પરિચિત પણ થઇ ગયા છે.

શહેઝાદ સૈયદની ઈચ્છા હતી કે જમાલપુરમાંથી તેઓ કોર્પોરેશનની ચૂંટણી લડે અને કોર્પોરેટર બનીને પોતાના પિતાનું જેવું નામ જમાલપુરમાં પહેલા બોલાતું હતું તેવું જ નામ પોતાનું પણ થાય તે માટેની છબી ઉભી કરવી છે. અને આ માટે શહેઝાદે કૉંગેસમાંથી ટિકિટ પણ માંગી હતી. પાર્ટીના સિનિયર નેતાઓએ શહેઝાદને આશ્વાશન આપ્યા હતા કે ટિકિટ તેને ચોકક્કસ પણે મળશે. સિનિયર નેતાઓએ આપેલા આશ્વાસનથી શહેઝાદની હિમ્મત વધી હતી અને તેણે જમાલપુરમાં પોતાની મહેનત અને કામગીરી ચાલુ જ રાખી હતી. જોકે, આજે શહેઝાદની ટિકિટ કપાઈ જતા શહેઝાદની આશા ઉપર પાણી ફરી વળ્યું હતું.

શહેઝાદે જણાવ્યું હતું કે, ” મારી સાથે બહુ ખોટું થયું છે, હું ટિકિટ માટેનો હક્કદાર હતો, અને મને ટિકિટ મળશે તેવું પાર્ટીના સિનિયરે પણ મને કહ્યું હતું, જોકે હવે નવા ચહેરાને પાર્ટીએ ટિકિટ આપીને પોતાના પગ ઉપર કુહાડી મારી છે. મારા કામથી જમાલપુરના સ્થાનિકો પરિચિત છે છતાં પણ મને ટિકિટ ન આપવામાં આવી જેનો મને ખુબજ અફસોસ છે.”

કૉંગેસની ટિકિટ વહેંચણીને લીધે જમાલપુરમાં એક પછી એક રીસામણા અને મનામણાંના કિસ્સા સામને આવી રહ્યા છે.પાર્ટીએ ક્યાં કારણસર આવી રીતની ટિકિટની વહેંચણી કરી હશે તે કોંગેસના કાર્યકર્તાઓની સમજની બહાર છે. પરંતુ, પાર્ટીમાં જોડાયેલા લોકોનું માનવું છે કે આ વખતની ટિકિટ વહેંચણી ખુબજ વિવાદિત બની ગઈ છે જેની આગામી ચૂંટણીઓમાં ભારે અસર પડી શકે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…