વિવાદ/ સોશિયલ મીડિયા પર અતરંગી રે ને લઈને વિવાદ, ઉઠી બોયકોટની માંગ

ધનુષ, સારા અલી ખાન અને અક્ષય કુમાર સ્ટારર આ ફિલ્મ જ્યાં દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે તો બીજી તરફ કેટલાક લોકોએ તેનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.

Trending Entertainment
અતરંગી રે

ડિરેક્ટર આનંદ એલ રાયની ફિલ્મ અતરંગી રે વિવાદમાં આવી ગઈ છે. ધનુષ, સારા અલી ખાન અને અક્ષય કુમાર સ્ટારર આ ફિલ્મ જ્યાં દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે તો બીજી તરફ કેટલાક લોકોએ તેનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. ટ્વિટર પર #Boycott_Atrangi_Re ટ્રેન્ડ કરી રહ્યું છે. આ ટ્રેન્ડમાં સોશિયલ મીડિયાનો એક વર્ગ ફિલ્મને ‘હિંદુફોબિક’ કહી રહ્યો છે.

આ પણ વાંચો :કરણ જોહરે દિલ્હી સરકારને સિનેમા હોલ ખોલવાની કરી અપીલ, યુઝર્સે કર્યો ટ્રોલ

https://twitter.com/TeamPushpendra/status/1475803689923203073?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1475803689923203073%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.aajtak.in%2Fentertainment%2Fbollywood-news%2Fstory%2Fatrangi-re-sara-ali-khan-dhanush-starrer-faces-boycott-trend-on-twitter-for-hinduphobia-plot-tmov-1383915-2021-12-31

આ છે અત્રંગી રે ની વાર્તા

ફિલ્મ ‘અતરંગી રે’ની વાર્તા બિહારની રહેવાસી રિંકુ સૂર્યવંશી (સારા અલી ખાન)ની આસપાસ ફરે છે. રિંકુના પરિવારના સભ્યો તેના વારંવાર ઘરમાંથી ભાગી જવાથી પરેશાન છે અને તેથી તેના લગ્ન તમિલ બ્રાહ્મણ છોકરા વિશુ (ધનુષ) સાથે બળજબરીથી કરવામાં આવે છે. વિશુ પણ લગ્ન કરવા માંગતો નથી કારણ કે તેના જીવનમાં કોઈ બીજું છે જેની સાથે તે લગ્ન કરવા જઈ રહ્યો છે. આ સાથે જ રિંકુ એક જાદુગરના પ્રેમમાં પડે છે, જેનું નામ સજ્જાદ અલી ખાન (અક્ષય કુમાર) છે.

ટ્વિટર યુઝર્સને આને લઈને છે સમસ્યા

#Boycott_Atrangi_Re સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. યૂઝર્સના ટ્વીટ પ્રમાણે કેટલાક લોકોનું કહેવું છે કે ફિલ્મમાં માત્ર લવ જેહાદ જ નથી દર્શાવવામાં આવ્યું પરંતુ હિંદુ ધર્મનું પણ અપમાન કરવામાં આવ્યું છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે મુસ્લિમ સાથે પ્રેમમાં દેખાતી હિન્દુ યુવતી આવી ફિલ્મો દ્વારા સમાજને આવો જ સંદેશ આપશે.

બાય ધ વે, ફિલ્મ ‘અતરંગી રે’ને દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે. આ ફિલ્મે એક રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અક્ષય કુમાર, સારા અલી ખાન અને ધનુષ સ્ટારર ફિલ્મ ‘અતરંગી રે’ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 24 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી અને તેને સૌથી મોટી ઓપનિંગ ડે મળી હતી. ‘અતરંગી રે’ ડિઝની પ્લસ હોટસ્ટાર પર પહેલા દિવસે સૌથી વધુ જોવાયેલી ફિલ્મ બની હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો : નોરા ફતેહીની કોરોનાથી થઈ હાલત ખરાબ, કહ્યું- ઘણા દિવસોથી બેડ પર પડી છું…

આ પણ વાંચો :ફિલ્મ પ્રોડ્યુસર વિજય ગલાનીનું નિધન, ‘સૂર્યવંશી’, ‘વીર’ જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું હતું

આ પણ વાંચો : કપૂર પરિવારના 4 લોકો બાદ હવે શિલ્પા શિરોડકર પણ કોરોના પોઝિટિવ

આ પણ વાંચો : સલમાન ખાન પનવેલના રસ્તાઓ પર ઓટો ચલાવતો મળ્યો જોવા, વીડિયો વાયરલ