IND Vs NZ/ કોહલીને આઉટ આપવા પર વિવાદ, પરેશ રાવલે કહ્યુ- આ થર્ડ એમ્પાયર છે કે થર્ડ ક્લાસ એમ્પાયરિંગ?

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ મુંબઈનાં વાનખેડે મેદાન પર રમાઈ રહી છે. પરંતુ આ ટેસ્ટ સીરીઝમાં એમ્પાયરને લઈને ઘણા સવાલો ઉભા થયા છે.

Sports
કોહલી LBW વિવાદ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ મુંબઈનાં વાનખેડે મેદાન પર રમાઈ રહી છે. પરંતુ આ ટેસ્ટ સીરીઝમાં એમ્પાયરને લઈને ઘણા સવાલો ઉભા થયા છે. પ્રથમ મેચમાં તમે જોયું હશે કે DRS લીધા પછી ઘણા નિર્ણયો બદલાયા હતા. અને હવે કેપ્ટન વિરાટ કોહલી બીજી ટેસ્ટ મેચમાં ખરાબ એમ્પાયરિંગનો શિકાર બન્યા છે.

આ પણ વાંચો – SL vs WI / શ્રીલંકાએ વેસ્ટ ઈન્ડિઝનાં સૂપડા સાફ કર્યા, WTC પોઈન્ટ ટેબલમાં ટોપ પર યથાવત, ભારત ત્રીજા નંબરે પહોંચ્યુ

જણાવી દઇએ કે, ભારતની ઇનિંગની 30મી ઓવર ચાલી રહી હતી. બોલર એજાઝ પટેલ બોલિંગ કરી રહ્યો હતો. વિરાટ કોહલી પટેલનાં બોલને સમજી શક્યો નહી અને તે બિટ થઇ ગયો હતો. પટેલે LBW માટે અપીલ કરી હતી. અને એમ્પાયરે આઉટ જાહેર કર્યો હતો. વિરાટ કોહલીએ તુરંત જ DRS માટે અપીલ કરી. રિપ્લેમાં સ્પષ્ટ દેખાતું હતું કે બોલ બેટની ખૂબ મોટી કિનારી સાથે પેડ પર અથડાયો છે. પરંતુ ત્રીજા એમ્પાયરે કંઈક બીજું જ જોયું. અને રેડ લાઇટમાં કોહલી માટે લખ્યું આઉટ. થર્ડ એમ્પાયરનાં આ નિર્ણય બાદ કોહલી એકદમ આશ્ચર્યચકિત જોવા મળ્યો હતો. અને ફિલ્ડ એમ્પાયર પાસે જઈને વાત કરવા લાગ્યો. અને ખૂબ જ ગુસ્સામાં દેખાતો હતો. જ્યારે કેમેરો ડ્રેસિંગ રૂમ તરફ વળ્યો ત્યારે કોચ રાહુલ દ્રવિડ પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. આશ્ચર્ય થવું સ્વાભાવિક પણ છે. કારણ કે જો તે ઓનફિલ્ડ એમ્પાયરની ભૂલ હોય તો તે સમજી શકાય છે. પરંતુ જો થર્ડ એમ્પાયર આવા નિર્ણયો આપે છે તો સમસ્યા ઘણી મોટી થઈ શકે છે. જો કે, નિયમોની દ્રષ્ટિએ અહીં નોટઆઉટ આપવા માટે થર્ડ એમ્પાયરે મજબૂત પુરાવા આપવા પડશે કારણ કે ફિલ્ડ એમ્પાયરે કોહલીને આઉટ આપ્યો હતો.

https://twitter.com/Kohli_Spy/status/1466816806681649156?s=20

આ પણ વાંચો – IPL 2022 / મુંબઈને બાય-બાય કહેતા હાર્દિક પંડ્યાએ કરી Emotional પોસ્ટ, જોઇને તમારી આંખોમાં પણ આવી જશે આસું

ક્રિકેટ ચાહકોથી લઈને ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓએ કોહલીને LBW આઉટ આપવા અંગે સવાલો ઉઠાવ્યા હતા, બોલિવૂડ અભિનેતા પરેશ રાવલે પણ વિરાટ કોહલીને આઉટ આપવા બદલ થર્ડ એમ્પાયરની ઝાટકણી કાઢી હતી. કોહલીને કાનપુર ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો હતો. મુંબઈ ટેસ્ટમાં ભારતની પ્રથમ ઇનિંગમાં તે શૂન્ય પર આઉટ થયો હતો. કિવી ટીમનાં સ્પિનર ​​એજાઝ પટેલે તેને ભારતીય ઇનિંગ્સની 30મી ઓવરમાં આઉટ કર્યો હતો. પરેશ રાવલે થર્ડ એમ્પાયરની ક્લાસ લેતા ટ્વિટ કર્યું, ‘આ થર્ડ એમ્પાયર છે કે થર્ડ ક્લાસ એમ્પાયરિંગ?’

એજાઝ પટેલનો બોલ કોહલીનાં બેટની કિનારી પર વાગ્યો હતો. કોહલીને ફિલ્ડ એમ્પાયર અનિલ ચૌધરીએ આઉટ આપ્યો હતો. કોહલીને વિશ્વાસ હતો કે બોલ પહેલા તેના બેટની કિમારી પર વાગ્યો હતો. તે પછી તુરંત જ તેણે DRS લીધું. રિપ્લેમાં જોવા મળ્યું કે બોલ કોહલીનાં બેટની કિનારી અડીને ગયો હતો. પરંતુ એ નક્કી કરવું મુશ્કેલ હતું કે બોલ કોહલીનાં પેડ કે બેટ પર પ્રથમ અથડાયો કે પછી બન્ને બાબતો એક સાથે બની હતી. થર્ડ એમ્પાયર વીરેન્દ્ર શર્માએ ફિલ્ડ એમ્પાયરનો સાથ આપવાનું યોગ્ય માન્યું અને વિરાટને આઉટ જાહેર કર્યો.