ધર્માંતરણ/ ભરૂચ પાસેના કાંકરિયા ગામના 100 થી વધુ હિંદુઓનું ધર્માંતરણ

ભારત દેશમાં ગેરકાયદેસર રીતે વિદેશી ફન્ડિંગ લાવી તે નાણાનો ગેરકાદેસર રીતે હિન્દુ લોકોને મુસ્લિમ ધર્મ પરીવર્તન કરાવવામાં ઉપયોગ કરાતો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામે થયો છે.

Top Stories Gujarat Others
bharuch 1 ભરૂચ પાસેના કાંકરિયા ગામના 100 થી વધુ હિંદુઓનું ધર્માંતરણ

ગુજરાત રાજયના ભરુચ જીલ્લામાં આમોદ ખાતે ગેરકાયદે રીતે હિન્દુઓને ફોસલાવી લાલચ આપી મુસ્લિમ બનાવવાનું ષડયંત્ર ઝડપાયું છે.  વિદેશી ફંડના જોરે ચાલતું આ સમગ્ર ષડયંત્ર ચાલતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. હાલ લંડન રહેવાસી અને મૂળ ભરૂચના નબીપુરના ફેફડાવાલા હાજી અબ્દુલ્લા વિદેશથી ગેરકાયદે નાણાં મોકલી ધર્માંતરણ માટે ફન્ડિંગ કરતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઉત્તરપ્રદેશ અને વડોદરા બાદ ભરૂચ જિલ્લાના નબીપુરના વતનીએ વિદેશમાંથી ફંડ ઉભુ કરી હિન્દુઓનું મુસ્લિમીકરણ કરાવ્યા હોવાનો પર્દાફાશ થયો છે.
અજ્ઞાન ગરીબ આદિવાસીઓને લોભ,  લાલચ, રોકડા, રાશન સહિતના પ્રલોભનો આપી ઇસ્લામ ધર્મ અપનાવવા મજબૂર કરાવતા હતા. વિદેશી આવતા ફન્ડિંગના જોરે છેલ્લા કેટલાક સમયથી આ ધર્માંતરણ કૃત્ય ચાલતું હતું.

પ્રાપ્ત વિગતોનુસર ભારત દેશમાં ગેરકાયદેસર રીતે વિદેશી ફન્ડિંગ લાવી તે નાણાનો ગેરકાદેસર રીતે હિન્દુ લોકોને મુસ્લિમ ધર્મ પરીવર્તન કરાવવામાં ઉપયોગ કરાતો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામે થયો છે. જ્યાં કટ્ટરવાદી મુસ્લિમોએ સિન્ડિકેટ બનાવી 37 આદિવાસી પરિવારના 100 થી વધુ લોકોને મુસ્લિમ બનાવી દીધા છે. ભરૂચ જિલ્લા પોલીસે આ અંગે આમોદ પોલીસ મથકે ગુનો નોંધી મૌલવી સહિત 9 આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.

વિદેશી ફન્ડિંગની મદદથી હિંદુઓને ઇસ્લામ અંગીકાર કરાવાયો : ગુજરાતમાં ચાલતા મોટા ધર્માંતરણ રેકેટનો

ભરૂચ જિલ્લાના કાંકરીયા ગામે હિન્દુ ધર્મમાંથી ગેરકાયદેસર રીતે મુસ્લિમ ધર્મમાં ધર્માંતરણ કરાવવાના ષડયંત્રમાં ધાર્મિક કટ્ટરવાદીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો છે. કાંકરીયા ગામના 100 થી વધુ હિન્દુઓને મુસ્લિમ ધર્મમાં પરીવર્તીત કરાવી ચુકયા છે. મુસ્લિમ ધાર્મિક કટ્ટર સિન્ડીકેટના સભ્યો ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામમાં ઘણા સમયથી ધર્મના નામે ગેર કાયદેસર રીતે ધર્માંતરણ કરાવવા તેમજ મુસ્લિમ કટ્ટરવાદી લોકો વિદેશમાંથી ફંડીંગ ભેગુ કરી ધર્માંતરણની અસામાજીક પ્રવૃતિ ચાલુ કરી હતી.

આ મુસ્લિમ કટ્ટરવાદી લોકોએ વસાવા હિન્દુ આદિવાસી લોકોને રોકડ રૂપિયા તેમજ અન્ય સહાયની લાલચ આપી હતી. અને તેઓની તેઓની આર્થિક સ્થિતિ તથા તેમની અજ્ઞાનતાનો લાભ લઈ, તેમણે મુસ્લિમ બનવા માટે મજબૂર કર્યા હતા. હિન્દુ અને મુસ્લિમ ધર્મના લોકો વચ્ચે વયમનસ્ય ફેલાવવ જુવું જઘન્ય કૃત્ય કર્યું હતું. ગુજરાત અને દેશની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવાના આ ગુનાહિત કાવત્રામાં ભરૂચ જિલ્લાના કેટલાક મુસ્લિમ કટ્ટરવાદીઓએ વિદેશમાંથી આર્થિક સહાય મેળવી હિન્દુઓને મુસ્લિમ ધર્મ પરિવર્તન કરાવવાનું બિડુ ઝડપી , કાંકરીયા ગામના વસાવા હિન્દુ લોકોના 37 જેટલા કુટુંબોના 100 થી વધારે લોકોને લોભ – લાલચ આપી મુસ્લિમ ધર્મ પરિવર્તન કરાવવાની અસામાજીક પ્રવૃતિ ચલાવતા હતા.

ભરુચમાં ધર્મ પરિવર્તનનું મસમોટું કાવતરુંં: વિદેશથી ફંડ મેળવી ધર્માંતરણ કરાવતાં 9 લોકો સામે ફરિયાદ - Sanj Samachar

અત્રે નોધનીય છે કે, અગાઉ ઉત્તરપ્રદેશ તેમજ વડોદરામાં પણ આવું જ કૃત્ય નબીપુરના વતની અને હાલ લંડન રહેતા ફેફડાવાલા હાજી અબ્દુલ કૃઈ ચૂક્યો છે. તેણે  વિદેશમાંથી ફંડ ઉભુ કરી ભારત દેશમાં ગેરકાયદેસર રીતે લાવી તે નાણાનો ગેરકાદેસર રીતે હિન્દુ લોકોને મુસ્લિમ ધર્મ પરીવર્તન કરાવવામાં ઉપયોગ કરેલ છે.

કાંકરીયા ગામના જાગૃત નાગરિકે પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરીયાદ આપતા આ બાબતે પોલીસ મહાનિરીક્ષકના માર્ગદર્શન હેઠળ અને ધર્મ પરિવર્તન કરાવવા માટેના સરકારના નિયમો જોતા તેનુ પાલન થયેલ ન હોવાનુ જણાઈ આવ્યું હતું. કાંકરીયા ગામના જાગૃત નાગરિકની ફરીયાદ આધારે હિન્દુ લોકોને મુસ્લિમ બનાવનાર તેમજ તેમા સહાય કરતા મુસ્લિમ કટ્ટરવાદી 9 લોકોની સિન્ડિકેટ વિરૂધ્ધ આમોદ પોલીસ સ્ટેશને ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની કલમ -4 તથા ઇ.પી.કો. કલમ -120 ( બી ) , 153 બી ( સી ) , 506 ( 2 ) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. હિન્દુઓના ધર્મ પરિવર્તનના ષડયંત્રની તપાસ ભરૂચ SC/ST સેલના DYSP હાથ ધરી છે.

વિદેશી ફન્ડિંગથી ભરૂચમાં હિન્દૂ ધર્માંતરણ કરાવતા કટ્ટરવાદી 9 મુસ્લિમ આરોપીઓ

(૧) શબ્બીર બેકરીવાલા રહે . આમોદ

(૨) સમજ બેકરીવાલા રહે . આમોદ

(૩) અબ્દુલ અઝીઝ પટેલ રહે . કાંકરીયા, આમોદ

(૪)યુસુફ જીવણ પટેલ રહે . કાંકરીયા

(૫)ઐયુબ બરકત પટેલ રહે . કાંકરિયા

(૬)ઇબ્રાહીમ પુના । પટેલ રહે . કાંકરીયા

(૭) ફેફડાવાલા હાજી અબ્દુલ્લા રહે . નબીપુર , હાલ લંડન

(૮)હશન ટીસલી રહે . આછોદ , તા . આમોદ

(૯)ઇસ્માઇલ આછોદવાલા ઉર્ફે ડેલાવાલા ( મૌલવી ) રહે . આછોદ , આમોદ

ભરૂચના આમોદમાં ધર્માંતરણ મુદ્દે ખુલાસો

ભરૂચના આમોદમાં ધર્માંતરણ મુદ્દે ખુલાસો સામે આવ્યો છે. સલાહુદ્દીન અને ઉમર ગૌતમે ફન્ડિંગ કર્યું હતું. વડોદરા SOGની તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. આફમી ચેરિટેબલ ટ્રસ્ટને આ કૌભાંડમાં 80 કરોડનું ફંડ મળ્યું હતું. વિદેશથી હવાલા મારફતે વિદેશી ફંડ આવ્યું હતું.

સલાહુદ્દીનની આફમી ચેરીટેબલ ટ્રસ્ટને ફંડ મળતા સલાહુદ્દીન શેખે ભરૂચની મુલાકાત લીધી હતી. છેલા એક વર્ષમાં 28 વખત ભરૂચની મુલાકાત લીધી હતી. સલાહુદ્દીને આસપાસના વિસ્તારમાં રૂપિયા મોકલ્યા હતા.

12 થી 15 લાખ રૂપિયા મોકલ્યા હોવાનું સામે આવ્યું છે. ઉંમર ગૌતમે 18 થી 19 વખત ભરૂચની મુલાકાત લીધી હતી. વડોદરા એસઓજીની ટીમે વધુ તપાસ માટે ભરૂચ રવાના થઈ છે.

અમદાવાદ / AMCના લારીઓ હટાવવાના આદેશનો વિરોધ, AIMIMના કાર્યકરોએ કર્યું વિરોધ પ્રદર્શન

ગુજરાત /  હવે નગરપાલિકાના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી કરશે વિરોધ, જાણો કેમ ?

કોરોના કેસમાં વધારો / અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ આવવાની શરૂઆત