Covid-19/ કોરોના અને પ્રદૂષણ એકસાથે ખતરનાક, આ દરરોજ સિગારેટ પીવા બરોબરઃ ડૉ.ગુલેરિયા

ડૉ. ગુલેરિયાએ કહ્યું કે, કોરોના અને પ્રદૂષણ એકસાથે હોવું ખૂબ જ ખતરનાક છે. પ્રદૂષણ વધવું એ દરરોજ સિગારેટ પીવા જેવું છે. તેમણે લોકોને અપીલ કરી કે તેઓ નબળા AQI ધરાવતા વિસ્તારોમાં જવાનું ટાળે.

Top Stories India
કોરોના અને પ્રદૂષણ

દેશભરમાં 4 નવેમ્બરનાં રોજ દિવાળીનાં તહેવારની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ તહેવારમાં ભારે આતશબાજી જોવા મળી હતી. જે રાજ્યોમાં ફટાકડાનાં વેચાણ પર પ્રતિબંધ હતો ત્યાં પણ લોકોએ ખૂબ જ ફટાકડા ફોડ્યા. દેશની રાજધાની દિલ્હીમાં દર વર્ષે દિવાળી પછી સ્મોગની સમસ્યા વધી જાય છે, જેના કારણે શ્વસન સંબંધી દર્દીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો – T20 World Cup / સ્કોટલેન્ડને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાને નસીબની જરૂર, Top-4 માં પહોંચવાની ભારતની આશા હવે અફઘાનિસ્તાન પર ટકી

ડૉ. રણદીપ ગુલેરિયા, ઑલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS) નાં ડિરેક્ટરે શુક્રવારે જણાવ્યું હતું કે, ‘દર વર્ષે દિવાળી અને શિયાળા દરમિયાન, પરાલી સળગાવવા, ફટાકડા, અન્ય કારણોસર દિલ્હી અને સમગ્ર ભારત-ગંગાનાં પટ્ટામાં ધુમ્મસનું કારણ બને છે અને ઘણા દિવસો સુધી વિઝિબિલિટી ખૂબ જ નબળી રહે છે. તે શ્વસન સ્વાસ્થ્ય પર ભારે અસર કરે છે. ડૉ. ગુલેરિયાએ કહ્યું કે, કોરોના અને પ્રદૂષણ એકસાથે હોવું ખૂબ જ ખતરનાક છે. પ્રદૂષણ વધવું એ દરરોજ સિગારેટ પીવા જેવું છે. તેમણે લોકોને અપીલ કરી કે તેઓ નબળા AQI ધરાવતા વિસ્તારોમાં જવાનું ટાળે. ડૉ.ગુલેરિયાએ એમ પણ કહ્યું કે વધતા પ્રદૂષણને ગંભીરતાથી લેવું જોઈએ. આવી સ્થિતિમાં માસ્ક પહેરવું ખૂબ જ જરૂરી બની ગયું છે. AIIMSનાં ડાયરેક્ટરે વધુમાં કહ્યું, ‘અમે એક અભ્યાસ કર્યો હતો જેમાં અમે જોયું કે જ્યારે પણ પ્રદૂષણનું સ્તર ઊંચું હોય છે, ત્યારે બાળકો અને પુખ્ત વયનાં લોકોમાં શ્વાસ સંબંધી સમસ્યાઓ માટે ઈમરજન્સી મુલાકાતો થોડા દિવસો પછી વધી જાય છે. એ વાત ચોક્કસ છે કે પ્રદૂષણને કારણે શ્વાસની તકલીફ થાય છે.

આ પણ વાંચો – જિલ્લાથી કડક નિયમોની થઈ શરૂઆત / જો વેક્સિન નહીં લો તો ડ્રાઇવિંગ લાયસન્સ, RC બુક સહિતનાં કોઈ કામ નહીં થાય

ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ‘દર વર્ષે એવા ડેટા પણ આવી રહ્યા છે કે વાયુ પ્રદૂષણનાં સંપર્કમાં આવવાથી બાળકો પર પણ લાંબા ગાળે તેની અસર થાય છે, તેની અસર તેમના ફેફસાનાં વિકાસ અને ફેફસાં પર પણ પડે છે. ક્ષમતા કંઈક અંશે ઓછી છે. ડૉ.ગુલેરિયાએ કહ્યું કે, પ્રદૂષણની અસર સ્વાસ્થ્ય પર ભારે થાય છે, ખાસ કરીને શ્વાસ સંબંધી રોગોની વાત કરીએ તો. અસ્થમા અને ફેંફસા પર પ્રદૂષણની ઘણી અસર થાય છે. પ્રદૂષણને કારણે રોગ વધે છે. વળી, પ્રદૂષણ કોવિડનાં વધુ ગંભીર કેસ તરફ દોરી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે લોકોએ માસ્ક પહેરવું જોઈએ, તેનાથી કોરોના અને પ્રદૂષણ બન્ને સામે રક્ષણ આપવામાં મદદ મળશે.