Covid-19/ દેશમાં ઝડપથી ઘટી રહ્યા છે કોરોનાનાં કેસ, છેલ્લા 24 કલાકમાં 332 દર્દીઓનાં થયા મોત

છેલ્લા ઘણા સમયથી દેશમાં કોરોનાનાં કેસમાં ઘટાડો થયો છે. તાજેતરમાં દિવાળીનો તહેવાર દેશવાસીઓ ધામધૂમથી મનાવ્યો હતો. ત્યારે એવુ માનવામાં આવી રહ્યુ હતુ કે, દિવાળી બાદ કોરોનાનાં કેસમાં વધારો થઇ શકે છે.

Top Stories India
દેશમાં કોરોનાનાં કેસ

વૈશ્વિક સ્તરે, કોરોના વાયરસે 25.03 કરોડ લોકોને પોતાની ઝપટમાં લીધા છે. આ જીવલેણ મહામારીનાં કારણે અત્યાર સુધીમાં 50.5 લાખથી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે 7.28 અબજથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. સૌથી વધુ કેસ સાથે વિશ્વની સૌથી મોટી મહાસત્તા અમેરિકા સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) દ્વારા મંગળવારે જાહેર કરાયેલા ડેટા અનુસાર વર્તમાન વૈશ્વિક કેસો, મૃત્યુ અને રસીકરણની કુલ સંખ્યા અનુક્રમે વધીને 250,314,842, 5,055,334 અને 7,285,904,320 થઈ ગઈ છે. CSSE મુજબ, યુ.એસ. વિશ્વમાં સૌથી વધુ કેસ અને મૃત્યુ 46,613,052 અને 755,631 સાથે સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. ભારત 34,366,987 કેસ સાથે કોરોના સંક્રમણનાં મામલે બીજા ક્રમે અને બ્રાઝિલ 21,886,077 સંક્રમણ સાથે ત્રીજા ક્રમે છે.

આ પણ વાંચો – ભાવ વધારો / શ્રીગંગાનગરમાં પેટ્રોલનો ભાવ આસમાને, રાજસ્થાનનાં ખેડૂતો પંજાબમાંથી પૂરાવી રહ્યા છે પેટ્રોલ-ડીઝલ

આપને જણાવી દઇએ કે, છેલ્લા ઘણા સમયથી દેશમાં કોરોનાનાં કેસમાં ઘટાડો થયો છે. તાજેતરમાં દિવાળીનો તહેવાર દેશવાસીઓ ધામધૂમથી મનાવ્યો હતો. ત્યારે એવુ માનવામાં આવી રહ્યુ હતુ કે, દિવાળી બાદ કોરોનાનાં કેસમાં વધારો થઇ શકે છે. જો કે તમામ આશંકાઓ વચ્ચે ભારતમાં કોરોનાનાં કેસ દિવસેને દિવસે સતત ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશની અંદર કોરોના વાયરસનાં કુલ 10 હજાર 126 નવા કેસ સામે આવ્યા છે, જે છેલ્લા 266 દિવસમાં સૌથી નીચા સ્તરે છે. વળી, હવે ભારતમાં કોરોનાની સારવાર કરાયેલા દર્દીઓની સંખ્યા પણ 263 દિવસનાં સૌથી નીચલા સ્તરે આવી ગઈ છે. તાજેતરનાં આંકડાઓ અનુસાર, હવે દેશમાં કોરોનાનાં માત્ર 1 લાખ 40 હજાર 638 સક્રિય દર્દીઓ બચ્યા છે, જે છેલ્લા 263 દિવસમાં સૌથી ઓછા છે. આરોગ્ય મંત્રાલયનાં આંકડા અનુસાર, છેલ્લા એક દિવસમાં કોરોનાનાં 332 દર્દીઓનાં મોત થયા છે. આ પછી, દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 4 લાખ 61 હજાર 389 પર પહોંચી ગયો છે. વળી, મંગળવાર સવાર સુધીનાં ડેટા અનુસાર, દેશમાં કોરોના રસીનાં કુલ 1 અબજ 9 કરોડ 08 લાખ 16 હજાર 356 ડોઝ આપવામાં આવ્યા છે.