Covid-19/ ભારતમાં સતત ઘટી રહ્યા છે કોરોનાનાં કેસ, આજે નોંધાયા માત્ર આટલા જ કેસ

છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાનાં 7 હજાર 774 નવા કેસ નોંધાયા છે, જે પાછલા દિવસ કરતા 2.7 ટકા ઓછા છે. આરોગ્ય મંત્રાલયનાં તાજેતરનાં આંકડા અનુસાર, આ સમયગાળા દરમિયાન કોરોનાનાં કુલ 8 હજાર 464 દર્દીઓ ઠીક થયા છે.

Top Stories India
Coronavirus in India

વૈશ્વિક સ્તરે, કોરોના વાયરસનાં કેસ સતત વધી રહ્યા છે. વિશ્વમાં સંક્રમણનાં કુલ કેસ 26.96 કરોડ પર પહોંચી ગયા છે, ટૂંક સમયમાં આ આંકડો 27 કરોડ સુધી પહોંચશે. મહામારીથી મૃત્યુઆંક વધીને 53 લાખ થઈ ગયો છે. વળી, કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ વિશ્વનાં 38 દેશોમાં પહોંચી ગયું છે.

આ પણ વાંચો – Cricket / એકવાર ફરી ભારત અને પાકિસ્તાનની ટીમ જોવા મળશે આમને-સામને, જાણો ક્યા અને ક્યારે

જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) દ્વારા રવિવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હાલમાં કોરોનાનાં વૈશ્વિક કેસ 269,693,236 પર પહોંચી ગયા છે. આ સાથે, સંક્રમણનાં કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 5,301,185 છે. વળી, રસીની કુલ સંખ્યા વધીને 8,414,030,569 થઈ ગઈ છે. બીજી તરફ ભારતમાં સ્થિતિ થોડી અલગ દેખાઇ રહી છે. અહી કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાનાં 7 હજાર 774 નવા કેસ નોંધાયા છે, જે પાછલા દિવસ કરતા 2.7 ટકા ઓછા છે. આરોગ્ય મંત્રાલયનાં તાજેતરનાં આંકડા અનુસાર, આ સમયગાળા દરમિયાન કોરોનાનાં કુલ 8 હજાર 464 દર્દીઓ ઠીક થયા છે. જો કે, આ સમયગાળા દરમિયાન 306 કોરોના દર્દીઓનાં મોત પણ થયા છે. હવે દેશમાં કોરોનાનાં સક્રિય કેસની સંખ્યા ઘટીને માત્ર 92281 થઈ ગઈ છે. કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 3 કરોડ 41 લાખ 22 હજાર 795 દર્દીઓ ઠીક થયા છે. વળી, કોરોના સંક્રમણથી દેશમાં અત્યાર સુધીમાં 4 લાખ 74 હજાર 434 લોકોનાં મોત થયા છે. ભારતમાં રિકવરી રેટ 98.36 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે.

આ પણ વાંચો – શિલાન્યાસ /  પાટીદાર સમાજના ઉત્કર્ષનો ઈતિહાસ લખો તો ગુજરાત અને દેશના ઉત્કર્ષનો ઈતિહાસ એની સાથે જ લખાઈ જશે : અમિત શાહ

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં એન્ટી-કોરોનાવાયરસ રસીનાં 132 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે એટલે કે શનિવારે 89 લાખ 56 હજાર 784 ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીનાં 132 કરોડ 93 લાખ 84 હજાર 230 ડોઝ આપવામાં આવ્યા છે.