Covid-19/ કોરોનાનાં કેસમાં આવ્યો મોટો ઘટાડો, 1 લાખથી નીચે નોંધાયા કેસ

કોરોના વાયરસ રોગચાળામાંથી મુક્તિનાં દિવસો પાછા ફરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જી હા, છેલ્લા 24 કલાકમાં એક લાખથી ઓછા નવા કેસ સામે આવ્યા છે.

Top Stories India
11 61 કોરોનાનાં કેસમાં આવ્યો મોટો ઘટાડો, 1 લાખથી નીચે નોંધાયા કેસ

કોરોના વાયરસ રોગચાળામાંથી મુક્તિનાં દિવસો પાછા ફરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જી હા, છેલ્લા 24 કલાકમાં એક લાખથી ઓછા નવા કેસ સામે આવ્યા છે. રવિવારે કુલ 83,876 નવા સંક્રમિતોની ઓળખ કરવામાં આવી હતી. આ દરમિયાન લગભગ બે લાખ (1,99,054) દર્દીઓ સાજા થયા અને 895 દર્દીઓનાં મોત થયા.

આ પણ વાંચો – વિધાનસભા ચૂંટણી 2022 / ઉત્તરપ્રદેશની ચૂંટણી પ્રચારમાં TMCના સુપ્રીમો મમતા બેનર્જીની એન્ટ્રી,જાણો વિગત

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં સોમવારે 83,876 નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલની સરખામણીમાં 22% ઓછા છે. આ સાથે, છેલ્લા 24 કલાકમાં 895 લોકોનાં મોત થયા છે અને કુલ મૃત્યુઆંક 5,02,874 પર પહોંચી ગયો છે. ભારતમાં સક્રિય કેસલોડ 11,08,938 છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોમાં 1,16,073નો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 1,99,054 દર્દીઓ સાજા થયા છે, જેનાથી દેશભરમાં સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 4,06,60,202 થઈ ગઈ છે. સૌથી વધુ કોરોનાનાં કેસવાળા પ્રથમ પાંચ રાજ્યોમાં કેરળમાં 26,729 કેસ છે, ત્યારબાદ મહારાષ્ટ્રમાં 9,666 કેસ છે, કર્ણાટકમાં 8,425 કેસ છે, તમિલનાડુમાં 6,120 કેસ છે અને મધ્યપ્રદેશમાં 5,171 કેસ છે.

આ પણ વાંચો – અમેરિકા / ન્યૂયોર્કમાં તોડવામાં આવી મહાત્મા ગાંધીની કાંસ્ય પ્રતિમા, ભારતીય વાણિજ્ય દૂતાવાસે વિદેશ મંત્રાલય સમક્ષ ઉઠાવ્યો મુદ્દો

નોંધાયેલા નવા કેસોમાંથી ઓછામાં ઓછા 66.9% આ પાંચ રાજ્યોનાં છે, જેમાં એકલા કેરળ નવા કેસોમાં 31.87% હિસ્સો ધરાવે છે. ભારતનો રિકવરી રેટ હવે 96.19% છે. ભારતે છેલ્લા 24 કલાકમાં કુલ 14,70,053 ડોઝ આપ્યા છે, અને કુલ ડોઝની સંખ્યા 1,69,63,80,755 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કુલ 11,56,363 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.